બિસ્કિટ કેક

Sudha B Savani
Sudha B Savani @cook_21754148

#goldenapron3 #week2 ફ્રેન્ડ અત્યારે લૉકડાઉન ચાલી રહ્યું છે. જેના કારણે બારની વસ્તુ લાવવામાં મુશ્કેલી પણ થાય છે. તો આજે આપણે માત્ર ૩ વસ્તુમાં જ બનતી બિસ્કિટ કેક બનાવશું જે ખૂબ જ જલ્દી બની જાય છે.અને વધારે વસ્તુની પણ જરૂર નથી પડતી.

બિસ્કિટ કેક

1 કમેન્ટ કરેલ છે

#goldenapron3 #week2 ફ્રેન્ડ અત્યારે લૉકડાઉન ચાલી રહ્યું છે. જેના કારણે બારની વસ્તુ લાવવામાં મુશ્કેલી પણ થાય છે. તો આજે આપણે માત્ર ૩ વસ્તુમાં જ બનતી બિસ્કિટ કેક બનાવશું જે ખૂબ જ જલ્દી બની જાય છે.અને વધારે વસ્તુની પણ જરૂર નથી પડતી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
  1. 3પેકેટ બોનૅબોન બિસ્કિટ
  2. 1 વાટકીદૂધ
  3. 1પેકેટ નાનું પેકેટ ઇનો
  4. ટુટીફુટી, ચોકલેટ બોલ્સ,જેમ્સ (ઓપ્શનલ)

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ક્રીમ બિસ્કિટને એક મિકસર બાઉલમાં લઈને ક્રશ કરી લો.અને એક પાવડર જેવું ફોર્મ આપી દો.

  2. 2

    હવે એને એક વાસણમાં આ પાવડર લઇને તેમાં જરૂર મુજબ દૂધ ઉમેરતા જાવ અને એક જ દિશામાં ૫-૭ મિનિટ હલાવતા જાવ. જેથી તેમાં લંન્સના રહે.તેમાં ટુટીફુટી, ચોકલેટ બોલ્સ પણ એડ કરી શકો છો.

  3. 3

    હવે આ બેટરમા ઇનો એડ કરી દો. હવે કેક મોલ્ડ ને તેલથી ગ્રીસ કરીને તેમાં કેકનું બેટર તેમાં નાખી દો. હવે એક કૂકરમાં થોડું મીઠું નાખીને તેને ગરમ થવા દો. ત્યારબાદ તેમાં કેક મોલ્ડ ને કૂકરમાં મૂકી દો. કૂકરની સીટી કાઢી લો.લો ફ્લેમ પર ૩૦-૩૫ મિનિટ ચડવા દો.

  4. 4

    હવે કેક ને કૂકેરમાથી બહાર કાઢીને ઠંડુ થવા દો.

  5. 5

    ત્યારબાદ કેક બહાર કાઢીને જેમ્સ, ચોકોલેટ બોલ્સ, વ્હાઈટ ચોકલેટથી ગાર્નિશ કરો. તો તૈયાર છે બિસ્કિટની કેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sudha B Savani
Sudha B Savani @cook_21754148
પર

Similar Recipes