રોટી કોફ્તા કરી(roti kofta curry recipe in Gujarati)

Ishanee Meghani
Ishanee Meghani @cook_with_Ishanee

#માઇઇબુક #પોસ્ટ૧૯ #સુપરશેફ૧
હેલ્લો લેડિઝ, આજે હુ તમારા માટે એક ખુબ જ સ્વાદિષ્ટ પંજાબી કોફ્તા કરીની રેસીપી લઈને આવી છુ, જે પનીર કે કોઈપણ વેજીટેબલ્સ વગર ઝડપથી અને ઈઝીલી બની જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે લેફ્ટઓવર રોટલી અને ભાતમાંથી પણ એક સરસ ટેસ્ટી પંજાબી સબ્જી બની શકે છે તો તમે પણ અચુકથી ટ્રાય કરજો #પંજાબી #લેફ્ટઓવર #રોટી #ભાત #કરી #કોફ્તા

રોટી કોફ્તા કરી(roti kofta curry recipe in Gujarati)

#માઇઇબુક #પોસ્ટ૧૯ #સુપરશેફ૧
હેલ્લો લેડિઝ, આજે હુ તમારા માટે એક ખુબ જ સ્વાદિષ્ટ પંજાબી કોફ્તા કરીની રેસીપી લઈને આવી છુ, જે પનીર કે કોઈપણ વેજીટેબલ્સ વગર ઝડપથી અને ઈઝીલી બની જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે લેફ્ટઓવર રોટલી અને ભાતમાંથી પણ એક સરસ ટેસ્ટી પંજાબી સબ્જી બની શકે છે તો તમે પણ અચુકથી ટ્રાય કરજો #પંજાબી #લેફ્ટઓવર #રોટી #ભાત #કરી #કોફ્તા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
2 સર્વિંગ્સ
  1. રોટી કોફ્તા બનાવવા માટે
  2. ૩-૪ નંગ રોટલી
  3. ૧/૨ કપરાંધેલ ભાત
  4. ટેબલસ્પુન ચણાનો લોટ
  5. ટેબલસ્પુન રવો
  6. ટીસ્પુન લાલમરચુ
  7. ટીસ્પુન હળદર
  8. સ્વાદા અનુસાર મિઠું
  9. જરૂર મુજબ તેલ
  10. કોફ્તા શેલોફ્રાય કરવા માટે
  11. ટેબલસ્પુન તેલ
  12. કરી બનાવવા માટે
  13. ૧/૨ કપઝીણા સમારેલા ડુંગળી-ટામેટા
  14. ટેબલસ્પુન મગતરીના બી ની પેસ્ટ
  15. ટેબલસ્પુન ચણાનો લોટ
  16. ટીસ્પુન ગરમમસાલો
  17. ૧/૨ટીસ્પુન લાલ મરચુ
  18. ૧/૨ટીસ્પુન હળદર
  19. સ્વાદ અનુસારમિઠું
  20. જરૂર મુજબ તેલ, પાણી
  21. મગતરીના બી ની પેસ્ટ બનાવવા માટે
  22. ટેબલસ્પુન દુધ
  23. ૮-૧૦ નંગ મગતરીના બી
  24. ૪-૫ નંગ કાજુ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    એક મિક્સર જારમાં રોટલીને પીસી લો. ત્યારબાદ તેને એક બાઉલમાં લઈ તેમાં રાંધેલા ભાત, ચણાનો લોટ, રવો, લાલ મરચુ, હળદર, ધાણાજીરૂ, મીઠું અને તેલ ઉમેરી બધુ બરાબર મિક્સ કરી લો.

  2. 2

    હવે મિશ્રણના નાના ગોળા વાળી લઈ તેને શેલોફ્રાય કરી લો. તો તૈયાર છે રોટી કોફ્તા......

  3. 3

    હવે કરી બનાવવા માટે એક પેનમાં તેલ ઉમેરી તેમાં ડુંગળી-ટામેટાને ૨-૩ મિનિટ સુધી સાંતળો. પછી એક વાટકીમાં મગતરીના બીની પેસ્ટમાં ચણાનો લોટ અને થોડું પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો. (મગતરીના બી ની પેસ્ટ બનાવવા માટે એક વાટકીમાં દુધ લઈ તેમાં મગતરીના બી તેમજ કાજુ ૩૦ મિનિટ સુધી પલાળી દો, ત્યારબાદ તેને મિક્સરમાં પીસી લો.) હવે આ મિશ્રણને સબ્જીના પેનમાં ઉમેરી, ૨-૩ મિનિટ સુધી હલાવો. પછી તેમા મસાલા ઉમેરો.

  4. 4

    મિશ્રણ પેન છોડવા મંડે એટલે કરી બની ગઈ છે. તેમાં રોટી કોફ્તા ઉમેરી, બરાબર હલાવો. તો તૈયાર છે રોટી કોફ્તા કરી. તેને ગરમા-ગરમ પરાઠા કે નાન સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ishanee Meghani
Ishanee Meghani @cook_with_Ishanee
પર

ટિપ્પણીઓ

Similar Recipes