અમૃતસરી રાજોરી મસાલા(Amrutsari rajori msala sabji recipe in Guj)

Dharti Kalpesh Pandya
Dharti Kalpesh Pandya @cook_17360396Dharti
Surat
શેર કરો

ઘટકો

20 મિનીટ
ચાર વ્યક્તિ
  1. 200 ગ્રામરાજમા
  2. 1 ગ્લાસપાણી
  3. 4 ચમચીતેલ
  4. 2ડુંગળી
  5. 2ટામેટાં
  6. 1/2ચમચી જીરૂ
  7. ચપટીહિંગ
  8. 1/2ચમચી હળદર
  9. 2 ચમચીલાલ મરચું પાઉડર
  10. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  11. થોડો રાજમાં નો મસાલો
  12. સ્વાદ અનુસારમીઠું
  13. 2 ચમચીફ્રેશ ક્રીમ
  14. થોડી કસૂરી મેથી

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    સૌપ્રથમ રાજમાને એક કૂકરમાં એક ગ્લાસ પાણી નાખી તેમાં મીઠું અને હળદર ઉમેરી ચાર-પાંચ whistle વગાડી બાફી લેવા ત્યારબાદ તેને અધકચરા મેશ કરી લેવા ત્યાર બાદ કાંદા અને ટામેટાની ગ્રેવી તૈયાર કરવી

  2. 2

    હવે આપણે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો તેમાં રાઈ જીરૂ હિંગ ઉમેરી વઘાર કરો ત્યારબાદ તેમાં કાંદા ની ગ્રેવી ઉમેરો બરાબર ચડી જાય એટલે ટામેટા ની ગ્રેવી ઉમેરો ત્યારબાદ તેમાં હળદર મીઠું ધાણાજીરું લાલ મરચું પાઉડર રાજમા મસાલાનો પાઉડર મધ ઉમેરી બરાબર મિક્સ કરવું

  3. 3

    હવે આપણે તેમાં મેશ કરેલા રાજમાં ઉમેરીશું તેને ગ્રેવીની સાથે બરાબર હલાવી લઈશું દસ મિનિટ તેને બરાબર ચડવા દઈશું જ્યારે તેલ છૂટું પડવા લાગે ત્યારે ઉપરથી કસૂરી મેથી અને કોથમીર નાખી બરાબર હલાવી લેવું સર્વ કરતી વખતે ઉપરથી ફ્રેશ ક્રીમ ઉમેરી શકાય છે

  4. 4

    તો તૈયાર છે આપણે સરસ મજાની ડીશ અમૃતસરી રાજોરી મસાલા તમે પણ જરૂરથી બનાવજો અને ફેમિલી સાથે આનંદ માણજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dharti Kalpesh Pandya
Dharti Kalpesh Pandya @cook_17360396Dharti
પર
Surat
cooking is my passion.I am Housewife.
વધુ વાંચો

Similar Recipes