મલાઈ પેંડા (Malai Penda Recipe in Gujarati)

Kinjal Shah
Kinjal Shah @Kinjalshah
Vadodara

મલાઈ માંથી જ્યારે ઘી બનાવીએ ત્યારે જે વધે e kittu કે બગરું બહુ બધી રીતે વાપરી શકાય છે. ક્યારેક હું એ હાંડવો કે મુઠીયા ના લોટ મા નાખું છું એનાથી બહુજ પોચા બને છે. તો ક્યારેક એમાંથી પેંડા બનાવું છું. આજે એ જ શેર કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૩લોકો
  1. ઘી નું કિત્તું કે બગરુ
  2. ૧/૨ વાડકીમલાઈ સાથે દૂધ
  3. ૧/૨ વાડકીખાંડ
  4. નાના પાઉચ મિલ્ક પાઉડર
  5. ૧ ચમચીઘી
  6. ૨-૩ ઈલાયચી
  7. બદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    ૧ ચમચી ઘી લઈ એમાં બગરૂ, મલાઈ વાળું દુધ, ખાંડ, અને મિલ્ક પાઉડર લઈ બરાબર મિક્સ કરવું.

  2. 2

    આ મિશ્રણ ને ધીમા ગેસ પર સતત હલાવતા રહેવું.

  3. 3

    ઈલાયચી પાઉડર નાખી મિશ્રણ થોડુ ઘટ્ટ થાય એટલે ડીશ માં કાઢી થોડું ઠંડું પડવા દો.

  4. 4

    હવે એમાંથી પેંડા વાળી ઉપરથી બદામ ની કતરણ લગાવી ગાર્નિશ કરો. તૈયાર છે એકદમ ટેસ્ટી મલાઈ પેંડા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kinjal Shah
Kinjal Shah @Kinjalshah
પર
Vadodara
Eating tasty is my family's obsession and fulfill that obsession is my passion...
વધુ વાંચો

Similar Recipes