પિસ્તા ફિરની (Pista phirni recipe in Gujarati)

પિસ્તા ફિરની (Pista phirni recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખાને ધોઈને 1કલાક માટે પાણીમાં પલાળી રાખવા. ચોખા પલળી જાય એટલે એને મિક્સર જારમાં 2 ટેબલસ્પૂન દૂધ સાથે કરકરા વાટી લેવા.
- 2
એક વાસણમાં દૂધ ગરમ કરવા મૂકવું. એક ઊભરો આવે એટલે ગેસ ધીરો કરી તેને 10 મિનિટ સુધી ગરમ થવા દેવું. હવે એમાં વાટેલા ચોખાની પેસ્ટ ધીરે ધીરે ઉમેરવી અને સતત હલાવતા રહેવું. ચોખાની પેસ્ટ ના ગઠ્ઠા ના પડી જાય એ ખાસ ધ્યાન રાખવાનું છે. ધીમા તાપે 15 મિનીટ સુધી પકાવો.
- 3
પિસ્તાને અડધો કલાક ગરમ પાણીમાં બોળી રાખી ને એની પેસ્ટ તૈયાર કરી લેવી.
- 4
ચોખા ચઢી જાય એટલે તેમાં ખાંડ, કેસર અને પિસ્તા ની પેસ્ટ ઉમેરી દેવી. ગેસ ધીમો કરીને બીજી 20 મિનિટ સુધી પકાવવું. હવે ફીરની થોડી જાડી થઈ જશે. એ વાતનું ધ્યાન રાખવું કે ઠંડી થયા પછી વધારે જાડી થશે. લીલા કલર ના બે ટીપાં નાખીને બરાબર હલાવીને મિક્સ કરી લેવું અને ગેસ બંધ કરી દેવો.
- 5
ફિરનીને રૂમ ટેમ્પરેચર પર ઠંડી થવા દેવી. ત્યારબાદ એક વાસણમાં કાઢી ને ફ્રિજમાં ઠંડી થવા માટે મૂકવી. અલગ-અલગ સર્વિંગ બાઉલમાં પણ સેટ કરી શકાય. ઠંડી ફિરની પિસ્તાંની કતરણથી સજાવીને સર્વ કરવી.
Similar Recipes
-
-
પિસ્તા ખીર (pista Kheer recipe in gujarati)
#mrPost3ભાદરવા મહિના ના શ્રાદ્ધ ના દિવસો ચાલી રહયા છે. આપણા પૂર્વજો ને અર્પણ કરવા માટે ખીર અને દૂધપાક બનાવીએ છીએ. ખીર અને દૂધપાક માં દૂધ, ખાંડ અને ચોખા નો ઉપયોગ થાય છે. અહીં મે પિસ્તા ખીર ની રેસિપી શેર કરી છે. જેમાં કેસર ઇલાયચી પાવડર, જાયફળ પાવડર અને ડ્રાયફ્રુટ ની કતરણ નો ઉપયોગ કર્યો છે. પિસ્તા ની ખીર માં નેચરલ લીલો કલર લાવવા માટે પિસ્તા ના પાવડર નો ઉપયોગ કર્યો છે. જેથી ખીર ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
મેંગો ફિરની (Mango Phirni Recipe In Gujarati)
મેંગો ફિરની ને એક ડેઝર્ટ માં લઈ શકાય છે.મેંગો ફિરની ઠંડી સરસ લાગે છે. મેંગો ફિરની બનાવતા વાર લાગતી નથી .મહેમાન આવવા નું હોય તો જલ્દીથી આ મેંગો ફિરની બનાવી ને ફ્રીઝ માં મૂકી તેમને સર્વ કરાય છે. Jayshree Doshi -
મેંગો ફિરની (Mango Firni recipe in gujarati)
#કૈરીમેંગો ફિરની એ ભારતીય રેસીપી છે.જે દૂધ,ચોખા,કેરી,ખાંડ માંથી બનેલ સ્વાદિષ્ટ ક્રીમી ઉનાળા ની ડેઝર્ટ રેસીપી છે.જેમાં ઈલાયચી,સૂકામેવા નાંખી વધારે સ્વાદિષ્ટ બનાવી છે.આ રેસિપી ને ઠંડી પિરસવા માં આવે છે. મેંગો ફિરની ને તાજા કેરી ના ટુકડા નાંખી પિરસવા માં આવી છે. Rani Soni -
