ભજીયા (bhajiya recipe in Gujarati)

Bhagyashree Yash
Bhagyashree Yash @Yashshree_91291

#સ્નેક્સ
#માઇઇબુક

ભજીયા (bhajiya recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#સ્નેક્સ
#માઇઇબુક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ થી ૪૫ મિનિટ
૬ થી ૭ વ્યક્તિ
  1. બટેટાવડા માટે
  2. ૩૫૦ ગ્રામ બાફેલા બટેટા
  3. કોથમીર
  4. દોઢ ચમચી ગરમમસાલો
  5. મીઠુ સ્વાદાનુસાર
  6. ૨ ચમચીધાણાજીરું
  7. ચપટીહિંગ
  8. ૩ ચમચીમરચું
  9. અઢી ચમચી લીંબુનો રસ
  10. દોઢ ચમચી ખાંડ
  11. પત્રીના ભજીયા
  12. બટેટાની પત્રી
  13. લોટ કેવી રીતે ડોવો (બટેટાવડા & પત્રીના)
  14. ૩૦૦ ગ્રામ ચણાનો લોટ
  15. મીઠુ સ્વાદ મુજબ
  16. ચપટીહળદર
  17. ચપટીહિંગ
  18. ૧/૨ ચમચીગરમ મસાલો
  19. ચપટીખાંડ
  20. ૧/૨ ચમચીટાટા સોડા
  21. ગરમ તેલ (જરૂર લાગે તો)
  22. જરૂર મુજબ પાણી(લોટ ડોવા માટે)
  23. મેથીના ગોટા માટે
  24. બાઉલ મેથી સમારેલી
  25. ૧ કપકોથમીર સમારેલી
  26. લીલા મરચાં સમારેલાં (લીલું લસણ નાખી શકાય છે)
  27. ૨ ચમચીમરી પાઉડર
  28. ૧ ચમચીગરમ મસાલો
  29. મીઠુ સ્વાદ મુજબ
  30. ચપટીહિંગ
  31. ૨૦૦ ગ્રામ ચણાનો લોટ
  32. ૫૦ ગ્રામ રવો
  33. ૧/૨ ચમચીટાટા સોડા
  34. ૨ ચમચીગરમ તેલ
  35. તળવા માટે તેલ
  36. જરૂર મુજબ પાણી(લોટ ડોવા માટે)

રાંધવાની સૂચનાઓ

૪૦ થી ૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બાફેલા બટેટા માં ઉપર આપેલ મસાલા નાખી સ્ટફિંગ બનાવી લેવું.તેના નાના નાના ગોળા વાળી લેવા.અને તેલ મા સ્લો થી મીડિયમ ગેસ પર તળી લેવા.(લોટ ડોવા માટે:ચણાના લોટમાં ઉપર આપેલ છે,એ પ્રમાણે મસાલા કરી ખીરું તૈયાર કરવું.) જે પત્રીના ભજીયા માટે ડોયેલું છે, તે ખીરું થોડું પાતળું કરી નાખવું,જેથી બટેટા વડાનું પડ સરસ પાતળું થાય. ચણાનાં લોટનું જે ડોયેલું છે, તે થોડું ઘટ્ટ રાખવું,તેમાથી પેહલા પત્રીના ભજીયા ઉતારી લેવા,જેથી સરસ ફુલે.

  2. 2

    મેથીના ગોટા માટે : મેથી,કોથમીર,લીલું મરચું જે ઝીણું સમારેલું છે,તેમાં ચણાનો લોટ,રવો,ઉપર આપેલ બધા મસાલા નાખી ખીરું તૈયાર કરવું,તેમાં ભજીયા ઉતારતી વખતે સોડા અને ઉપર ૨ ચમચી ગરમ તેલ નાખવું.જેથી સરસ ફૂલે.

  3. 3

    જે ચણા ના લોટ નું ડોયેલું છે તે થોડું ઘટ્ટ રાખવું તેમાંથી પહેલા પતરી ના ભજીયા ઉતારી લેવા જેથી સરસ ફુલે.

  4. 4

    દહીંની ચટણી: ૧૦૦ ગ્રામ દહીંમાં મીઠું ૧ ચમચી,દોઢ ચમચી મરચું,ધાણાજીરું,ખાંડ નાખી હલાવી નાખવું,,તૈયાર છે દહીંની ચટણી.....ગરમગરમ ભજીયા દહીંની ખટમીઠી ચટણી સાથે પીરસો.....ખજૂર આંબલી,લસણ અને લીલી ચટણી નાખી તેવી લાલ ચટણી પણ બનાવીને પીરસી શકાય છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhagyashree Yash
Bhagyashree Yash @Yashshree_91291
પર
હું એક ગૃહિણી છું..નવી નવી રસોઈ બનાવવી અને ઘરના સભ્યો ને ખવડાવવી મને ખૂબ જ પસંદ છે..
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes