ક્રિસ્પી આલું ટોકરી ચાટ(Crispy Aloo Tokri Chaat recipe in Gujarati)

Bhavana Ramparia
Bhavana Ramparia @cook_23279888
મુંબઈ

#weeklycontest
#Aloo
બટેટાં એક એવી વસ્તુ છે કે આપડે લગભગ ઘણી બધી વસ્તુ મા ઉપયોગ કરતા હોઈ એ છીએ. આજે આપડે એની એક અલગ રીતે ઉપયોગ કરીને ચાટ બનાવીએ. આમાં થોડી મેહનત તો છે. પણ રિઝલ્ટ એટલુજ સરસ મળે છે. અને ખાવામાં તો બહુજ ક્રિસ્પી અને ક્રનચી લાગે છે. તો ચાલો આપણે આજે બનાવીએ ક્રિસ્પી આલું ટોકરી ચાટ.

ક્રિસ્પી આલું ટોકરી ચાટ(Crispy Aloo Tokri Chaat recipe in Gujarati)

#weeklycontest
#Aloo
બટેટાં એક એવી વસ્તુ છે કે આપડે લગભગ ઘણી બધી વસ્તુ મા ઉપયોગ કરતા હોઈ એ છીએ. આજે આપડે એની એક અલગ રીતે ઉપયોગ કરીને ચાટ બનાવીએ. આમાં થોડી મેહનત તો છે. પણ રિઝલ્ટ એટલુજ સરસ મળે છે. અને ખાવામાં તો બહુજ ક્રિસ્પી અને ક્રનચી લાગે છે. તો ચાલો આપણે આજે બનાવીએ ક્રિસ્પી આલું ટોકરી ચાટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ટોકરી બનાવવા માટે:
  2. બટેટાં
  3. ૩ ચમચીકોર્ન ફ્લોર
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ચાટ નું સ્ટફિંગ માટે ની સામગ્રી:
  6. ૨/૩ ચમચી બાફેલા કાબૂલી ચણા
  7. ૨/૩ ચમચી બાફેલા મગ
  8. 1બાફેલું બટેકુ ઝીણું સમારેલું
  9. 1નાનો કાંદો બારીક સમારેલો
  10. 1નાનો ટામેટું બારીક સમારેલું
  11. લીલા ધાણા બારીક સમારેલા
  12. ઝીણી સેવ
  13. તીખી ચટણી
  14. મીઠી ચટણી
  15. ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટેટાં ની છાલ કાઢી અને છીની લો. ૨/૩ વખત એને પાણી થી ધોઈ લો. પછી એક કોરા કપડાં ઉપર થોડી વાર એનું પાણી નીકળે ત્યાં સુધી રાખો. પછી એમાં કોર્ન ફ્લોર અને મીઠું ઉમેરી ટોકરી બનવાની શરૂ કરો.

  2. 2

    એક કડાઈ લો. અને તળેલા પૌવા નો ચેવડો બનાવવાનો ઝારો એમને કડાઈ મા ડૂબે એવો લેવો. હવે કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો. પછી આ ઝારા મા બટેટાં ની છીણ ફરતી મૂકતા જાઓ. એના ઉપર એક બાઉલ મૂકો જેથી બટેટાં ની છીણ ભેગી નાં થઈ જાય તરતાં વખતે. હવે તેલ મા તળી લો. બધી ટોકરી આ રીતે રેડી કરી લો.

  3. 3

    હવે એક બાઉલ મા ઝીણા સમારેલા કાંદા, બટેટાં, ટામેટા, બાફેલા કાબુલી ચણા, બાફેલા મગ બધું મિક્સ કરો.

  4. 4

    હવે ટોકરી લઇ એમાં આ ચાટ નું સ્ટફિંગ નાખો. એના ઉપર તીખી મીઠી ચટણી નાખો. ચાટ મસાલો નાખી એના ઉપર ઝીણી સેવ અને લીલા ધાણા નાખી ખાઓ.

  5. 5

    તો તૈયાર છે આપડી ક્રિસ્પી આલું ટોકરી ચાટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavana Ramparia
Bhavana Ramparia @cook_23279888
પર
મુંબઈ
મને રસોઈ બનાવવી બહુ ગમે. અને હું વર્કિંગ વુમન છું. એટલે હુ બને ત્યા સુધી ઘરે હોઉં ત્યારે નવી વરાયટી બનાવી ખવડાવવા ની ટ્રાય કરું.
વધુ વાંચો

Similar Recipes