મધર્સ ડે સ્પેશિયલ પોટલી પૌંઆ (Mothers day special Potli poha recipe in Gujarati)

Pratiksha's kitchen.
Pratiksha's kitchen. @cook_18017693
Valsad

#મોમ
દોસ્તો આજે હું મારા સાસુમા એ શીખવાડેલી રેસિપી લાવી છું.. પેહલા આ વાનગી નું મૈં નામ પણ સાંભળ્યું ના હતું.. અને ટેસ્ટ પણ કરી ના હતી.. પણ આ રેસિપી શીખી ગયા પછી મૈં ઘણી વાર આ વાનગી બનાવી છે.મારા સાસુમા પોટલી પૌંઆ ખૂબ જ સરસ બનાવતાં.. અને સાચે આ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. તમે પણ જરુર ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૩ વ્યક્તિ
  1. 1મોટો બાઉલ મમરા
  2. 1કાંદો
  3. 1મોટું ટામેટું
  4. ૫-૬ લીલાં મરચાં
  5. 1ચમચો સીંગદાણા
  6. ૧૦-૧૨ મીઠા લીમડા ના પાન
  7. 2ચમચા વટાણા
  8. ૧૧/૨ ચમચો તેલ
  9. 1 ચમચીરાઈ
  10. ૧/૨ ચમચી જીરું
  11. ચપટીહિંગ
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. ૧/૨ ચમચી હળદર
  14. 1 ચમચીસાકર
  15. ૧/૨ ચમચો વરિયાળી
  16. 1ચમચો લીલાં કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    મમરા ને ધોઈ ને અલગ રાખી દેવા.કાંદા,ટામેટા,લીલાં મરચાં,લીલાં કોથમીર ને ઝીણાં સમારી લેવા.

  2. 2

    હવે કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં સીંગદાણા,મીઠો લીમડો સાંતળી લેવા. અલગ પ્લેટ માં કાઢી લેવા. હવે એ જ કઢાઈ માં તેલ માં રાઈ, જીરું, હિંગ ઉમેરી તતડાવો. હવે તેમાં લીલાં મરચાં, કાંદો નાખી ચડવા દો.હવે ટામેટા,વટાણા, હળદર,મીઠું, સાકર,વરિયાળી, બધું ઉમેરી ઢાંકીને થોડી ૩-૪ મિનિટ ચડવા દો. ટામેટા વટાણા નરમ પડે એટલે પલાળેલા મમરા ઉમેરી મિક્સ કરી ૨-૩ મિનિટ ઢાંકીને ચડવા દો..ચડે એટલે સીંગદાણા, લીમડો,લીલાં કોથમીર, બધું ઉમેરી મિક્સ કરવું.

  3. 3

    બસ તૈયાર છે પોટલી પૌંઆ.. હવે એક પ્લેટ કાઢી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pratiksha's kitchen.
Pratiksha's kitchen. @cook_18017693
પર
Valsad
My name is Pratiksha patel.. I love cooking.😋💕
વધુ વાંચો

Similar Recipes