જલેબી

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136

#goldenapron3
#8 to 12 active challenge

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20થી 25 મિનિટ
૬ થી ૭ વ્યક્તિ માટે
  1. 1બાઉલ મેંદાનો લોટ
  2. અડધો બાઉલ ખાંડ
  3. ૧ વાટકીછાશ
  4. ઓરેન્જ ફૂડ કલર
  5. 1 ચમચીઘી
  6. તેલ તળવા માટે
  7. બદામની કતરણ

રાંધવાની સૂચનાઓ

20થી 25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરો. પહેલા મેંદાના લોટમાં છાસ નાખી આથો આવવા મૂકો. ૭ થી ૮કલાક આ ખીરાને પલાળી રાખવું. એટલે સરસ આથો આવી જશે.

  2. 2

    આથો આવી જાય ત્યારબાદ ખીરામાં થોડો ઓરેન્જ ફૂડ કલર ઉમેરવું અને એક ચમચી ઘી પણ ઉમેરવું. ઘી ઉમેરવાથી જલેબી ક્રિસ્પી બને છે ત્યારબાદ ખીરા ને હલાવી લેવું. ત્યારબાદ એક પ્લાસ્ટિકની બેગ લઈ તેમાં આ ખીરાને ભરી દેવું. એક નાનું એવું હોલ કરી લેવું. આ પ્લાસ્ટીક બેગમાં ખીરું ભરી તેના ઉપર રબરથી બેગ ને પેક કરી દો.

  3. 3

    ત્યારબાદ જલેબીનો તળવા માટે તેલ મૂકો તેલ આવી જાય ત્યારબાદ નાની એવી જલેબી પાડી જલેબી ને તળી લો.

  4. 4

    જલેબીને તળો એ દરમ્યાન ખાંડની ચાસણી બનાવી લેવી. ખાંડની ચાસણી બનાવવા માટે સૌપ્રથમ સામગ્રી તૈયાર કરો ત્યાર બાદ ધીમા ગેસ પર એક તપેલું લઇ તેમાં ખાંડ નાખી છે થોડું પાણી નાખી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી એકદમ ધીમા ગેસ પર હલાવો. ખાંડ ઓગળી જાય ત્યારબાદ તેમાં ઓરેન્જ ફૂડ કલર ઉમેરો. એક તાર જેવી આછી ચાસણી લેવી. તો તૈયાર છે જલેબી ની ચાસણી.

  5. 5

    ખાંડ ની ચાસણી થઈ જાય ત્યારબાદ આ ચાસણીમાં બધી જલેબી ડીપ કરીને એક સર્વિંગ પ્લેટમાં તૈયાર કરો. જલેબી ની ઉપર બદામની કતરણથી સજાવટ કરો. તો તૈયાર છે આપણી જલેબી. આથાવાળી જલેબી સ્વાદમાં ખૂબ જ યમ્મી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136
પર
food lover 😍cooking lover 😍delicious dish maker 🥰
વધુ વાંચો

Similar Recipes