તરબૂચ ની છાલ થી બનાવેલી ટુટી ફૂટી(tuti futi)

Shital Jataniya
Shital Jataniya @shital10
શેર કરો

ઘટકો

  1. ૧૦_૧૨ તરબૂચ ની છાલ
  2. ૨૦૦ ગ્રામ ખાંડ
  3. ૨ ગ્લાસપાણી
  4. ૧ ચમચીલાલ કલર
  5. ૧ ચમચીલીલો કલર
  6. ૧ ચમચીપીળો કલર
  7. ૧ ચમચીકેસરી કલર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા જે તરબૂચ ની છાલ નીકળે એનો સફેદ ભાગ કાઢી લેવો

  2. 2

    પછી તેને જીણા સમારી લેવા ને ગરમ પાણી મા પાંચક મિનિટ બાફી લેવા પછી તેને કાઢી લેવા

  3. 3

    હવે તેની ચાસણી માટે બસોગ્રામ જેટલી ખાંડ મા બે નાના ગ્લાસ પાણી નાખી ને ઉકળવા દેવી ખાંડ ઓગળી જાય પછી તેમાં જે આપને બાફેલા પીસ છે તે ઉમેરવા ને તેને દશેક મિનિટ માટે ઉકળવા દેવા ને વચે વચે હલાવતા રેવું

  4. 4

    હવે આપણે જેટલા કલર ની ટુટી ફૂટી કરવી હોય તેટલા બાઉલ માં કલર નાખી ને ભાગ પાડવા ને તેને દોઢેક કલાક સુધી બોડી રાખવા

  5. 5

    હવે તેને ચારણી કે ભાતિયું જે હોય તેમાં એક પછી એક નિતારી એક પ્લેટ માં એલ્યુમિનિયમ ફોઇલ રાખી સુકવા રાખી દેવી

  6. 6

    મે સાંજે કરિતી એટલે મે તેને બીજે દિવશે તળકે સૂકવી સવારે કરો તો બપોરે પણ મૂકી શકાય અત્યારે બવ તડકો પડે છે એટલે એક જ તડકા મા સુકાઈ ગય છે

  7. 7

    હવે તેને એક બાઉલ માં મિક્સ કરી ને એક એર ટાઈટ ડબા મા ભરી દેવાની ને ફ્રીજ મા રાખી દેવી ને જ્યારે આપને આઈસ્ક્રીમ કે કેક બનાવીએ ત્યારે તેમાં છાંટવા કામ લાગે ને લાંબો સમય સુધી બગડતી પણ નથી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Jataniya
Shital Jataniya @shital10
પર
I love cooking.❤️❤️I like to cook different recipes.😋😋
વધુ વાંચો

Top Search in

Similar Recipes