પીઝા પાણીપુરી (Pizza Panipuri Recipe In Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29

#GA4
#Week26
પાણીપુરી નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોંમાં પાણી આવી જાય.એમાં પણ જો અલગ અલગ ફ્લેવર મા જો મળે તો તો મજા જ આવી જાય .આજે મે અહીં આ રેસિપી મા પાણીપુરી ના સ્ટફિંગ મા પીઝા નું સ્ટફિંગ લીધું છે જે ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.

પીઝા પાણીપુરી (Pizza Panipuri Recipe In Gujarati)

#GA4
#Week26
પાણીપુરી નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોંમાં પાણી આવી જાય.એમાં પણ જો અલગ અલગ ફ્લેવર મા જો મળે તો તો મજા જ આવી જાય .આજે મે અહીં આ રેસિપી મા પાણીપુરી ના સ્ટફિંગ મા પીઝા નું સ્ટફિંગ લીધું છે જે ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ લોકો માટે
  1. સ્ટફિંગ માટે
  2. ૧/૪ કપમકાઈ ના દાણા
  3. ૧/૪ કપડુંગળી સમારેલી
  4. ૧/૪ કપકેપ્સીકમ ઝીણું સમારેલું
  5. ૨ ચમચીપીઝા સોસ(મે હોમ મેડ લીધો છે)
  6. ૧/૨ ટી સ્પૂનચીલી ફ્લેક્સ
  7. ૧/૨ ટી સ્પૂનઓરેગાનો
  8. ૧/૪ ટી સ્પૂનઇટાલિયન સિઝનિંગ(ઓપ્શનલ)
  9. ૧ ચમચીટોમેટો કેચઅપ
  10. ૨ ચમચીચીઝ કોઈ પણ
  11. ૨ ચમચીતેલ
  12. ૧૦ નંગ પાણીપુરી ની પૂરી
  13. ઉપર નાખવા માટે ચીઝ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૈા પ્રથમ સ્ટફિંગ માટે એક કડાઈ ગેસ પર ગરમ કરવા મૂકો.તેમાં તેલ ગરમ કરો.તેલ ગરમ થાય એટલે તેમાં મકાઈ,ડુંગળી અને કેપ્સીકમ ઉમેરો.હવે હલાવી ને થોડી વાર સાંતળી લો.ત્યાર બાદ તેમાં પીઝા સોસ,ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને ઇટાલિયન સિઝનીંગ નાખી ને હલાવી લો.

  2. 2

    ત્યાર બાદ તેને મિક્સ કરી ને તેમાં ચીઝ ખમણી લો અને સરખું મિક્સ કરી લો.આ રીતે સ્ટફિંગ તૈયાર કરી લો.

  3. 3

    ત્યાર બાદ પાણીપુરી લો અને તેમાં વચ્ચે કાણા પાડી લો.ત્યાર બાદ તેમાં થોડું ઠંડું થયેલું સ્ટફિંગ ચમચી ની મદદ થી ભરી લો.તેની ઉપર ચીઝ છીણી લો.

  4. 4

    ત્યાર બાદ એક નોનસ્ટિક પેન લો અને તેને ધીમા તાપે ગરમ કરો.ત્યાર બાદ તેમાં તૈયાર કરેલી પૂરી તેમાં ગોઠવી દો.ત્યાર બાદ તેને એક પ્લેટ થી ઢાંકી દો અને ૨-૩ મિનિટ રહેવા દો એટલે ચીઝ ઓગળી જાય.

  5. 5

    ચીઝ ઓગળે એટલે તેને એક પ્લેટ માં લઇ લો અને ઉપર થી પાછું થોડું ચીઝ છીણી લો.તેની ઉપર થોડા ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છાંટો.

  6. 6

    તો તૈયાર છે એકદમ ટેમ્પિગ અને હોટ ફેવરિટ એવી પીઝા પાણીપુરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

Similar Recipes