બાજરાના લોટનુ ખીચુ(Pearl Millet flour's Khichu recipe Gujarati)

Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
Surat

#india2020 ખીચું એ ગુજરાતની ખૂબ જ ફેમસ વાનગી છે પણ અત્યારે બધા ચોખા નુ ખીચું જરૂર ખાધું હશે પણ બાજરા ના લોટ નું ખીચુ પણ ખૂબ જ સ્વાદિષટ લાગે છે અને શિયાળાની ઋતુમાં બાજરાની ખિચું સાથે તલનું તેલ ખાવામાં આવે છે અને તે ઠંડીથી રક્ષણ આપે છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે આજે મેં વિસરાતી વાનગી માં બાજરા ના લોટ નું ખીચું બનાવ્યું છે.

બાજરાના લોટનુ ખીચુ(Pearl Millet flour's Khichu recipe Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#india2020 ખીચું એ ગુજરાતની ખૂબ જ ફેમસ વાનગી છે પણ અત્યારે બધા ચોખા નુ ખીચું જરૂર ખાધું હશે પણ બાજરા ના લોટ નું ખીચુ પણ ખૂબ જ સ્વાદિષટ લાગે છે અને શિયાળાની ઋતુમાં બાજરાની ખિચું સાથે તલનું તેલ ખાવામાં આવે છે અને તે ઠંડીથી રક્ષણ આપે છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે આજે મેં વિસરાતી વાનગી માં બાજરા ના લોટ નું ખીચું બનાવ્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસથી પંદર મિનિટ
૩_૪ વ્યક્તિ માટ
  1. 1 કપબાજરીનો લોટ
  2. ૨ કપપાણી
  3. 2 ચમચીમગફળી નું તેલ
  4. 4 ચમચીબારીક સમારેલું લસણ
  5. 2 ચમચીબારીક સમારેલું મરચું
  6. 1 ચમચીઆદુ ની પેસ્ટ
  7. 4-5મીઠાં લીમડા ના પાન
  8. 1/2 ચમચીતલ
  9. 1/2 ચમચીરાઈ
  10. 1/2 ચમચીજીરૂ
  11. ચપટીહિંગ
  12. 1/2 ચમચીખાવાનો સોડા
  13. સ્વાદ અનુસારમીઠું
  14. 2+2 ચમચી લાલ મરચું પાઉડર
  15. 1 ચમચીજીરૂ
  16. 1 ચમચીસંચળ પાઉડર
  17. 4-5 ચમચીતલનું તેલ

રાંધવાની સૂચનાઓ

દસથી પંદર મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં તેલ લઈ તેમાં રાઈ, જીરું તલ, હિંગ અને મીઠા લીમડાનો વઘાર કરો. ત્યારબાદ તેમાં બારીક સમારેલું લસણ,લીલુ મરચું, આદુ ની પેસ્ટ નાખીને સાંતળો.

  2. 2

    બાદ તેમાં પાણી નાખો. હવે પાણી માં મીઠું અને ખાવાનો સોડા નાખો.

  3. 3

    પાણી ઉકળે ત્યારબાદ તેમાં બાજરાનો લોટ, હળદર અને લાલ મરચું પાઉડર નાખીને વેલણ ની મદદથી હલાવો. સરસ મિક્સ થઇ જાય પછી ગેસ ધીમો કરી ઉપર વાસણ ઢાંકી ખીચી ને ધીમા તાપ ઉપર બેથી ત્રણ મિનિટ વરાળમાં થવા દો. તું તૈયાર છે બાજરા ના લોટ ની ખીચિ.

  4. 4

    તલના તેલમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરૂ અને સંચળ નાખીને મસાલા તેલ તૈયાર કરો આ તેલ ને ખીચી સાથે સર્વ કરો તો તે તૈયાર છે બાજરા ના લોટ ની ખિચી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
પર
Surat

Similar Recipes