હોટ એન્ડ સ્પાઈસી ગાર્લિક પાણીપુરી શોર્ટસ (Hot and Spicy garlic pani puri shots recipe in Gujarati)

Dhruti Ankur Naik
Dhruti Ankur Naik @dhrutinaik24
Surat, Gujarat, India

#વિકમીલ૧
#સ્પાઈસી

કેમ છો મિત્રો!!!

બધા મજામાં હશો. આજે અહીંયા હું એકદમ સ્પાઈસી અને તીખી એવી ગાર્લિક ફ્લેવરની પાણીપુરી ની રેસીપી લઈને આવી છું. જે મારી અને મારા દીકરાની એકદમ ફેવરીટ છે. એકદમ ઈઝી અને તરત બની જાય એવી સિમ્પલ છે. મિત્રો તમે બધા પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો........

હોટ એન્ડ સ્પાઈસી ગાર્લિક પાણીપુરી શોર્ટસ (Hot and Spicy garlic pani puri shots recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#વિકમીલ૧
#સ્પાઈસી

કેમ છો મિત્રો!!!

બધા મજામાં હશો. આજે અહીંયા હું એકદમ સ્પાઈસી અને તીખી એવી ગાર્લિક ફ્લેવરની પાણીપુરી ની રેસીપી લઈને આવી છું. જે મારી અને મારા દીકરાની એકદમ ફેવરીટ છે. એકદમ ઈઝી અને તરત બની જાય એવી સિમ્પલ છે. મિત્રો તમે બધા પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો........

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
૩ વ્યક્તિઓ માટે
  1. પાણી બનાવવા માટે:
  2. 5-6કળી લસણ
  3. 1/2 ચમચીલાલ રેશમ પટ્ટી મરચું
  4. 1/2 ચમચીશેકેલા જીરું નો પાઉડર
  5. 1/2 ચમચીચાટ મસાલો
  6. 1/2 ચમચીસંચળ પાઉડર
  7. 1/2 ચમચીલીંબુનો રસ
  8. મીઠું સ્વાદ મુજબ
  9. 2 કપપાણી
  10. બટાકાના મસાલા માટે:
  11. 3 નંગબાફેલા બટાકા
  12. 1-વાટકી બાફેલા દેશી ચણા
  13. 1/2- ચમચી લીલા મરચાની પેસ્ટ
  14. 1/4- ચમચી ચાટ મસાલો
  15. 1/2- ચમચી લીંબુનો રસ
  16. સ્વાદ મુજબ મીઠું
  17. સર્વ કરવા માટે:
  18. 1પેકેટ પાણીપુરીની પૂરી
  19. 1- વાટકી ઝીણી સમારેલી ડુંગળી
  20. 1/2 વાડકીઝીણા સમારેલા લીલા ધાણા
  21. 1-વાટકી સેવ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ફોટા માં બતાવ્યા મુજબ એક ડીશમાં બધી સામગ્રીઓને રેડી કરી લો. હવે એક મિક્સર ના નાના જારમાં ૫ થી ૬ કળીલસણ, લાલ મરચું, ચાટ મસાલો, શેકેલા જીરું નો પાઉડર, અડધા લીંબુનો રસ, ચાટ મસાલો અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી લો. હવે આ મિક્સર જારમાં ત્રણથી ચાર ચમચી પાણી ઉમેરો.

  2. 2

    હવે ફોટા માં બતાવ્યાં મુજબ પેસ્ટ રેડી કરી લો. હવે બે કપ પાણી ની અંદર બનાવેલ પેસ્ટ ઉમેરી દો. તો રેડી છે તીખુ લસણ વાળું પાણી. ્

  3. 3

    હવે બટાકાનો મસાલો બનાવવા માટે ૩ નંગ બટાકા, એક વાટકી દેશી બાફેલા ચણા, 1/2ચમચી લીલા મરચાની પેસ્ટ, 1/2ચમચી ચાટ મસાલો, ચમચી શેકેલા જીરું નો પાઉડર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી બધુ મિક્સ કરી લો. તો રેડી છે બટાકાનો માવો.

  4. 4

    હવે સર્વ કરવા માટે ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા લીલા ધાણા અને સેવ રેડી કરી લો.

  5. 5

    હવે એક પ્લેટ ઉપર ત્રણ શોર્ટસ ના ગ્લાસ લઈ એમાં લસણ નું બનાવેલું પાણી રેડો. એની ઉપર ત્રણ પાણીપુરીની પૂરી ગોઠવી એના ઉપર લીલી કોથમીરના પાન લગાવો. આવે બીજી બે કાચ ની વાટકી ઓ લો. એમાં એક વાટકી માં બટાકાનો માવો બીજી વાટકીમાં સેવ ડુંગળીનું મિશ્રણ લઇ પાણીપુરીના શોર્ટસ રેડી કરી લો. હવે એન્જોય કરો મસ્ત મજાની તીખી તીખી ગાર્લિક ફ્લેવરની પાણીપુરી......

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhruti Ankur Naik
Dhruti Ankur Naik @dhrutinaik24
પર
Surat, Gujarat, India

ટિપ્પણીઓ

Similar Recipes