મકાઈ બટાકા ના પરાઠા (Corn potato paratha recipe in gujarati)

Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858
શેર કરો

ઘટકો

  1. બાફેલી મકાઈ
  2. બાફેલા બટાકા
  3. પાણી (બાફવા માટે)
  4. બાઉલ ઘઉં નો લોટ
  5. ૧ ગ્લાસપાણી
  6. ઘી (પરાઠા શેકવા)
  7. કોથમીર
  8. ૧ ચમચીમરચું
  9. ૧ ટુકડોઆદુ
  10. મીઠું સ્વાદાનુસાર
  11. ચપટીહળદર
  12. ૧ ચમચીધાણજીરૂ
  13. ૧ ચમચીતેલ લોટ બાંધવા મા
  14. ૨-૩ લીલા મરચાં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરો. અહી મકાઈ અને પરાઠા બાફેલા તૈયાર છે.

  2. 2

    ત્યાર બાદ ઘઉં નો લોટ બાંધી લો

  3. 3

    હવે ૧૦ મિનિટ સુધી લોટ ને ઢાંકી ને રાખી દો

  4. 4

    ત્યાં સુધી મા આપણે મકાઈ બટાકા નો મસાલો તૈયાર કરી લેશું. બન્ને ને હાથ થી ક્રશ કરી લો અને આદુ ને સુધારી લો અને બધા મસાલા ઉમેરો

  5. 5

    તૈયાર છે બટાકા મકાઈ નો મસાલો. ઉપર કોથમીર ગાર્નિશ કરી શકાય

  6. 6

    હવે લોટ નાં લૂઆ બનાવો

  7. 7

    તેને રોટલી ની જેમ વણી લો અને તેમાં મકાઈ બટાકા નો મસાલા ની ટીકી બનાવી તેમાં વચ્ચે મૂકી દો

  8. 8

    હવે સાઈડ ની બંને કોર્નર ભેગી કરી લો

  9. 9

    હવે બધી કોર્નર ભેગી કરી લૂઆ બનાવો

  10. 10

    ત્યાર બાદ તેને પોલા હાથે વણો

  11. 11

    હવે લોઢી પર એક ચમચી ઘી ઉમેરી પરાઠા ને શેકો

  12. 12

    અંદર થી કાચું ના રહે તેનું ખાસ ધ્યાન રાખવું

  13. 13

    હવે બીજી બાજુ ઘી નાખી શેકો

  14. 14

    ગોલ્ડન બ્રાઉન કલર ના આવે ત્યાં સુધી પાકવા દો

  15. 15

    તૈયાર છે મકાઈ બટાકા ના પરાઠા.

  16. 16

    આપણે સૌ જાણીએ છીએ કે ઘઉં નો લોટ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે પણ જો તેમાં સાથે મકાઈ પણ ઉમેરવામાં આવે તો તેના ફાયદા બમણા થઈ જાય છે અને સાથે પરાઠા એકદમ સ્વાદિષ્ટ અને સોફ્ટ લાગશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858
પર

ટિપ્પણીઓ

Similar Recipes