કેસર ફિરની ખીર (Saffron phirni kheer recipe in Gujarati)
#GA4#Week8#milkફિરની એટલે ચોખાને પલાળી , પીસી ઝીણી પેસ્ટ બનાવી પછી તેને દૂધમાં ઉકાળી બનાવેલું ડેઝર્ટ.જ્યારે ખીરમાં આખા ચોખાને દૂધમાં ચઢવી ડેઝર્ટ બનાવવામાં આવે છે.મારા ફેમિલી માં બધાને ખીર ખૂબ પસંદ છે તો રેગ્યુલર ખીરની રીતમાં ચોખાને પલાળ્યા વગર જ પીસી લઇ ફિરની ની રીત ઉમેરી મેં નવા પ્રકારની ખીર ટ્રાય કરી છે. અને આ રીતે બનાવેલી ખીર સાદી ખીર કે ફિરનીથી પણ વધારે મસ્ત બની છે. બધાને બહુ જ ભાવી. Palak Sheth -
કાજુ પિસ્તા બરફી (Kaju Pista Barfi Recipe In Gujarati)
કાજુ સાથે પિસ્તા નો સ્વાદ બહુ સરસ લાગે છે તેનું કોમ્બિનેશન વધારે ફેમસ છે વળી કાજુ સાથે કેસર ઉમેરી તો બરફી નો સ્વાદ અનેરો થઈ જાય છે તેથી મેં કાજૂમાં કેસર ઉમેરી કાજુ પિસ્તા બરફી બનાવી.#ટ્રેન્ડ4 Rajni Sanghavi -
ગુલકંદ ફિરની (Gulkand Phirni recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ્સ#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ9ખીર, ફિરની, પાઈસમ - નામ કાઈ પણ કહો પણ દૂધ અને ચોખા ના મૂળ ઘટકો સાથે બનતી આ રસીલી મીઠાઇ ભારત ભર માં પ્રખ્યાત છે. થોડી વિધિ જુદી હોય શકે,પ્રાંત અને વિસ્તાર પ્રમાણે પણ મૂળ ઘટકો તો દૂધ અને ચોખા જ રહેવાના. આપણે આપણા સ્વાદ અને કલ્પના પ્રમાણે ના ઘટકો ઉમેરી તેવી ખીર બનાવી શકીએ. સામાન્ય રીતે ખીર માં આખા ચોખા અને ફિરની માં ચોખા ની જાડી પેસ્ટ નો ઉપયોગ થાય છે. પાઈસમ એ દક્ષિણ ભારત માં બનતી ખીર નું સ્વરૂપ છે જેમાં ઘણી વાર મીઠાસ માં ગોળ નો ઉપયોગ થાય છે.આજે મેં ગુલકંદ નો ઉપયોગ કરી ને ફિરની બનાવી છે. મને દાનેદાર ખીર પસંદ છે તો મેં કનકી ચોખા નો ઉપયોગ કર્યો છે અને ચોખા ની પેસ્ટ નથી બનાવી. Deepa Rupani -
કેસર પિસ્તા સાગો ખીર(kesar mango sago kheer recipe in gujarati)
#ફરાળી#વિકએન્ડ#ઉપવાસઉપવાસ માં સાબુદાણા માંથી ખીચડી, વડાં તો આપણે બનાવતા જ હોઈએ. પણ આજે સાબુ દાણા ની ખીર બનાવી છે. ટેસ્ટ માં ખુબ સરસ લાગે છે. આને ડેઝર્ટ માં પણ સર્વ કરી શકાય છે... Daxita Shah -
મેંગો ફિરની (Mango phirni recipe in Gujarati)
#ચોખાખીર/ફિરની એ એક જાણીતી મીઠાઈ છે. ખીર એ દૂધ અને ચોખા થી બનતી વાનગી છે. તેમાં પાકી કેરી નો સ્વાદ ઉમેર્યા છે. Deepa Rupani -
