કાચી કેરી લસણ નું અથાણું (Raw Mango & Garlic pickle Recipe in Gujarati)

Kruti's kitchen
Kruti's kitchen @Kruti_20

કાચી કેરી લસણ નું અથાણું (Raw Mango & Garlic pickle Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ નંગકેરી
  2. ૧ વાડકીફોલેલુ લસણ
  3. ૧ નાની વાટકીરાઈના કુરિયા
  4. ૧ ટેબલ સ્પૂનમેથીના કુરિયા
  5. સ્વાદ અનુસારનમક
  6. 1 ટેબલ સ્પૂનમરચું પાવડર
  7. ચપટીહિંગ
  8. ચપટીહળદર
  9. ૧ વાટકીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાચી કેરી અને લસણનું અથાણું બનાવવા માટે સૌપ્રથમ કેરીની (રાજાપુરી અથવા કેસર ગમે તે લઈ શકાય) છાલ ઉતારી તેને બારીક સમારી લેવી. ત્યારબાદ તેમાં હળદર મીઠું ચડાવી આખી રાત રાખી મૂકવી જેથી કરીને તેમાંથી ખાટું પાણી છુટું પડશે ‌

  2. 2

    હવે જેટલી કેરી તેટલું જ સામે લસણ લેવાનુ લસણને ફોલી લેવું. હવે કેરી માંથી પાણી નિતારી અને બધી કેરીને કપડા ઉપર બે થી ત્રણ કલાક માટે કોરી થાય ત્યાં સુધી સૂકવી દેવી.ત્યારબાદ કેરીમાંથી જે ખાટું પાણી નીકળે તેમાં ફોલેલા લસણને એક કલાક સુધી પલાળી દેવુ.

  3. 3

    હવે કેરી કોરી થઈ જાય. કેરી માં જરા પણ ચીકાશ ના રહે અને હાથમાં ચોંટે નહિ એટલે સમજવું કે કેરી સુકાઈ ગઈ છે.હવે લસણને પણ ખાટા પાણીમાંથી બહાર કાઢી અડધી કલાક માટે કોરુ કરવા માટે સૂકવી દો. લસણ સૂકાય જાય ત્યારબાદ ખમણી ની મદદ થી ખમણી લો. હવે સૌપ્રથમ ગરમ કરવા મુકો. હવે એક સ્ટીલના વાસણમાં ફરતે રાઈના કુરિયા (ક્રશ કરીને લઈ શકાય) નાખવા વચ્ચે મેથીના કુરિયા ગોઠવો વચ્ચે ખાડો પડી તેમાં ચપટી હિંગહળદર નાખ તેલ ગરમ થઇ જાય અને ધુમાડા નીકળતા બંધ થઈ જાય ત્યારબાદ આ તેલને પેલા તૈયાર કરેલા બાઉલ માં રેડી અને ડીશ ઢાંકી દો.

  4. 4

    હવે ‌ થોડીવાર પછી ડીશ ઉચકી અને મિશ્રણ ઠંડું થઈ જાય ત્યારબાદ તેમાં શેકેલુ નિમક અને મરચું પાવડર નાખવા. હવે રાયતા મસાલાને એકદમ બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં કેરીના ટુકડા અને લસણ એડ કરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ ગરમ કરી ને ઠરી ગયેલું તેલ તેમાં નાખો. બે થી ત્રણ દિવસ સુધી આ અથાણામાં જોતા રહેવું અને જેમ જોઈએ તેમ તેલ એડ કરતા જાવુ જો તૈયાર છે કાચી કેરી અને લસણનું અથાણું જે ખાસ કરીને ચોમાસાની સિઝનમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kruti's kitchen
Kruti's kitchen @Kruti_20
પર

Similar Recipes