મીઠા પુડલા

Sonal Modha
Sonal Modha @sonalmodha

Week2
#ATW2
#TheChefStory
સપ્ટેમ્બર સુપર રેસીપ
#SSR : મીઠા પુડલા
અમારી બાજુ વરસાદની સિઝનમાં જ્યારે ખેડૂતો વાવણી ચાલુ કરે તે દિવસે ઘરમાં મીઠા પુડલા બનાવીએ છીએ તો આજે મેં મીઠા પુડલા બનાવ્યાવ ( માલ પુઆ પણ કહેવાય ) અત્યારની જનરેશનમાં છોકરાઓના પેનકેક એ આપણા ટાઈમના મીઠા પુડલા.

મીઠા પુડલા

Week2
#ATW2
#TheChefStory
સપ્ટેમ્બર સુપર રેસીપ
#SSR : મીઠા પુડલા
અમારી બાજુ વરસાદની સિઝનમાં જ્યારે ખેડૂતો વાવણી ચાલુ કરે તે દિવસે ઘરમાં મીઠા પુડલા બનાવીએ છીએ તો આજે મેં મીઠા પુડલા બનાવ્યાવ ( માલ પુઆ પણ કહેવાય ) અત્યારની જનરેશનમાં છોકરાઓના પેનકેક એ આપણા ટાઈમના મીઠા પુડલા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
ત્રણ વ્યક્તિ
  1. 1બાઉલ ઘઉંનો લોટ
  2. 2-3 ચમચીસોજી
  3. 1/2 કપ ગોળ (જરૂર મુજબ)
  4. જરૂર મુજબ પાણી
  5. 2-3 ટેબલ સ્પૂનતેલ
  6. જરૂર મુજબ ઘી
  7. 1 કપછાશ
  8. 1 ચપટીપાપડખાર
  9. 1/2 ટીસ્પૂન વરિયાળી નો પાઉડર
  10. 1 ચપટીઇલાયચી પાઉડર
  11. મિક્સ ડ્રાયફ્રુટ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક તપેલીમાં પાણી ગરમ મૂકી તેમાં ગોળ ઓગાળી પાણીને ઠંડુ કરી લેવું

  2. 2

    ઘઉંના લોટને ચાળી લેવો ત્યાર બાદ ગોળવાળા પાણીમાં ઘઉંનો લોટ સોજી નાખીને મિક્સ કરી લેવું હવે તેમાં છાશ અને તેલ નાખી મિક્સ કરી લેવુ.

  3. 3

    છાશ નાખીને મિક્સ કરી લેવું અને પુડલા માટે નુ બેટર તૈયાર કરી લેવુ. બેટર ને બે થી ત્રણ કલાક પહેલા બનાવી ને રાખી દેવુ.પાપડ ખાર પુડલા બનાવતી વખતે નાખી મિક્સ કરી લેવુ.

  4. 4

    નોનસ્ટીક પેન ગરમ કરવા મૂકવી તેમાં તેલ લગાવી ભીના નેપકીન થી પેન લૂંછી લેવી. હવે કડછી ની મદદથી બેટર સ્પ્રેડ કરી દેવુ ઉપર ઘી નાખી પુડલા ને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લેવા

  5. 5

    એ રીતે બધા પુડલા તૈયાર કરી લેવા

  6. 6

    સર્વિંગ પ્લેટમાં રાખી ઉપર વરિયાળી નો ભૂકો ઇલાયચી પાઉડર અને ડ્રાયફ્રૂટની કતરણ નાખી ગાર્નિશ કરી ગરમ ગરમ પુડલા સર્વ કરવા.

  7. 7

    તો તૈયાર છે
    મીઠા પુડલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

Similar Recipes