મગની છૂટી દાળ અને કઢી (mung chhutti dal and Kari recipe in Gujarati)માં

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31

#સુપરશેફ૧#શાક અને કરી#માઇઇબુક#પોસ્ટ ૨૩

મગની છૂટી દાળ અને કઢી (mung chhutti dal and Kari recipe in Gujarati)માં

#સુપરશેફ૧#શાક અને કરી#માઇઇબુક#પોસ્ટ ૨૩

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મીનીટ
  1. ૧૫૦ ગ્રામ મગની દાળ
  2. 1ડુંગળી
  3. 1ટમેટું
  4. 1 ચમચીઆદુ-લસણની
  5. 1ચમચો તેલ
  6. 1/2ચમચી જીરૂ
  7. પાછા મીઠા લીમડાના પાન
  8. ચપટીહિંગ
  9. 1 ચમચીમરચું
  10. 1 ચમચીધાણાજીરૂ
  11. 1/2ચમચી હળદર
  12. મીઠુ સ્વાદ મુજબ
  13. 1/2ચમચી ગરમ મસાલો
  14. 1 ચમચીલીંબુનો રસ
  15. કઢી માટે:
  16. અડધો લીટર છાસ
  17. 1લીલુ મરચું
  18. પાંચ-છ લીમડાના પાન
  19. 2લવિંગ
  20. 1/2ચમચી જીરૂ
  21. 1ચમચો ઘી વઘાર માટે
  22. ચપટીહિંગ
  23. 1 ચમચીચણાનો લોટ
  24. 1 ચમચીજેટલો ગોળ
  25. મીઠુ સ્વાદ મુજબ
  26. ગાર્નિશ માટે લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

૪૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ મગની દાળને ધોઈને અડધો કલાક પલાળી લો.

  2. 2

    હવે એક પેનમાં વઘાર માટે તેલ ગરમ થાય એટલે જીરુ લીમડાના પાન નો વઘાર કરી ચોપ કરેલી ડુંગળી એડ કરો. ડુંગળી ચઢી જાય પછી તેમ આદુ લસણની પેસ્ટ અને ટમેટૂ એડ કરો. હવે મગની દાળને બેવાર ધોઈ ને એડ કરો.

  3. 3

    હવે તેને મીઠું અને હળદર એડ કરી થોડું પાણી નાખી અને ધીમા તાપે ચડવા દો. હવે તેમાં બીજા મસાલા એડ કરી દો. પાણી બળી જાય ત્યાં સુધી ચડવા દો પાણી માપનો જ એડ કરવાનું. (અંદાજે અડધો ગ્લાસ) તૈયાર છે મગની છૂટી દાળ.

  4. 4

    ખાટી મીઠી કઢી બનાવવા માટે: છાશને એક તપેલીમાં લઈ લો તેમાં એક લીલુ મરચું અને ચણાનો લોટ એડ કરી (ગ્રાઈન્ડર થી)ક્રશ કરી લો. જેથી ચણાના લોટમાં ગઠ્ઠા ના રહે.

  5. 5

    હવે કઢી ના વઘાર માટે એક પેનમાં ઘી ગરમ થાય એટલે તેમાં જીરૂં લવિંગ લીમડાના પાન અને ચપટી હિંગ એડ કરી અને તૈયાર કરેલુ કઢી નું બેટર એડ કરો. હવે તેમાં ગોળ અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી અને ધીમા તાપે ઉકળવા દો. તૈયાર છે ખટ્ટી મીઠી કઢી.

  6. 6

    મગની દાળ અને કઢી નું કોમ્બિનેશન બહુ સરસ લાગે છે હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈ ગરમ-ગરમ રોટલી ભાત અને છાશ પાપડ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર

Similar Recipes