ભીંડા-કેપ્સીકમ ની સબ્જી :(bhinda capsicum sabji recipe in Gujarati)

khushboo doshi
khushboo doshi @flavourofplatter90
Surat

#સુપરશેફ1
આ રેસીપી ખુબજ ઇઝી અને સરળતાથી બની જતી રેસીપી છે. ભીંડા કેપ્સીકમ ને સ્ટરફ્રાય કરી લેવા.આ અેક સ્પાઇસી મસાલા થી ભરપુર ડીશ છે. આમાં કાંદા લસણ વગર ની ડીશ છે. જેથી આ ડીશ જૈન લોકો બનાવી શકે છે પણ ઘણા જૈન લોકો આદુ જરાય નથી ખાતા એ લોકો આદુ વગર બનાવી શકે છે. ભીંડા કેપ્સીકમ નુ કોમ્બીનેશન અલગ જ ટેસ્ટ તેમજ તેની સ્પાઇસી ટેસ્ટ અને ગ્રીન કલર એને એટ્રેક્ટીવ બનાવવી દે છે. તો આ અલગ કોમ્બીનેશન વાળી ભીંડા-કેપ્સીકમ ની સબ્જી ને આજે જ તમારા ઘરે બનાવો. ભીંડા-કેપ્સીકમ ની સબ્જી તમારા બાળકો તેમજ તમારા ઘર ના તમામ સભ્યો ને ખુબજ પસંદ આવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 થી 15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 200 ગ્રામ- નાના / મિડીયમ સાઇઝ ના ભીડા
  2. મિડીયમ - કેપ્સીકમ
  3. ૨ ચમચી- છીણેલુ આદુ
  4. ૧.૫ચમચી - મરચાની પેસ્ટ
  5. ૨ ચમચી- કોથમીર બારીકા સમારેલ
  6. ૧/૨ ચમચી- હળદર
  7. 3ચમચા - તેલ
  8. ૧ ચમચી- ધાણાજીરુ પાઉડર
  9. ૧/૨ ચમચી– હીંગ
  10. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

10 થી 15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક ડીશ માં ભીંડા (સુકા કટકા થી લુછી લેવા),કેપ્સીકમ(બરાબર ધોઇ લેવું),કોથમીર
    અને આદુ બધી વસ્તુ રેડી કરો..

  2. 2

    હવે ભીંડા,કેપ્સીકમ અને કોથમીર ને પિક્સ માં બતાવ્યા મુજબ લાંબી સ્ટ્રીપ માં કાપી લો.અને કોથમીર બારીક સમારી લો.

  3. 3

    હવે એક કડાઇ માં તેલ લો અને તેલ ગરમ થાય એટલે તેમાં હીંગ નાંખો, હીંગ નાખ્યા બાદ તેમાં ભીંડા અને કેપ્સીકમ કાપી ને રાખ્યા છે એ નાખી હલાવી લો.

  4. 4

    હવે તેમાં હળદર અને મીઠું નાખી હલાવી લો. અને થોડી વાર પાકવા દો.પાકવા લાગે એટલે તેમાં છીણેલું આદુ અને મરચા ની પેસ્ટ નાંખી હલાવી લો.

  5. 5

    હવે ચઢી જાય એટલે તેમાં ધાણાંજીરુ અને બારીકા સમારેલ કોથમીર નાખી હલવી લો. અને 5 થી 6 મિનીટ બાદ ગેસ બંધ કરો હવે તેને ગેસ બંધ કર્યા બાદ તેને કોથમીર વડે ગાર્નીશ કરી લો. અને ગરમા ગરમ ફુલ્કા રોટી સર્વ કરો. તો આજે જ બનાવો ભીંડા-કેપ્સીકમ ની સબ્જી.

  6. 6

    નોંધ:
    ભીંડા એકદમ ફ્રેશ લેવા અને તેમાં બી ઓછા નીકળે એવા કુણા ભીંડા પ્રીફર કરવા.
    જો તેમા બી વધુ હોયા તો સમારતી વખતે તેમાંથી બી કાઢી લેવા જેથી સબ્જી માં બી ઓછા દેખાય.
    તેમજ આમાં આદુ મરચા સરખા પ્રમાણા માં લેવાં. તેમજ તેલ નુ પ્રમાણ સરખા પ્રમાણ માં લેવા.
    સબ્જી થયા બાદ તરત જ તેને ઢાંકવી નહી. થોડી ઠંડી થાય પછી ઢાંકવી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
khushboo doshi
khushboo doshi @flavourofplatter90
પર
Surat

ટિપ્પણીઓ

Similar Recipes