કેસર કોકોનટ પિસ્તા ડીલાઇટ
#મીઠાઈ#indiaપોસ્ટ-15આ મીઠાઈ ઘી વિના,ખૂબ જલ્દી અને રાંધ્યા વિના બની જાય છે.સ્વાદ અને દેખાવ મા ખૂબ સુંદર લાગે છે. Jagruti Jhobalia -
ફિરની
#goldenapron2Week4Punjabiફીરની એ પંજાબ માં ખવાતી સ્વીટ છે મિત્રો, કેસર પિસ્તા નાખેલી ફિરની એ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. જે ખુબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટથી માત્ર ૩૦ મિનિટમાં જ બનાવી શકાય છે. તો આજે હું ફિરની બનાવવાની સાવ સરળ રીત બતાવવા જઈ રહી છું. Khushi Trivedi -
કેસર પિસ્તા કેક (Kesar Pista Cake Recipe In Gujarati)
ઇન્ડિયન ટ્રેડિશનલ કેસર અને પિસ્તા flavor થી બનાવેલ ખુબ જ ટેસ્ટી અને yummy કેક🎂વિથ વઈબ્રાન્ટ કલર Neena Teli -
કેસર પિસ્તા લસ્સી (Kesar Pista Lassi Recipe In Gujarati)
લસ્સી એક ક્રીમી, ફ્રોથી દહીં આધારિત પીણું છે, જે પાણી અને ખાંડ સાથે મિશ્રિત છે.#mr#cookpadindia#cookpadgujarati#milkrecipe Sneha Patel -
દૂધપાક (Dudhpak Recipe in gujarati)
#mrPost1દૂધપાક એક ગુજરાતની ટ્રેડિશનલ મીઠાઈ છે. દૂધપાક અને ખીર બને દૂધ અને ચોખા માંથી બનાવવામાં આવે છે. દૂધપાક માં ચોખા ઓછા એડ કરવામાં આવે છે અને દૂધ ને વધારે બાળવામાં આવે છે. જેથી તેનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. દૂધપાક માં સુકામેવા અને ઈલાયચી ઉમેરવામાં આવે છે પરંતુ ચારોળીના લીધે દૂધપાક નો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે. દૂધપાક વાર તહેવારે અને પૂજામાં બનાવવામાં આવતી મિઠાઈ છે. Parul Patel -
કેસર-પિસ્તા ખીર (Kesar pista kheer recipe in gujrati)
#ભાત#ચોખાભારતીય વ્યંજનો મા ખીર નુ સ્થાન પર્વોપરી છે. કેમ કે દરેક ભારતીયો ની પરમ્પરાગત વાનગી છે જે પૂજા અને શુભ પ્રસંગો મા બનાવાય છે. દુધ, ચોખા (ચાવલ,ભાત),મોરસ મા જુદી જીદી સામગ્રી નાખી ને ફલેવર અને સ્વાદ અપાય છે.. દુધ,ચોખા ,સુગર થી ખીર બનાવી ને કેસર પિસ્તા ના ફલેવર આપી ને સરસ સ્વાદિષ્ટ , ડીલિસીયસ ખીર બનાવી છે.. Saroj Shah -
કાજુ કેસર પિસ્તા રોલ(kaju kesar pista roll recipe in gujarati)
