ડ્રાયફ્રુટ દાબેલી (Dry Fruit Dabeli Recipe In Gujarati)

Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
Vadodara
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30_મીનિટ
2 વ્યકિત માટે
  1. 4 નંગપાઉં
  2. 1 વાટકીમસાલા શીંગ
  3. 1 વાટકીમસાલા ચણાદાળ
  4. 1 વાટકીઝીણી સેવ
  5. 4 નંગડુંગળી
  6. જરૂર મુજબ કોથમીર
  7. મસાલા માટે*
  8. 8-10 નંગબાફેલા બટેટા
  9. 2પાવડા તેલ
  10. 3 ચમચીમરચુ પાઉડર
  11. 2 ચમચીગરમમસાલો
  12. 1 ચમચીધાણાજીરૂ
  13. સ્વાદઅનુસારમીઠું
  14. 8-10 નંગકાજુ દળેલા
  15. 2 ચમચીખાંડ
  16. 1/2લીબું
  17. જરૂર મુજબ કોથમીર
  18. જરૂર મુજબ સેકવા માટે તેલ
  19. ગાર્નિશીંગ માટે*
  20. જરૂર મુજબ કાજુ
  21. જરૂર મુજબ કિસમીસ

રાંધવાની સૂચનાઓ

30_મીનિટ
  1. 1

    સૌ પ્રથમ બટેટા બાફી લો અને તેને સ્મેશ કરી લો

  2. 2

    ત્યારબાદ કાજુ ને મીકસર ના ઝાર માં લો અને તેને પીસી લો

  3. 3

    ત્યારબાદ એક કડાઈ તેલ મુકો અને તેલ ગરમ થાય એટલે ચપટી હીંગ નાખો પછી તેમા બટેટા નો છુંદો નાખી દો ત્યારબાદ તેમા મરચુ,સ્વાદઅનુસાર મીઠું,ખાંડ,લીબું કાજુ નો ભુકો નાખી દો અને ચમચા વડે હલાવો અને થોડીવાર ગેસ પર બધા જ મસાલા ચડવા દો

  4. 4

    આ રીતે મસાલો તૈયાર કરો અને ઉપર થી કોથમીર છાટો અને ગરમમસાલો નાખી હલાવો અને પછી ઠરવા દો

  5. 5

    ત્યારબાદ પાઉં માં ચાકા વડે વચ્ચે થી કટ કરો

  6. 6

    ત્યારબાદ તેેમાં ખજુર અબંલી નો રસો ચોપડો અને પાઉં મા ચમચી વડે મસાલો ભરો

  7. 7

    ત્યારબાદ લોઢી માં થોડુ તેલ લગાવો અને પાઉં ને સેકી લો બંને બાજુ જરૂર મુજબ તેલ લગાવી ને કડક બ્રાઉન સેકો

  8. 8

    ચારેય બાજુ ફોટા માં બતાવેલ મુજબ સેકી લો

  9. 9

    પછી તેેમાં ડુંગળી,સેવ,મસાલાદાળ,ને મસાલા શીંગ નાખો અને થોડી ખજુર આબંલી ની ચટણી નાખો

  10. 10

    તૈયાર છે ડ્રાયફ્રુટ દાબેલી અને તેને એક પ્લેટ માં સર્વ કરો કાજુ & કિસમીસ થી ગાર્નિશીંગ કરો સાથે ખજુર આબંલી ની ચટણી,ડુંગળી,સેવ,મસાલાદાળ,મસાલાશીંગ અલગ-અલગ વાટકી માં સર્વ કરો

  11. 11
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
પર
Vadodara

Similar Recipes