પનીર વેજ.મન્ચુરીયન(paneer veg manchurian recipe in gujarati (

#સુપરશેફ3
#મોન્સુન સ્પેશિયલ
પનીર આપણા શરીર માં એક શક્તિ અને કેલ્શિયમ પુરૂ પાડે છે હર વખત એક ને એક વસ્તુ ઓછી ગમે છે તેમાં થોડા ફેરફાર કરી ને થોડું નવું કરીએ તો બધાને મજા આવે એમાં પણ જો એકદમ વરસાદ વરસતો હોય અને કંઈક ગરમા-ગરમ સ્પાઈસી ડિશ મળી જાય તો મોજ પડી જાય 😋😋એટલા માટે આજ હું તમારા માટે એક નવી જ પનીર ની રેસિપી લઈને આવી છું પનીર વેજ મન્ચુરિયન

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પનીર ના પીસ કરી લો હવે એક તપેલામાં મેંદો અને કોનફલોર લઈ તેમાં નમક અને બધા સોસ ઉમેરીનેે પછી તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી ને સ્લરી તૈયાર કરવી આ સ્લરી ભજીયા ના લોટ જેવી રાખવી
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું પછી આ તૈયાર કરેલી સ્લરીમા પનીર બોળીને તેલમાં તળી લો
- 3
હવે બધા વેજીટેબલને ઝીણા સમારેલી લો
- 4
હવે એક કડાઈમાં તેલ લઇ તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકો પછી તેમાં ચપટી હિંગ નાખીને તેમાં આદુ મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરવી પછી તેમાં ડુંગળી ઉમેરીને સહેજ પકાવો પછી તેમાં કોબીજ ગાજર ઉમેરીનેે પકાવો પછી છેલ્લે કેપ્સિકમ અને ટામેટાં ઉમેરો પછી તેમાં સોયા સોસ ચિલી સોસ અને કેચઅપ નાંખીને તેમાં મરી પાઉડર ને નમક ઉમેરો
- 5
હવે એક વાટકીમાં કૉનફલોર લઈ તેમાં થોડું પાણી ઉમેરી ને સ્લરી તૈયાર કરી લો પછી તેને આ ગ્રેવી માં નાખી ને પકાવો
- 6
પછી તેમાં આ તળેલા પનીરને ઉમેરો અને પકાવો પછી તેમાં કોથમીર નાખીને ગેસ બંધ કરીને ગરમા ગરમ સર્વ કરો તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવા પનીર વેજ મન્ચુરિયન
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (3)