અમારા ઘરમાં પણ કાજુની દરેક સ્વીટ બધાને ખૂબ પંસદ છે અને અત્યાર સુધી બહારથી જ લાવીને ખાધી છે આ વખતે રક્ષાબંધન પર પહેલીવાર એમની રેસીપી જોઈને બનાવી ખૂબ જ સરસ બની અને ફટાફટ બની ગઈ.બીજી એક વાત જરૂર શેર કરીશ આ રેસીપી મે રાત્રે સુતી વખતે જોઈ અને વિચાર્યું કે રેસીપીમાં જણાવેલ દરેક સામગ્રી પણ ઘરમાં રેડી જ છે તો લાવ ને ટ્રાય કરું તો આ રેસીપી મે મીડ નાઈટ 11:30 બનાવાની સ્ટાટ કરી અને 12:15 તો રેડી થઈ ગઈ. બીજા દિવસે સવારે જયારે રક્ષાબંધન કરવા માટે પૂજાની થાળી સજાવી ને તેમા આ સ્વીટ મુકેલી જોઈ મારા હસ્બનડ અને બન્ને દિકરીઓ ખૂબ ખુશ થઈ ગયા કે કાલે તો આ સ્વીટ ઘરમાં હતી નહીં ને ક્યાંથી આવી.😊😊 બધાને સરપ્રાઇઝ મલી. Vandana Darji -
-
ઇન્દોરી શાહી શિકંજી (Indori shahi shikanji recipe in Gujarati)
ઇન્દોરી શાહી શિકંજી એ મધ્યપ્રદેશમાં ખૂબ જ જાણીતું પીણું છે. લીંબુની શિકંજી અથવા લીંબૂના શરબત કરતાં એકદમ જ અલગ આ drink રબડી અને દહીં મસ્કા સાથે બનાવવામાં આવે છે. તેમાં ખાંડ, કેસર ઈલાયચી અને સૂકામેવા ઉમેરવામાં આવે છે. સ્વાદમાં ખુબ જ સરસ આ શાહી શિકંજી એક ડિઝર્ટ તરીકે પણ પીરસી શકાય.#વેસ્ટ#પોસ્ટ7#india2020#પોસ્ટ3 spicequeen -
કેસર ફિરની(saffron Firni Recipe In Gujarati)
ફિરની 1 જાત ની ખીર છે અને સ્વાદ માં બહુજ સરસ લાગે... બને તો એને માટી ના વાસણ માં બનાવીયે.. તો એના સ્વાદ બહુજ સરસ લાગશે. ઑથેન્ટિક... જલ્દી થી બની જાય Jigisha Choksi -
ચોખા ની ખીર
#goldenapron3#week 3#milkખીર એ દૂધ માંથી બનતી વાનગી છે. આ ભારતીય વાનગી છે. ખીર ચોખા ઉપરાંત ઘઉંના ફાડા ની પણ બને છે. દૂધ ઉપરાંત ચોખા કાજુ બદામ ઈલાયચી કેસર નાખીને બનાવવામાં આવે છે. Daxita Shah -
ગીલ એ ફીરદોસ (Gil-e-firdaus recipe in gujarati)
ગીલ એ ફીરદોસ ખીર નો એક પ્રકાર છે જે હૈદરાબાદ ની છે. Original ખીર એમ તો ફક્ત ચોખા ની બને છે પરંતુ આમાં ચોખા સાથે સાબુદાણા અને દૂધી નો ઉપયોગ કરીને ખીર બનાવવામાં આવે છે. #superchef4 #સુપરશેફ4 Nidhi Desai -
કસ્ટર્ડ પાયસમ (Custard Payasam Recipe In Gujarati)
#સાઉથ ઈન્ડિયન ટ્રીટ#ST કસ્ટર્ડ પાયસમસેવૈયા ખીર બનાવી એ એ રીતે જ પાયસમ બનાવાય છે. Sonal Modha -
મેંગો ફિરની (Mango Phirni Recipe in Gujarati)
#Fam#cookpadindia#cookpadgujaratiમારા ઘરે ગમે ત્યારે ફેમિલી લંચ કે ડિનર માટે ભેગા થયા હોય તો ફીરની/ખીર તો હોય જ. એમને બધાંની પ્રિય વાનગી છે.ખીર નાના મોટા બધાને પસંદ હોય છે. આ ડીશ આપડે પૂરી, રોટલી અથવા એકલી પણ ખાવાનું પસંદ કરીએ છીએ. આજે મે આમાં ૧ વારિયેશન આપ્યું છે.મેંગો ની ફલેવર એડ કર્યો છે જેનાથી તે વધારે સ્વાદિષ્ટ બની ગઈ છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
