ફ્રૂટ કસ્ટર્ડ(Fruit custard recipe in gujarati)

Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha

#વિકમીલ૨
#પોસ્ટ5
#માઇઇબુક
#પોસ્ટ14
ફ્રૂટ કસ્ટર્ડ ઝડપ થી બની જતું કોલ્ડ ડેઝર્ટ છે. જે દૂધ અને અને કોઈ પણ સિઝનલ ફ્રૂટ માંથી બની શકે. નાના મોટા બધાને પસંદ આવે એવું ફ્રૂટ કસ્ટર્ડ પૌષ્ટિક પણ ખરું જ કેમ કે જાત જાત ના ફ્રૂટ ઉમેરી ને બનાવેલ હોઈ છે.

ફ્રૂટ કસ્ટર્ડ(Fruit custard recipe in gujarati)

#વિકમીલ૨
#પોસ્ટ5
#માઇઇબુક
#પોસ્ટ14
ફ્રૂટ કસ્ટર્ડ ઝડપ થી બની જતું કોલ્ડ ડેઝર્ટ છે. જે દૂધ અને અને કોઈ પણ સિઝનલ ફ્રૂટ માંથી બની શકે. નાના મોટા બધાને પસંદ આવે એવું ફ્રૂટ કસ્ટર્ડ પૌષ્ટિક પણ ખરું જ કેમ કે જાત જાત ના ફ્રૂટ ઉમેરી ને બનાવેલ હોઈ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 લોકો
  1. 1 લિટરફૂલ ક્રીમ દૂધ
  2. 3 ટેબલસ્પૂનકસ્ટર્ડ પાઉડર
  3. 1/4 કપખાંડ
  4. 4 ટેબલસ્પૂનઠંડું દૂધ
  5. 1 નંગસફરજન
  6. 1 નંગકીવી
  7. 1કેળું
  8. 1કેરી
  9. 3 નંગચીકુ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દૂધ ને એક કઢાઈ માં લઈ ને ઉકળવા મૂકો. એક ઉભરો આવે પછી ગેસ ધીમો કરી દેવો.

  2. 2

    હવે એક બોલ માં ઠંડું દૂધ લઈ તેમાં કસ્ટર્ડ પાઉડર ઉમેરી ને બરાબર મિક્સ કરો. ગાઠ વગર નું મિશ્રણ તૈયાર કરો.

  3. 3

    હવે ઉકળતા દૂધ માં કસ્ટર્ડ પાઉડર વાળું દૂધ અને ખાંડ ઉમેરી 5 મિનિટ માટે ઉકાળો. ત્યારબાદ ગેસ પરથી નીચે ઉતારી ઠંડું કરી લો.

  4. 4

    રૂમ ટેમ્પરેચર પર આવે ત્યારબાદ તેને ફ્રીજ માં 3-4 કલાક ઠંડું થવા રાખો.

  5. 5

    હવે એક બોલ લઈ લો. તેમાં સફરજન, કીવી, ચીકુ, કેળું અને કેરી ની છાલ કાઢી ને નાના નાના ટુકડા કરી લો. (તમે કોઈ પણ સિઝનલ અથવા તમારી પસંદ ના ફ્રૂટ ઉમેરી શકો)

  6. 6

    હવે ઠંડા કસ્ટર્ડ માં સમારેલ ફ્રૂટ ઉમેરી ને મિક્સ કરી લો.

  7. 7

    તૈયાર છે સરસ મજાનું ઠંડું ઠંડું ફ્રૂટ કસ્ટર્ડ. બોલ માં કાઢી ને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha
પર

ટિપ્પણીઓ (4)

Similar Recipes