તરબુચની કલરફૂલ ટુટી ફ્રુટી

Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૧૦ વ્યક્તિ માટે
  1. 1તરબૂચ ની છાલ નો સફેદ ભાગ
  2. 500 ગ્રામખાંડ
  3. ૧/૪ ચમચીયલો ફૂડ કલર
  4. ૧/૪ ચમચીપાણી જરૂર મુજબપિંક કલર
  5. વેનીલા એસેન્સ
  6. ૧/૪ ચમચીગ્રીન ફુડ કલર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    તરબૂચમાં જે વચ્ચે સફેદ હોય તેને લઇ ને ઝીણા સમારી લો પછી તેને બે થી ત્રણ વખત પાણીથી ધોઈ લો

  2. 2

    હવે એક તપેલામાં 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરીને તેમાં સમારેલા ટુકડા ઉમેરી ગેસ ઉપર ગરમ કરવા પાંચ મિનીટ માટે રાખી દો પછી તેને નીતારી લો

  3. 3

    હવે એક તપેલીમાં ખાંડ લઈ તેમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી તેને ગેસ ઉપર ગરમ કરવા મુકો ને એકદમ સરસ ચાસણી જેવું બની જાય પછી તેમાં આ બોઈલ કરેલા ટુકડા ઉમેરીને 2 મિનીટ સુધી તેમાં તેને ઉકાળો પછી એસેન્સ ઉમેરો

  4. 4

    ગેસ બંધ કરી ઠંડું થાય એટલે જે જે કલર ઉમેરવા હોય એટલા અલગ અલગ કરીને ઉમેરો પછી ૪ કલાક માટે રહેવા દો પછી તેમાંથી બહાર કાઢી એ કોટનના કપડામાં સૂકવી દો સુકાઈ જાય એટલે ડબ્બામાં ભરી રાખી દો તૈયાર છે કલરફુલ ટૂટી ફ્રુટી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
પર
https://youtube.com/channel/UCRhAPG_QbBe3eKLVqQZ1ChQ
વધુ વાંચો

Similar Recipes