કેસર પિસ્તા શ્રીખંડ (Kesar Pista Shrikhand Recipe In Gujarati)
#Famકેસર પિસ્તા શ્રીખંડ અમારા ઘર માં બધા ને ભાવતી સૌથી પ્રિય મીઠાઈ છે અને અમે દર વર્ષે ઉનાળા માં આ શ્રીખંડ ઘેર બનાવીએ છીએ... Purvi Baxi -
રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ (Rajwadi Kesar Pista Shrikhand Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપ#SJR : રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ#SFR : રજવાડી કેસર પિસ્તા શ્રીખંડજન્માષ્ટમી સ્પેશિયલ ઉપવાસ મા ખાવા માટે આજે મે રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ . Sonal Modha -
કેસર બદામ પિસ્તા મિલ્ક (Kesar Badma Pista Milk Recipe In Gujarati)
#mr કેસર બદામ પિસ્તા મિલ્ક આ મિલ્ક ને તમે ગરમ અને ઠંડુ બેઉં રીતે સર્વ કરી શકો મને ઠંડુ વધારે ભાવે છે.અમારા ઘરમાં એકાદશી ના દિવસે હું આ મિલ્ક બનાવું છું. આ દૂધ ફરાળી પૂરી સાથે પણ ખાઈ શકાય છે. એકાદશી સ્પેશિયલ Sonal Modha -
-
કેસર પિસ્તા લસ્સી (Kesar Pista Lassi Recipe In Gujarati)
#ff1આજથી શરૂ થતા આ શ્રાવણ માસમાં ઉપવાસ દરમ્યાન ફરાળ તરીકે આ વાનગી બનાવી શકાય છે. જે દહીં, ડ્રાય ફ્રુટ, કેસર અને ખાંડ ઉમેરી બનાવી છે. Urmi Desai -
ડ્રાયફ્રૂટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati)
શ્રીખંડ એ ખૂબ જ લોકપ્રિય ભારતીય મીઠાઈ છે જે દહીં ના મસ્કા અને ખાંડનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. શ્રીખંડ માં અલગ અલગ જાતના ફળોના પલ્પ અને સૂકામેવા ઉમેરીને ફ્લેવર્ડ શ્રીખંડ બનાવી શકાય.મેં અહીંયા ક્લાસિક ડ્રાયફ્રૂટ શ્રીખંડ બનાવ્યો છે જેમાં સૂકામેવા, ઈલાયચી અને કેસરનો ઉપયોગ કર્યો છે. આ એક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ મીઠાઈ અથવા તો ડિઝર્ટ નો પ્રકાર છે.#cookpadindia#cookpad_gu#MA spicequeen -
કેસર પિસ્તા ખીર
આપણે ઉનાળામાં ઠંડુ પાણી પીએ છે, આઇસ્ક્રીમ, કેન્ડી, કોન વગેરે ખાઈએ છીએ પણ એમની ઠંડક માત્ર થોડા સમય જ રહે છે. પરંતુ જો ઉનાળામાં ખીર ખાઈએ તો એમની ગુણવત્તા જ આપણને તંદુરસ્ત તરોતાજા રાખે છે. એટલે જ ચૈત્ર માસમાં, ભાદરવા માસમાં ખીર નુ વધારે મહત્વ છે કારણકે ઉનાળામાં કાળજાળ ગરમી સામે રક્ષણ આપતો પદાથઁ એટલે ખીર...lina vasant
More Recipes
ટિપ્પણીઓ