ચટપટા નાસ્તા સાથે સાત રત્ન પકોડે(chatpata nasta sathe saat ratan pakoda in Gujarati)

Nidhi Chirag Pandya
Nidhi Chirag Pandya @cook_20925777

#સ્નેક્સ

ચટપટા નાસ્તા સાથે સાત રત્ન પકોડે(chatpata nasta sathe saat ratan pakoda in Gujarati)

#સ્નેક્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામભૂંગળા
  2. 200 ગ્રામમમરા
  3. 50 ગ્રામમકાઈના પૌવા
  4. 50 ગ્રામશિંગદાણા
  5. 4 ચમચીહળદર
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. ૩ ચમચીલસણની ચટણી
  8. 50 ગ્રામસેવ
  9. 1 કિલોચણાનો લોટ
  10. 1 ચમચીસાજીના ફૂલ
  11. 2લીંબુ
  12. મેથીની ભાજી
  13. 1 ચમચીઅજમા
  14. અડધો કિલો બટેટા
  15. થોડી એવી ધાણાભાજી
  16. 1/2ચમચી ખાંડ
  17. ૩ ચમચીલાલ મરચું
  18. 1 કપઘઉંનો જાડો લોટ
  19. 1 ચમચીવરિયાળી
  20. 1પેકેટ ઈનો
  21. 1 ચમચીકોર્ન ફ્લોર
  22. 1/2ચમચી તીખા નો ભૂકો
  23. ૧ વાટકીમગની દાળ
  24. 1 વાટકીઅડદની દાળ
  25. મેથીની ભાજી
  26. ત્રણથી ચાર મરચા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ નીચે ફોટામાં દર્શાવેલા બધા જ ભુંગળા તળી લેવા

  2. 2

    હવે મકાઈના પૌવા અને સિંગદાણા તળી લો મેં ઉપર ટોટલ માપ લખેલું છે માટે એક વાટકી સીંગદાણા લેવા તેમાં 1/4 ચમચી ચટણી મીઠું અને 1/2ચમચી દળેલી ખાંડ નાખી હલાવી લેવું પૌવા દાણા નો ચેવડો તૈયાર છે

  3. 3

    હવે મેં અહીં મમરા પૌવા દાણા સેવ નો વઘારેલો ચેવડો લીધો છે હવે એક વાટકામાં લસણની ચટણી માં બે ચમચી જેટલું પાણી નાખી સરસ રીતે હલાવી લો એક તપેલામાં તેલ મૂકી તેમાં ત્રણથી ચાર લીમડાના પાન સુધારી નાખી દો ત્યારબાદ તેમાં મમરા નો ચેવડો તેમાં લસણની ચટણી ઉમેરી જ્યાં સુધી એકદમ કડક ન થઈ જાય ત્યાં સુધી હલાવો તો તૈયાર છે લસણીયા મમરા નો ચેવડો

  4. 4

    સૌપ્રથમ એક તપેલામાં તેલ મૂકી તેમાં 1/2ચમચી હળદર નાખી મમરા વઘારો ત્યારબાદ તેમાં મીઠું નાખી હલાવી લો મમરા એકદમ કરકરા થઈ જાય એટલે ગેસ પરથી ઉતારી લો ત્યારબાદ તેમાં સહેજ જેવી લાલ ચટણી ઉમેરવી માત્ર કલર પૂરતી હવે તેમાં પૌવા દાણા નાખી દેવા અને આ જ તૈયાર ચવાણું ના મે લસણીયા મમરા બનાવ્યા છે

  5. 5

    સૌપ્રથમ મગની દાળ અને ચણાની દાળને ત્રણથી ચાર કલાક પલાળો પલાળી રાખવી ત્યારબાદ તેમાંથી બધું પાણી કાઢી લેવું અને તીખા નમક નાખી એક કપ છાશ નાખી પીસી લેવું એક ચમચી ચણાનો લોટ નાખી અને ગરમા ગરમ તેલ માં વડા ઉતારવા

  6. 6

    1 કપ ઘઉંનો જાડો લોટ માં ૩ ચમચી ચણાનો લોટ નાખી તેમાં 1/2ચમચી હળદર થોડી વરીયાળી ધાણા મીઠું છાસ ઈનો ગરમ મસાલા 1/2ચમચી લાલ મરચું નાખી હલાવી પાણીથી લોટ બાંધવો ગરમા ગરમ ગોટા બનાવો તેને દહીં સાથે પીરસો

  7. 7

    સૌપ્રથમ બટાટાને બાફી તેમાં મીઠું હળદર ખાંડ લીંબુ ધાણાભાજી લાલ મરચું નાખી સરખું મસળો હવે તેના ગોળા વાળી ભજીયા નો લોટ મેં નીચે દર્શાવેલ છે તેમાં ડીપ કરી તળવા તૈયાર છે બટેટા વડા

  8. 8

    હવે ભજીયા ના લોટમાં મેથીની ભાજી અને મરચું ઉમેરી લોટ તૈયાર કરી ગરમાગરમ મરચા ના ભજીયા ઉતારો

  9. 9
  10. 10

    સૌ પ્રથમ ચણાના લોટમાં સોડા મીઠું 1/2ચમચી તેલ 1/2 લીંબુ નીચોવી પાણીથી લોટ બાંધવો ત્યારબાદ તેમાં બધા જ પ્રકારના જેમકે બટેટાના ડુંગળીના મેથી મરચાના બટેટાવડા કેળાના ડીપ કરતો જવું અને ગરમાગરમ ભજીયા તૈયાર કરવા તેની સાથે ચટણી બનાવવા માટે બાઉલમાં દહીં લો તેમાં ભજીયા ના લોટ માંથી ૮ થી ૧૦ પછી ઉતારી તેને દહીં નાખી ચટણી મીઠું સહેજ જેવી ખાંડ નાખી એકવાર બ્લેન્ડર ફેરવી લેવું એકદમ ટેસ્ટી ચટણી બને છે

  11. 11
  12. 12

    તો અહીં બધા જ નાસ્તા બની ગયા છે તેને સરસ રીતે સજાવટ કરી વરસાદની ઋતુમાં ઘરના લોકોને મજા કરાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Chirag Pandya
Nidhi Chirag Pandya @cook_20925777
પર

Similar Recipes