ઓરીયો ચોકલેટ બિસ્કીટ કેક (Oreo choclate biscuit cake recipe in gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#વિકમીલ૨ #સ્વીટ રેસીપીસ #માઇઈબૂક #પોસ્ટ19

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 વ્યક્તિ
  1. 2ઓરીયો બિસ્કીટ ના મોટા પેકેટ (ચોકલેટ ફ્લેવર)
  2. 1/2 કપદૂધ
  3. 1 ટી.સ્પૂનબેકિંગ પાઉડર
  4. 1/3 કપખાંડ પાઉડર
  5. 1બટર પેપર
  6. 1 ચમચીબટર ટીન માં બટર પેપર પર લગાવવા માટે
  7. ગાર્નિશ માટે :
  8. 2 ચમચીચોકલેટ સીરપ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઓરીયો બિસ્કીટ ના નાના-નાના ટુકડા કરી લો તેને મિક્સર જારમાં ક્રીમની સાથે ગ્રાઈન્ડ કરી લો. બિસ્કીટ નો ભૂકો બનાવી લો. બધી સામગ્રી તૈયાર કરી લો.

  2. 2

    ગેસ ઓન કરીને કુકરને પ્રિ હિટ કરવા મૂકી દો. કુકરની સીટી અને રબર કાઢી નાખવા. જ્યાં સુધી કુકર પ્રી હીટ થાય ત્યાં સુધીમાં આપણે કેક માટેનું બેટર બનાવી લઈએ.

  3. 3

    એક બોલ માં બિસ્કીટના પાઉડર નો ભૂકો, ખાંડ પાઉડર અને બેકિંગ પાઉડર આ બધું બરાબર મિક્ષ કરી લો. હવે તેમાં થોડું-થોડું કરીને દૂધ એડ કરો અને વ્હિસ્કર થી ધીમે ધીમે હલાવો. કેક માટે બેટર નું મિકસર બરાબર હોવું જોઈએ.

  4. 4

    હવે એક ટીનમાં બટર પેપર પાથરી દો તેની પર બ્રશ થી બટર લગાવી લો અને આ બેટર ને ટીન માં સેટ કરો. ટીન ને થોડું ટેપ કરી લો પછી કૂકર નું ઢાંકણ ખોલી ને તેની અંદર ટીન ને બેક કરવા મુકો.

  5. 5

    ગેસ મિડીયમ હાઈ ફલેમ્ પર રાખવો. 30 મિનીટ પછી ચેક કરો. કેક રેડી થઈ ગઈ છે. કેક ઠંડી થાય પછી કેકને પ્લેટમાં અનમોલ્ડ કરી લો.

  6. 6

    સોફ્ટ અને સ્પોનજી કેક રેડી છે તેને ચોકલેટ સીરપ થી ગાર્નિશ કરો. તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

Similar Recipes