ક્રિસ્પી વર્મીસેલી પિઝા પોકેટ | crispy vermicelli Pizza pocket (સ્ટીમ-ફ્રાઇડ રેસિપી)

Rinkal’s Kitchen
Rinkal’s Kitchen @Rinkalskitchen
Ahmedabad

મેં આજે વધેલી રોટલી માંથી પિઝા પોકેટ બનાવ્યા છે .બહુ જ ટેસ્ટી લાગશે અને વરસાદમાં ખાવાની મજા પડી જશે.
#માઇઇબુક
#વિકમીલ૩

ક્રિસ્પી વર્મીસેલી પિઝા પોકેટ | crispy vermicelli Pizza pocket (સ્ટીમ-ફ્રાઇડ રેસિપી)

2 કમેન્ટ્સ કરેલ છે

મેં આજે વધેલી રોટલી માંથી પિઝા પોકેટ બનાવ્યા છે .બહુ જ ટેસ્ટી લાગશે અને વરસાદમાં ખાવાની મજા પડી જશે.
#માઇઇબુક
#વિકમીલ૩

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
  1. ૨ નંગવધેલી રોટલી
  2. ૨ કપચીઝ
  3. ૧/૨ કપકાપેલી ડુંગળી
  4. ૧/૨ કપકાપેલા કેપ્સીકમ
  5. ૧/૨ કપબાફેલી મકાઈ
  6. ૧ ચમચીમરી પાઉડર
  7. ૧/૨ ચમચીચીલી ફ્લેક્સ
  8. ૧/૨ ચમચીમિક્સ હર્બ્સ
  9. ૧ કપમેંદો
  10. મીઠું સ્વાદાનુસાર
  11. પાણી જરુર મુજબ
  12. તેલ તળવા માટે
  13. કોથમીર (ઓપ્સનલ)

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ડુંગળી કાપેલી કેપ્સીકમ કાપેલા અને બાફેલી મકાઈ લો.

  2. 2

    હવે એમાં બે મોટા કપ ચીઝ ઉમેરો. એમાં થોડી કોથમીર અને ચીલી ફ્લેક્સ ઉમેરો.

  3. 3

    હવે મિક્સ હર્બ્સ અને ૧/૨ ચમચી મરી પાઉડર ઉમેરો અને બધું બરાબર મિક્સ કરી લો.

  4. 4

    આપણું ચીઝનું મિશ્રણ રેડી છે. હવે એક બીજા બાઉલમાં ૧ કપ મેંદો એમાં થોડું મીઠું નાખો.

  5. 5

    1/2ચમચી મરી પાઉડર નાખો અને થોડું પાણી નાખી પાતળુ ખીરું તૈયાર કરી લો.

  6. 6

    હવે વધેલી રોટલી ને આ રીતે બે ભાગમાં કાપી લો. હવે એક ભાગમાં આપણે જે ચીઝનું મિશ્રણ તૈયાર કર્યું છે જે ૧ ટેબલસ્પૂન જેટલુ ઉમેરો.

  7. 7

    હવે મેદાન નું ખીરું બનાવ્યું એ ચારે બાજુ લગાવી દો. હવે આ રીતે રોટલી ને રોલ કરી લો અને એક પોકેટ તૈયાર કરો.

  8. 8

    આપણું રોટલીનુ પોકેટ તૈયાર છે હવે એની બંને બાજુ દબાવીને પેક કરી લઇશું કે આપણું મિશ્રણ છે એ બહાર ના આવે.

  9. 9

    મે બે રોટલી માંથી ચાર પોકેટ તૈયાર કર્યા છે હવે એને આપણે ફ્રાય કરીશું. તો હવે એને આપણે પહેલા મેદા ના ખીરામાં ડૂબાડી શું ને પછી વર્મીસેલી સેવ મા ડીપ કરીશું.

  10. 10

    હવે આ પોકેટ ને મધ્યમ આંચ પર બંને સાઈડ તળી લઈશું.

  11. 11

    આપણા ગરમાગરમ વર્મીસેલી પીઝા પોકેટ તૈયાર છે સર્વ કરવા માટે એને ટોમેટો કેચપ સાથે સર્વ કરી શકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rinkal’s Kitchen
Rinkal’s Kitchen @Rinkalskitchen
પર
Ahmedabad
Youtuberhttps://m.youtube.com/c/Rinkalskitchen
વધુ વાંચો

Similar Recipes