દહીંવડા,દહીં ભલ્લા

Payal Prit Naik
Payal Prit Naik @palu_nk

ડીનર,નાસ્તો બંને માટે બેસ્ટ ઓપ્શન,
ચોમાસામાં ખવાય એવી ચટપટી વાનગી

દહીંવડા,દહીં ભલ્લા

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

ડીનર,નાસ્તો બંને માટે બેસ્ટ ઓપ્શન,
ચોમાસામાં ખવાય એવી ચટપટી વાનગી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
4 વ્યક્તિ
  1. 1કપ અડદ ની દાળ
  2. 3કપ પાણી
  3. મોળુ દહીં
  4. દળેલી/ આખી ખાંડ
  5. ખજૂર-આંબલી ની ગળી ચટણી
  6. ચાટ મસાલો
  7. મીઠુ
  8. લાલ મરચાં પાઉડર
  9. ઝીણા સમારેલા લીલા ધાણા
  10. તેલ
  11. બેકિંગ સોડા

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    અડદની દાળને બરાબર ધોઈ 4-5 કલાક માટે બોળવું. 5 કલાક પછી વધારાનું પાણી નિતારી મિક્ષરમાં પીસી લેવું.બહું ઝીણુ પીસવુ નહીં.તેમજ પીસતી વખતે બહુ પાણી લેવુ નહી.બને એટલુ સુકૂ રાખવુ

  2. 2

    તેમાં 2 tbsp તેલ અને 1/4 ચમચી બેકિંગ સોડા નાખી બરાબર હલાવી મિશ્રણ ઢાકી દેવુ

  3. 3

    4-5 કલાક બાદ વડા તરી લેવું.વડા તરવા પહેલા મિશ્રણમાં 2 ચમચી ગરમ તેલ નાખવુ.તેમજ થોડુ મીઠુ ઉમેરવું.એનાથી વડા એકદમ સરસ થશે.

  4. 4

    તરેલા વડા ને ગરમ પાણીમા નાખવુ.15-20 મિનીટ બાદ વડા ને દબાવી વધારાનુ પાણી કાઢી લેવુ

  5. 5

    દહીં માં ખાંડ નાખી જરૂર મુજબ ગળ્યુ દહીં તૈયાર કરવુ.દહીં ને વધારે ટેસ્ટી બનાવવા તેમાં આદુ તેમજ લીલા મરચાને ઝીણા સમારીને નાખી શકાય.જો તમે એવુ દહીં બનાવતા હો તો 2-3 કલાક પહેલાથી બનાવી લેવુ.

  6. 6

    સવૅ કરવા માટે : બાઉલમાં 4 વડા લઇ તેના પર ગળ્યુ દહીં,ખજૂર આંબલી ની ચટણી,મીઠુ,લાલ મરચુ,ચાટ મસાલો નાખી ધાણા નાખી સર્વ કરવું

  7. 7

    આ દહીવડામાં સમારેલા કાંદા- ટામેટા,સેવ,દાડમ ના દાણા,અને ફણગાવી બાફેલા મગ-ચણા,મિક્ષ ચવાણુ નાખવાથી દહીં ભલ્લા બનશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Prit Naik
પર

ટિપ્પણીઓ

Similar Recipes