વેજીટેબલ ખીચુ (Vegetable Khichu Recipe In Gujarati)

Megha Vyas
Megha Vyas @meghs_kitchen

હંમેશા જે ખીચું બનાવતા હોય એમાં થોડો ફેરફાર કરીને સ્વાદિષ્ટ ખીચુ તૈયાર કરો..

વેજીટેબલ ખીચુ (Vegetable Khichu Recipe In Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

હંમેશા જે ખીચું બનાવતા હોય એમાં થોડો ફેરફાર કરીને સ્વાદિષ્ટ ખીચુ તૈયાર કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 લોકો માટે
  1. 1 કપચોખા નો લોટ
  2. 2 કપપાણી (પાણી નું માપ ચોખા ના લોટ પર નિર્ભર છે)
  3. 1 ચમચીઅજમો
  4. 1 ચમચીજીરું
  5. સ્વાદ મુજબ મીઠું
  6. 1/4 ચમચીબેકિંગ સોડા
  7. 1/2 કપગ્રીન પેસ્ટ (નીચે રેસિપી છે)
  8. 1/4 કપછીણેલું ગાજર
  9. 1/4 કપવટાણા
  10. ગ્રીન પેસ્ટ માટે
  11. 10પાન પાલક ના પત્તા
  12. 3તીખા લીલા મરચાં
  13. 1/4 કપલીલા ધાણા તથા ફુદીનો (બંને થઈ ને)
  14. મિક્સચર માં ક્રશ કરીને ગ્રીન પેસ્ટ બનાવી.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં પાણી ગરમ કરવા મૂકવું.. ઉકળે એટલે તેમાં અજમો..જીરું... મીઠું..નાખવું

  2. 2

    ત્યારબાદ તરત તેમાં તૈયાર કરેલ ગ્રીન પેસ્ટ..ગાજર તથા વટાણા નાખવા..હલાવી દેવું..ત્યારબાદ તેમાં બેકિંગ સોડા નાખી દેવો..હવે તરત જ ચોખા નો લોટ ઉમેરી ગેસ બંધ કરી નીચે ઉતારી ને વેલણ ની મદદ થી લોટ અને પાણી ને હલાવી દેવું..સરસ રીતે..

  3. 3

    હવે એક સ્ટીમર તૈયાર કરવું...તેમાં કાણા વાળી થાળી મુકવી..હવે તૈયાર લોટ ના મિશ્રણ ને હાથ થી ગોળ ગોળ લુવા કરી..સ્ટીમર માં થાળી પર મુકવા..

  4. 4

    10 થી15 મિનિટ માટે steam થવા દેવું..

  5. 5

    ત્યારબાદ તૈયાર છે ગરમ ગરમ ખીચું.. અથાણાં ના મસાલા તથા તેલ સાથે મઝા આવે ખાવાની..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Megha Vyas
Megha Vyas @meghs_kitchen
પર

ટિપ્પણીઓ

Similar Recipes