કીટુંના પેંડા (penda recipe in Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

#ઈસ્ટ
#સાતમ

સાતમ આઠમ એટલે ઘરમાં છપ્પનભોગ બનાવવાનો અવસર ,,,,દરેક ઘરમાં જુદી
જુદી પરંપરાગત વાનગીઓ ,,પ્રસાદ ,,,
મીઠાઈ,ફરસાણ,થેપલા ,પૂરી,કોરા શાક ,સંભાર બનતા હોય છે ,,બીજે દિવસે આઠમ હોવાથી
કાનાને પણ ભોગ ધરી શકાય એવી વસ્તુ વધુ બને છે ...ઘી બનાવતા કિટ્ટુ વધ્યું હતું ,,
મને પણ અખતરો કરવાનું મન થયું ,કૂકપેડ પર જ ઘણા એ રેસીપી શેર કરી છે ,
અને અખતરો ખરેખર સફળ રહ્યો ,,એટલા સરસ પેંડા બન્યા કે સ્વાદ દાઢમાં રહી ગયો છે ,
કીટું થોડુંક હતું એટલે થોડા જ બન્યા ,,પણ સ્વાદ બઁગાલી મીઠાઈ સંદેશ ખાતા હોઈએ તેવું જ લાગે
ફર્ક એટલો કે સંદેશમાં પનીરનો ઉપયોગ થાય છે અને આમ દૂધ જ સીધું કણીદાર બની જાય છે
અને જેનો સ્વાદ અસલ પનીર જેવો જ આવે છે પરિવારના પણ રોજ પૂછે છે કે પેંડા ક્યારે બનશે ?
તો તમે પણ મારી જેમ અખતરો ,,,,હા....સફળ અખતરો કરજો.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ ટેબલસ્પૂનકીટું(ઘી બનવતા જે સફેદ ભાગ વધે તેને કીટું કહે છે)
  2. 1 કપદૂધ
  3. 2 ટેબલ સ્પૂનમિલ્ક પાઉડર
  4. 2 ટેબલસ્પૂનખાંડ
  5. ચપટીઈલાયચી પાઉડર
  6. બદામ સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈમાં ઘી બનાવતા વધેલું કીટું લેવું,
    ગરમ થાય એટલે દૂધ અને મિલ્ક પાઉડર ઉમેરી દેવા.

  2. 2

    દૂધ ઉમેરતા જ કણી પડવા માંડશે,,કેમ કે કીટામાં સહેજ ખટાશ હોય જ છે,
    જેના કારણે દૂધ ફાટી જશે,,,કણીદાર બનશે,,
    સાથે મિલ્ક પાઉડર પણ ઉમેરી હલાવતા રહેવું.
    નીચે દાઝે નહીં અને ગઠ્ઠા ના પડે તે ધ્યાન રાખવું.

  3. 3

    લચકા પડતું મિશ્રણ બની જાય ત્યારે ખાંડ ઉમેરી દેવી,
    ખાંડનું પાણી બળે ત્યાં સુધી હલાવો,
    પાણી સૌ બળી જાય અને ઘી છુટ્ટુ પડતું દેખાય એટલે ગેસ બન્દ કરી લેવો
    ઈલાયચી પાઉડર નાખી હલાવી મિક્સ કરી લેવો.

  4. 4

    મિશ્રણ સહેજ તહન્દુ થાય એટલે પેંડા વળી લેવા,
    મનપસંદ આકાર પણ આપી શકાય,,
    આમ સ્ટુફીન્ગ પણ કરી શકાય,,
    પેંડા વાળી ઉપર સહેજ ખાડો કરી બદામની કતરણ મુકવી,
    આ રીતે બધા જ પેંડા વાળી લેવા,,

  5. 5

    તો તૈય્યાર છે,,,પેંડા,,,
    તહેવારની મીઠી વાનગી અને કાનાને વધાવવા,,મોં મીઠું કરવા માટેની
    ખુબ જ સરસ વાનગી,,,જે બનતા પણ વાર નથી લાગતી..તૈય્યાર પણ
    ઝડપથી થાય છે અને પચવામાં પણ હળવી છે કેમ કે ઘીનો ઉપયોગ
    છે જ નહિ,,,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

Similar Recipes