મીકસ લોટ ની કેક(mix lot cake recipe in Gujarati)

Mamta Kachhadiya
Mamta Kachhadiya @cook_23975569

#સુપરશેફ2
આ એક ખૂબ હેલ્ધી કેક છે.કારણ કે આ કેક માં મેંદો,ખાંડ જેવી નુકસાન કારક વસ્તુ ઓ નો ઉપયોગ નથી કર્યો,ડાયાબીટીસ વાળા લોકો આ કેક કોઈ નુકસાન વગર ખાઈ શકશે.મારી જાતે જ મે આ કેક ક્રીએટ કરેલી છે. બર્થડે સેલિબ્રેશન કે કોઈ બીજા પ્રસંગે આ કેક બનાવી શકો છો.

મીકસ લોટ ની કેક(mix lot cake recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#સુપરશેફ2
આ એક ખૂબ હેલ્ધી કેક છે.કારણ કે આ કેક માં મેંદો,ખાંડ જેવી નુકસાન કારક વસ્તુ ઓ નો ઉપયોગ નથી કર્યો,ડાયાબીટીસ વાળા લોકો આ કેક કોઈ નુકસાન વગર ખાઈ શકશે.મારી જાતે જ મે આ કેક ક્રીએટ કરેલી છે. બર્થડે સેલિબ્રેશન કે કોઈ બીજા પ્રસંગે આ કેક બનાવી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4-5 સર્વિંગ્સ
  1. 3ટે.ચમચી બાજરી નો લોટ
  2. 3ટે.ચમચી રાગી નો લોટ
  3. 3ટે. ચમચી જુવાર નો લોટ
  4. 3ટે.ચમચી ચણાં નો લોટ
  5. 1ટે.ચમચી ઘઉં નો લોટ
  6. 20no. ખજૂર
  7. 1/2 કપદૂધ ખજૂર પલાળવા માટે
  8. 1/4 કપતેલ (કોઈ સુગંધ વગર નું)
  9. 2ટે. ચમચી કોકો પાઉડર
  10. 1 ટી.સ્પૂનલીંબુ નો રસ
  11. 1/2 ટી.સ્પૂનવેનીલાં એસેન્સ
  12. 1 ટી.સ્પૂનબેકિંગ પાઉડર
  13. 1/2 ટી.સ્પૂનબેકિંગ સોડા
  14. દૂધ જરુર મુજબ (કેક નું ખીરુ બનાવા માટે)
  15. 2ટે.ચમચી કીશમીશ
  16. 2ટે.ચમચી ટૂટીફ્રુટી
  17. 1/4 કપકાજુ, બદામ, અખરોટ ના નાના ટુકડા
  18. 15-20સંતરા ની ચીરી
  19. 5-6સ્ટ્રોબેરી
  20. 2ટે.ચમચી ચોકલેટ સ્પ્રેડ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ ખજૂર ના ટુકડા કરી અડધો કપ દૂધ(થોડું ગરમ) માં પલાળી રાખો.અડધો કલાક પછી ખજૂર ને ક્રશ કરો લો.

  2. 2

    એક બાઉલ માં બધા લોટ લઈ
    લો,તેમા ખજૂર દૂધ વાયુ મિશ્રણ તેમજ બાકી ની બધી જ વસ્તુ ઓ(સંતરા,સ્ટ્રોબેરી સિવાય ની)નાખી ને મીકસ કરો,જરૂરિયાત મુજબ દૂધ નાખી ને કેક નું બેટર તૈયાર કરો.

  3. 3

    કીશમીશ ધોઈ કોરી કરી બાકી ના ડ્રાય ફ્રૂટસ મીકસ કરી તે પણ નાખો.કેક ના મોલ્ડ માં ઘી લગાવી કોરો લોટ છાંટી તેમાં કેક નું બેટર નાખી દો,અને પ્રિહીટેડ ઓવન માં20-25 મિનિટ માટે બેક કરો.

  4. 4

    કેક ઠંડી થયા પછી વચ્ચે થી બે ભાગ કરો,એક ભાગ માં ચોકલેટ સ્પ્રે લગાવી બીજો ભાગ ઉપર મૂકી દો તેના પર સંતરા ની ચીરી અને સ્ટ્રોબેરી થી સજાવો.

  5. 5

    ફ્રુટસ તમને ગમતા લઈ શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mamta Kachhadiya
Mamta Kachhadiya @cook_23975569
પર

Similar Recipes