લસણયા બેંગન(lasan began in Gujarati)

Alka Parmar
Alka Parmar @Alka4parmar
Junagadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 500 ગ્રામદેશી કાળા રિંગણ
  2. 2ચમચા સિંગતેલ
  3. 2 ચમચીલસણની ચટણી
  4. 2 ચમચીલાલ મરચું પાઉડર
  5. 1 ચમચીહળદર પાઉડર
  6. 2 ચમચીધાણાજીરૂ પાઉડર
  7. 1/2 નાની ચમચીહિંગ
  8. 1 ચમચીજીરૂ
  9. મીઠું સ્વાદાનુસાર
  10. 1 નંગટમેટું
  11. 1ચમચો કોથમીર જીણી સમારેલી
  12. 1 નાની ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ રિંગણ ને સરસ રીતે ધોઈને લૂછી લેવા ત્યાર બાદ સ્લાઈસ ની જેમ સમારી લેવા

  2. 2

    એક કૂકરમાં તેલ ગરમ કરી જીરું અને હિંગ મુકીને રિંગણ વઘારી લેવા તૈયાર બાદ બધા મસાલા ઉમેરીને બરાબર મિક્સ કરીને થોડીવાર તેલમાં થવા દેવું

  3. 3

    પછી લસણની ચટણી ટમેટું અને કોથમીર નાખીને કૂકરનુ ઢાંકણ ઢાંકી ને ધીમી આંચ પર પકાવો2-3 મિનિટ માટે પાણી ની જરૂર રહેતી નથી તેલ માંજ પાકી જશે

  4. 4

    આમ તો શિયાળામાં વધારે બનતુ આ શાક અત્યારે ચોમાસામાં વરસાદ ની સિઝનમાં પણ સરસ ચટાકેદાર લાગે છે બાજરી ના રોટલા સાથે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Alka Parmar
Alka Parmar @Alka4parmar
પર
Junagadh

Similar Recipes