કેસર- ડ્રાય ફ્રુટ મેંગો રબડી(kesar-dryfruits mango rabdi recipe in gujarati)

Rupal
Rupal @cook_22242446

# કેરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1લીટર દૂધ
  2. 3 નંગપાકી કેરી
  3. 1/4 કપખાંડ
  4. 2ચમચા મીલ્ક પાઉડર
  5. ચપટીકેસર
  6. 10-12 નંગબદામ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક જાડા તળિયાવાળા વાસણમાં દૂધ કાઢી લો અને ગરમ કરવા મૂકો.દૂધ અડધું થાય ત્યાં સુધી ઉકાળો. વચ્ચે- વચ્ચે હલાવતા રહેવું અને દૂધ મા તર વળે એ તર ને ચમચા ની મદદ થી વાસણ ની સાઇડ માં લેતું જવું. જેથી લચ્છા બનશે.

  2. 2

    મીલ્ક પાઉડર માં થોડું દૂધ નાખી ને એકરસ કરી દો. કેસર માં થોડું દૂધ નાખી પલાળી દો. બદામ ની કતરણ કરી લો.હવે ઉકળતા દૂધ માં કેસર અને ખાંડ નાખી દો.ખાંડ નું પાણી બળે અને દૂધ થોડું ઘટ્ટ થાય એટલે ડ્રાય ફ્રુટ અને મીલ્ક પાઉડર નાખી સતત હલાવતા રહો. દસ મિનિટ પછી તેને ગેસ પર થી ઉતારી ઠંડું થવા દો.પછી એક ચમચા ની મદદ થી વાસણ ની સાઇડ માં ચોંટેલી મલાઈ ને ઉખેડી ને રબડી માં મિકસ કરી દો પછી રબડી ને ફ્રીજ માં મૂકી દો.બે પાકી કેરી નો પલ્પ બનાવી લો.અને એક કેરી ના ટુકડા કરી લો.તેને પણ ફ્રિજ માં ઠંડા કરવા માટે મૂકો.

  3. 3

    3-4કલાક પછી બહાર કાઢી લો અને તૈયાર કરેલ રબડી માં કેરી નો પલ્પ નાખી ને બરાબર મિકસ કરી દો. અને કેરી ના ટુકડા નાખી દો. સર્વિંગ બાઉલ માં કાઢી બદામ થી ગાર્નિશ કરી દો. તૈયાર છે ઠંડી- ઠંડી રબડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rupal
Rupal @cook_22242446
પર

Similar Recipes