મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)

asharamparia
asharamparia @Asharamparia

#EB
#Week7

ફ્રેન્ડસ, મારા ઘરમાં બુઘવાર ના દિવસે લગભગ અલગ અલગ રીતે મગ બને છે તો આજે મેં કુકરમાં ફટાફટ ટેસ્ટી મગ કેમ બનાવવા તેની રેસીપી શેર કરી છે.

મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)

#EB
#Week7

ફ્રેન્ડસ, મારા ઘરમાં બુઘવાર ના દિવસે લગભગ અલગ અલગ રીતે મગ બને છે તો આજે મેં કુકરમાં ફટાફટ ટેસ્ટી મગ કેમ બનાવવા તેની રેસીપી શેર કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ કપમગ
  2. ૨ ચમચીતેલ
  3. ૧/૨ ચમચીરાઈ જીરું
  4. ૧/૪ ચમચીહિંગ
  5. ૧/૨ નાની ચમચીહળદર
  6. મીઠાં લીમડાનાં પાન
  7. ૧ ચમચીઆદુ મરચાં લસણ ની પેસ્ટ
  8. ૧ ચમચીલાલ મરચું પાવડર
  9. ૧/૨ ચમચીઘાણાજીરુ
  10. મીઠું સ્વાદ પ્રમાણે
  11. ૧ ચમચીલીંબુનો રસ
  12. ૧/૨ ચમચીખાંડ
  13. ૧/૨ ચમચીગરમ મસાલો
  14. કોથમીર
  15. પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મગ ૩ થી ૪ કલાક નવશેકા પાણીમાં પલાળી રાખવા. મગ બનાવવા હોય ત્યારે પાણી નીતારી લેવું. કુકરમાં તેલ ગરમ કરી રાઈ અને જીરું નો વઘાર કરી મીઠાં લીમડાનાં પાન, હિંગ અને હળદર નાખીને વઘાર કરવો. ત્યાર પછી આદું મરચાં લસણ ની પેસ્ટ સાંતળી લેવી.

  2. 2

    ૫ થી ૬ સેકન્ડ સાંતળી ને મગ તેમજ લાલ મરચું પાવડર, ઘાણાજીરુ, મીઠું, ખાંડ, ગરમ મસાલો અને મગ ડુબે અને ઉપર ૧ ઇંચ પાણી રહે તે રીતે પાણી ઉમેરી કુકર બંઘ કરી ૧ અથવા ૨ વહીસલ લઈ ગેસ બંઘ કરી ને ઠંડું પડવા દો.

  3. 3

    મગ સરસ ચઢી ગયા હોય,તેમાં ઉપરથી કોથમીર, લીંબુનો રસ મિક્સ કરી લેવું. તો તૈયાર છે મૂંગ મસાલા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

Similar Recipes