સ્વાદિષ્ટ ડ્રાય ફ્રુટ ખજૂર રોલ (Dryfruit Khajoor rolls recipe in Gujarati)

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામખજુર
  2. 3 ચમચીધી
  3. 100 ગ્રામકોપરાનું છીણ
  4. 100 ગ્રામસીંગદાણાનો ભૂકો
  5. 10કાજુના ટુકડા
  6. 10બદામ ના ટુકડા
  7. 10પિસ્તા ના ટુકડા
  8. 2 ચમચીખસખસ
  9. 1 ચમચીએલચી પાવડર
  10. અડધી ચમચી જાયફળ પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક ડીશમાં બીયા કાઢેલો ખજૂર લેવો ત્યારબાદ કાજુ બદામ અને પિસ્તા ના ટુકડા લેવા

  2. 2

    એક લોયામાં બે ચમચી ઘી નાખી તેમાં ખજૂર નાંખી સાંતળવો ખજૂર બરાબર શેકાઈ જાય પછી એક ડિશમાં કાઢી લેવો ત્યારબાદ તેમાં સાંતળેલા ડ્રાયફ્રુટના ટુકડા નાખવા ત્યારબાદ કોપરાનું છીણ અને સિંગદાણાનો ભૂકો નાખવો

  3. 3

    ત્યારબાદ ખજૂરમાં ડ્રાયફ્રુટના ટુકડા કોપરાનું છીણ અને સીંગદાણાના સિંગદાણાનો ભૂકો બરાબર મિક્સ કરી ખજૂર નો રોલ વાળવો અને તેને પ્લાસ્ટિક પેપર માં મૂકી ફરી રોલવાળી ફ્રીઝરમાં ત્રણ કલાક રાખો

  4. 4

    ત્યારબાદ ખજૂર રોલ બરાબર ઠંડો થાય પછી ડિશમાં કાઢી પીસ કરવા ડીશ માં બરાબર ગોઠવી ડેકોરેટ કરી સર્વ કરવા ખજૂર ને મહાન ઋષિ ચરકે શીતળ કહ્યો છે આમાં ખાંડનો ઉપયોગ થતો નથી તેથી સ્વાદિષ્ટ સુપાચ્ય અને શક્તિશાળી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550
પર

ટિપ્પણીઓ

Similar Recipes