ટાકો મેકસિકાના(Taco Mexicana recipe in Gujarati)

Bhumika Parmar
Bhumika Parmar @Bhumu1207
Vadodara

#સુપરશેફ૨
આ એક મેક્સિકન ડિશ છે.મલાબાર પરાઠા માં રાજમા રાઈસ ની ટીક્કી સાથે હરીસા ડીપ અને ચીઝ સાથે આ ખૂબ જ સરસ લાગે છે.મેકસિકન વાનગી માં ખાસ કરીને રાજમા નો ઉપયોગ થાય છે.

ટાકો મેકસિકાના(Taco Mexicana recipe in Gujarati)

#સુપરશેફ૨
આ એક મેક્સિકન ડિશ છે.મલાબાર પરાઠા માં રાજમા રાઈસ ની ટીક્કી સાથે હરીસા ડીપ અને ચીઝ સાથે આ ખૂબ જ સરસ લાગે છે.મેકસિકન વાનગી માં ખાસ કરીને રાજમા નો ઉપયોગ થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. માલાબાર પરાઠા માટે
  2. ૨ વાટકીમેંદો
  3. ૧ વાટકીઘઉં નો લોટ
  4. ૧ ચમચીમીઠું
  5. ૨ ચમચીતેલ
  6. ૧ ચમચીલાલ મરચું
  7. ૧ ચમચીકસુરી મેથી
  8. ૧ ચમચીચીલી ફ્લેક્સ
  9. રાજમા રાઈસ કબાબ માટે
  10. ૧ વાટકીરાજમા
  11. ૧ વાટકીભાત
  12. બાફેલું બટાકુ
  13. ૧ ચમચીલાલ મરચું
  14. ૧ ચમચીધાણા જીરું
  15. ૧/૨ ચમચીહળદર
  16. ૧ ચમચીગરમ મસાલો
  17. ૧ ચમચીલીંબુનો રસ
  18. લીલા મરચા ઝીણા સમારેલા
  19. ૧ ચમચીચીલી સોસ
  20. ૧ ચમચીમીઠું
  21. સ્લરી બનાવવા માટે
  22. ૧/૨ વાટકીમેંદો
  23. ૧/૨ વાટકીકોર્ન ફ્લોર
  24. ૧/૨ ચમચીમીઠું
  25. ૧/૨ ચમચીમરી પાઉડર અને લાલ મરચું
  26. ૧ વાટકીડ્રાઈ બ્રેડ ક્રમ્સ
  27. ૧/૨ વાટકીમેયોનીસ
  28. ૪ ચમચીહરીસા પેસ્ટ
  29. ૨ ચમચીલીલા ધાણા
  30. ૨ ચમચીમેક્સિકન સીઝલિંગ
  31. તળવા માટે તેલ
  32. ૪ ચમચીબટર
  33. ચીઝ ક્યુબ
  34. ડુંગળી
  35. ટામેટા
  36. ૩ ચમચીકેપ્સિકમ ઝીણું સમારેલું

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ પરાઠા બનાવવા માટે એક થાળીમાં ઘઉં નો લોટ અને મેંદો લઈ તેમાં મીઠું અને મોણ નાખી જરૂર મુજબ પાણી નાખીને લોટ બાંધી લો અને તેને ઢાંકીને ૧૦ મિનિટ સુધી રહેવા દો.

  2. 2

    હવે લોટ માંથી લુવા લઈને રોટલી વણી લો.તેના પર તેલ લગાવી કોરો લોટ ભભરાવી દો.અને ઝીગઝેગ શેપ માં વાળી લો.

  3. 3

    હવે લુવા કરી ને ઉપર કસુરી મેથી,લાલ મરચું અને ચીલી ફ્લેક્સ નાખી તેલ લગાવી ઢાંકી ને રાખી દો.હવે તેમાંથી ફરી પરાઠા બનાવી લો અને તવી ગરમ કરી કાચા પાકા શેકી લો.

  4. 4

    માલાબાર પરાઠા તૈયાર છે.

  5. 5

    ટીક્કી બનાવવા માટે એક બાઉલમાં રાજમા ધોઈને પાણીમાં પલાળી રાખો.હવે પલળી જાય પછી તેને કૂકરમાં પાણી નાખી મીઠું નાખી સાથે બટાકુ નાખી બાફી લો.

  6. 6

    હવે એક બાઉલમાં રાંધેલા ભાત લઈ તેમાં બાફેલું બટાકુ અને બાફેલા રાજમા ને ક્રશ કરી ને ઉમેરો.ઉપર જણાવેલ બધા સુકાં મસાલા ઉમેરો.લીબુ નો રસ અને લીલાં ધાણા નાખી બરાબર મિક્સ કરો.તમે આમાં ડુંગળી અને કેપ્સિકમ ઝીણું સમારેલું નાખી શકો છો.મે અહીં નાખ્યા છે.ટીકકી નું મિશ્રણ તૈયાર છે.

  7. 7

    હવે તેમાં થી ટીક્કી બનાવી લો.મેદા અને કોર્ન ફ્લોર ની સ્લરી તૈયાર કરી લો.એક ડુંગળી અને ટામેટા ની સ્લાઈસ કરી લો.

  8. 8

    હવે ટીક્કી ની સ્લરી માં ડીપ કરી બ્રેડ ક્રમ્સ માં રગદોળી લો.

  9. 9

    બધી ટીક્કી તૈયાર કરી ફ્રીજ માં અડધા કલાક સુધી મૂકી દો.હવે એક પેનમાં તેલ ગરમ કરો તેમાં ટીક્કી ને ગોલ્ડન બ્રાઉન રંગના તળીને કાઢી લો.

  10. 10

    હરીસા ડીપ માટે એક બાઉલમાં મેયોનીસ અને હરીસા પેસ્ટ નાખી હલાવી લો.તેમા ઝીણા સમારી ને લીલા ધાણા અને પેરી પેરી મસાલો નાખી બરાબર મિક્સ કરો.

  11. 11

    ટાકો મેક્સિકના તૈયાર કરવા માટે હવે એક ચોપીંગ બોર્ડ લો તેના ઉપર પરાઠા મૂકી ઉપર હરીસા ડીપ લગાવી દો.ટાકો સિઝનીંગ ભભરાવી ટીક્કી ગોઠવો.

  12. 12

    ઉપર ડુંગળી અને ટામેટા ની સ્લાઈસ મૂકી દો.ચીઝ છીણી લો.ઉપર સીઝનીગ ભભરાવી દો.

  13. 13

    ફોલ્ડ કરી લો અને તેના ઉપર બટર લગાવી દો.ઓવન ને પ્રીહીટ કરી લો.બેકિંગ ટ્રે માં મૂકી દો.૨૦૦ ડીગ્રી પર ૧૨ મિનિટ સુધી બેક્ડ કરી લો.

  14. 14

    એજ રીતે બધા તૈયાર કરી લો.તૈયાર છે ટાકો મેકસિકાના...

  15. 15

    ટાકો મેકસિકાના 😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumika Parmar
Bhumika Parmar @Bhumu1207
પર
Vadodara
I'm a house wife.. cooking is my passion...just love to cook n read so many recipe.... I'm also foody mother...
વધુ વાંચો

Similar Recipes