વેજ. આલુ ટિક્કી બર્ગર (Veg. Aloo Tikki Burger Recipe In Gujarati)

Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
Rajkot

#PS
ચટપટી રેસિપીમાં આજે મે નાના બાળકો થી લઈને મોટાઓને બધાને ભાવતા વેજ.આલુ ટિક્કી બર્ગર બનાવ્યા છે. જે એકદમ સ્પાઈસી, સોઉર, અને ચીઝ નાખવાથી સ્વીટ લાગે છે. જે ખાવાથી ચટપટી ટેસ્ટ આવે છે.

વેજ. આલુ ટિક્કી બર્ગર (Veg. Aloo Tikki Burger Recipe In Gujarati)

#PS
ચટપટી રેસિપીમાં આજે મે નાના બાળકો થી લઈને મોટાઓને બધાને ભાવતા વેજ.આલુ ટિક્કી બર્ગર બનાવ્યા છે. જે એકદમ સ્પાઈસી, સોઉર, અને ચીઝ નાખવાથી સ્વીટ લાગે છે. જે ખાવાથી ચટપટી ટેસ્ટ આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
3 વ્યક્તિ
  1. ટિક્કી માટે ઘટકો :-
  2. 300તેલ તળવા માટે
  3. 300ગ્રામ બટાકા
  4. 1કપ ગાજર સમારેલા
  5. 1કપ વટાણા ફોલેલા
  6. 2સ્પૂન કોર્નફ્લોર
  7. 2સ્પૂન આદુપેસ્ટ
  8. 2સ્પૂન લસણ પાઉડર
  9. 2સ્પૂન ડુંગળી પાઉડર
  10. 2સ્પૂન આમચૂર પાઉડર
  11. 2સ્પૂન ચાટ પાઉડર
  12. 1સ્પૂન મરી પાઉડર
  13. 2સ્પૂન ગરમ મસાલો
  14. 2સ્પૂન કાશ્મીરી મરચા પાઉડર
  15. 1સ્પૂન હળદર
  16. 2સ્પૂન ધાણાજીરું
  17. 1સ્પૂન હિંગ
  18. 2સ્પૂન મીઠું
  19. 1સ્પૂન કોથમીર સમારેલી
  20. નોંધ - 2 સ્પૂન એટલે મસાલિયા ની સ્પૂન લેવી
  21. (આ માપ માં 6 ટિક્કી બનશે)
  22. બર્ગર માટે ઘટકો :-
  23. 5નંગ બર્ગર બન
  24. 5નંગ અમૂલ ચીઝ સ્લાઈસ
  25. 1મેયોનીઝ પાઉચ નાનું
  26. 2સ્પૂન મેંદા નો લોટ
  27. 5-6નંગ ટૉસ્ટ (બ્રેડ પણ લઈ શકો.)
  28. 5સ્લાઈસ ડુંગળી
  29. 5સ્લાઈડ ટામેટા
  30. 5નંગ ચેરી
  31. 5નંગ કોબીઝનાં પાન
  32. 5સ્પૂન બટર અથવા ઘી
  33. 1/2સ્પૂન મીઠું (મેંદાની પેસ્ટ માટે)

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પહેલા બટેટાને બાફી છાલ કાઢીને મેશ કરી લો. ગાજર, વટાણા ને બાફી લો.બટેટાનો માવામાં,ગાજર, વટાણા,કોર્ન ફ્લોર,મરચું, હળદર, ધાણાજીરું,મીઠું, હિંગ, ગરમસાલો,ચાટમસાલો, ડુંગળીપાવડર, લસણપાવડર, મરીપાવડર, ચાટમસાલો, આમચૂર પાઉડર,આદુપેસ્ટ, કોથમીર બધી વસ્તુ મિક્સ કરીને એકસરખી ટિક્કી બનાવી લો. અને ફ્રિઝમાં 4 થી 5 કલાક સેટ થવા મૂકી દો.

  2. 2

    હવે મેંદાના લોટમાં મીઠું નાખી થોડું થોડું પાણી નાખી પેસ્ટ તૈયાર કરી લો. અને ટૉસ્ટને ક્રશ કરી લો. હવેગેસ ચાલુ કરી નોનસ્ટિક પેનમાં તેલ મૂકો. અને ટિક્કી ઉપર મેંદાની પેસ્ટ લગાડીને, ટૉસ્ટમાં રગદોળીને ટિક્કીને તેલમાં મીડીયમ તાપે તળી લો. આ રીતે બધી ટિક્કી તૈયાર કરી લો.

  3. 3

    હવે બર્ગરબન ને ગેસ પર લોઢી મૂકી બટર લગાવીને બન્ને સાઈડ આછા શેકી લો. અને હવે બન ને મેયોનીઝ લગાવી ઉપર કોબીઝનું પાન મૂકી ટિક્કી મૂકો, એની પર ડુંગળી, ટામેટું, અને ચીઝની સ્લાઈસ મૂકી ઉપર બીજું મેયોનીઝ વાળું બન મૂકીને બર્ગર તૈયાર કરો.ગાર્નીસ માટે ચેરી માં ટુથપીક લગાવી બર્ગર પર મૂકી દો આ રીતે બધા બર્ગર તૈયાર કરી લો..(ટુથપીક લગાવાથી બાળકોથી ખાતા ખાતા બર્ગરમાંથી ટિક્કી પડી ના જાય.)

  4. 4

    હવે આપણા બર્ગર તૈયાર છે.. ટોમેટો સોસ સાથે સર્વ કરો.. મે અહીંયા બર્ગર ને સર્વ કર્યા છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
પર
Rajkot

Similar Recipes