આલૂ પૌવા કબાબ(alu pauva kabab in Gujarati)

Bhumika Parmar
Bhumika Parmar @Bhumu1207
Vadodara

#વિકમીલ૩
પૌવા અને બટાકા ની આ ટીક્કી ખૂબજ સરસ લાગે છે અને ઝડપ થી પણ બની જાય છે અને આ મિશ્રણમાં થોડો સેઝવાન સોસ ઉમેરો તો વધારે ચટપટી અને ટેસ્ટી લાગે છે.

આલૂ પૌવા કબાબ(alu pauva kabab in Gujarati)

#વિકમીલ૩
પૌવા અને બટાકા ની આ ટીક્કી ખૂબજ સરસ લાગે છે અને ઝડપ થી પણ બની જાય છે અને આ મિશ્રણમાં થોડો સેઝવાન સોસ ઉમેરો તો વધારે ચટપટી અને ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
  1. બાફેલા બટાકા
  2. ૧ (૧/૨ વાટકી)પૌવા
  3. ૧ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  4. ૧ ચમચીલાલ મરચું
  5. ૧ ચમચીધાણાજીરૂ
  6. ૧/૨ ચમચીહળદર
  7. ૧/૨ ચમચીકિચન કિંગ મસાલો
  8. ૧ ચમચીલીંબુનો રસ
  9. ૨ ચમચીલીલા ધાણા
  10. ૨ ચમચીસેઝવાન સોસ
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. તેલ તળવા માટે
  13. ૨ ચમચીકોર્ન ફ્લોર
  14. ૨ ચમચીમેંદો
  15. ૧ વાટકીબ્રેડ ક્રમ્સ
  16. ૧/૨ ચમચીમરી પાઉડર
  17. ૧/૨ ચમચીલાલ મરચું

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં પૌવા ને પલાળી દો.બટાકા ને બાફી ને મેશ કરી લો.

  2. 2

    હવે તેમાં મીઠું અને ઉપર જણાવેલ બધા સુકાં મસાલા ઉમેરો.લીલા ધાણા નાખી લો.હવે તેમાં સેઝવાન સોસ નાખી બરાબર મિક્સ કરો.મિક્ષણ તૈયાર છે.

  3. 3

    એક બાઉલમાં મેંદો અને કોર્ન ફ્લોર લઈ તેમાં મીઠું અને મરી પાઉડર લાલ મરચું પાઉડર નાખી પાણી ઉમેરવું અને સ્લરી તૈયાર કરી લો.

  4. 4

    મિશ્રણ માંથી કબાબ બનાવી લો.હવે કબાબ ને સ્લરી માં ડીપ કરી બ્રેડ ક્રમ્સ માં રગદોળી લો.૨૦ મિનિટ સુધી ફ્રીજ માં મૂકી દો.

  5. 5

    હવે તેલ ગરમ કરો તેમાં બધા કબાબ ને ધીમે તાપે તળી લો.

  6. 6

    તૈયાર છે આલૂ પૌવા કબાબ.. ગરમ ગરમ ચટણી અને ટામેટા સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumika Parmar
Bhumika Parmar @Bhumu1207
પર
Vadodara
I'm a house wife.. cooking is my passion...just love to cook n read so many recipe.... I'm also foody mother...
વધુ વાંચો

Similar Recipes