પિઝા પોકેટ (Pizza pocket recipe in Gujarati)

Charmi Tank
Charmi Tank @cook_20641216
Junagadh

#માઇઇબુક પિત્ઝા નું નામ આવે એટલે બધા ના મોં માં પાણી આવે .😉
તો આજે મે પિત્ઝા ના જુડવા ભાઈ કહી શકાય એવા પિત્ઝા પોકેટ બનાવ્યા છે.😉😅

પિઝા પોકેટ (Pizza pocket recipe in Gujarati)

#માઇઇબુક પિત્ઝા નું નામ આવે એટલે બધા ના મોં માં પાણી આવે .😉
તો આજે મે પિત્ઝા ના જુડવા ભાઈ કહી શકાય એવા પિત્ઝા પોકેટ બનાવ્યા છે.😉😅

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 8,9બ્રેડ સ્લાઈસ
  2. 3ઝીણી સમારેલી ડુંગળી
  3. 1ઝીણું સમારેલું કેપ્સિકમ
  4. 1/2 ઝીણું સમારેલું ગાજર
  5. 1 કપબાફેલી મકાઈ ના દાણા
  6. 10,12ઝીણા સમારેલાઓલિવ
  7. 56 કળી લસણ
  8. ચીઝ
  9. 2 ચમચીટમેટો કેચઅપ
  10. 1 ચમચીસેઝવાન સોસ
  11. 1/2ચમચી ઓરેગાનો
  12. 1 ચમચીબટર
  13. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બ્રેડ સ્લાઈસ ની કિનારી કટ કરી લેવી અને બ્રેડ ને વેલણ થી ચપટી કરી લેવી.

  2. 2

    સ્ટફિંગ માટે એક પેન માં બટર લો.તેમાં ડુંગળી અને લસણ સાંતળી લેવું. ત્યારબાદ તેમાં ગાજર, કેપ્સીકમ અને મકાઈ માં દાણા એડ કરી દો.

  3. 3

    તેમાં ટમેટો કેચઅપ, સેઝવાન સોસ,મીઠું,ઓરેગાનો એડ કરી દો. સ્ટફિંગ ને 1/2 જ પાકવા દેવું. ત્યારબાદ તેને ઠંડુ કરી દો.

  4. 4

    ઠંડુ થઈ જાય એટલે તેમાં ઓલિવસ અને છીનેલું ચીઝ એડ કરી દો અને બરાબર મિક્સ કરી લો.

  5. 5

    ત્યારબાદ બ્રેડ ની બધું કિનારી પર થોડું થોડું પાણી લગાવી દો અને વચે સ્ટફિંગ ભરી દો. કિનારી પાણી વાળી હશે તો બ્રેડ બરાબર ચોંટી જશે. ત્યાર બાદ તેને તમે બટર માં શેકી શકો છો. અને તેલ મા તળી પણ શકો છો.

  6. 6

    ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પાકવા દેવું અને ટામેટાં કેચઅપ સાથે સર્વ કરવું.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Charmi Tank
Charmi Tank @cook_20641216
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes