સંભાર (Sambhar Recipe in Gujarati)

Vidhi V Popat
Vidhi V Popat @cook_2407

#SJ
સાઉથ ઇન્ડિયન ખાવાનું બધા ને ભાવતું જ હોય. એમાં ઈડલી, ઢોસા અને ઉત્તપમ એ તો બહુ જ પ્રખ્યાત અને બધા જોડે સાંભાર તો જોઈ એ જ. સાંભાર વગર મજા પણ બહુ ના આવે. સાંભાર એ દાળ અને શાકભાજી નો ઉપયોગ કરી ને બનાવાય છે. અહીં પારંપરિક રીત થી સાંભાર બનાવની રેસીપી બતાવી છે. એક વાર આ રીત થી સાંભાર જરૂર બનાવજો અને ટેસ્ટ કાર્ય પછી કેહજો પણ ખરી કે કેવો બન્યો આ સાંભાર. તો આજે જ શીખી લો સાંભાર બનાવાની રેસીપી

સંભાર (Sambhar Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#SJ
સાઉથ ઇન્ડિયન ખાવાનું બધા ને ભાવતું જ હોય. એમાં ઈડલી, ઢોસા અને ઉત્તપમ એ તો બહુ જ પ્રખ્યાત અને બધા જોડે સાંભાર તો જોઈ એ જ. સાંભાર વગર મજા પણ બહુ ના આવે. સાંભાર એ દાળ અને શાકભાજી નો ઉપયોગ કરી ને બનાવાય છે. અહીં પારંપરિક રીત થી સાંભાર બનાવની રેસીપી બતાવી છે. એક વાર આ રીત થી સાંભાર જરૂર બનાવજો અને ટેસ્ટ કાર્ય પછી કેહજો પણ ખરી કે કેવો બન્યો આ સાંભાર. તો આજે જ શીખી લો સાંભાર બનાવાની રેસીપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનીટ
3 4 વ્યક્તિ માટ
  1. ૧/૨ કપતુવર દાળ
  2. 1સરગવા ની શીંગ, લાંબા ટુકડા માં કાપેલી
  3. ૧/૨ કપદૂધી ના ટુકડા
  4. નાનું રીંગણ, ટુકડા કરેલા
  5. નાનું બટાકુ, ટુકડા કરેલા
  6. મધ્યમ ટામેટું, સમારેલું
  7. મોટી ડુંગળી, સ્લાઈસ કરેલી
  8. 2 ચમચીતેલ
  9. ૧/૨ ચમચીરાઈ
  10. ૧/૪ ચમચીહિંગ
  11. લાલ સૂકું મરચું
  12. ૧/૪ ચમચીહળદર
  13. ૧/૪ ચમચીધાણાજીરું
  14. ૪ ચમચીસંભાર મસાલો
  15. ૧ ચમચીઆંબલી નો રસ
  16. મીઠું સ્વાદ અનુસાર
  17. ૨ ચમચીકોથમીર, સમારેલી

રાંધવાની સૂચનાઓ

40 મિનીટ
  1. 1

    તુવર દાળ ને ધોઈ કાઢો. હવે એક પ્રેસર કુકર માં તુવર દાળ અને બધા વેજિટેબલ ને ૩ કપ પાણી સાથે બાફી લો.

  2. 2

    જયારે કુકર માંથી હવા નીકળી જાય ત્યારે દાળ ને બરાબર પીસી લો.

  3. 3

    એક કડાઈ માં તેલ ગરમ મુકો. તેલ ગરમ થઇ જાય એટલે એમાં રાઈ નાખી ફૂટવા દો.અને હિંગ નાખી હલાવો.હવે એમાં સ્લાઈસ કરેલી ડુંગળી અને ટામેટાં નાખો અને એને ૨ મિનિટ સુધી ચડવા દો.

  4. 4

    એમાં હળદર, ધાણાજીરું, મીઠું નાખો અને ૫ મિનિટ સુધી ચડવા દો.એમાં આંબલી નો રસ, ૨ કપ પાણી અને સંભાર મસાલો નાખી બરાબર મિક્સ કરી ૩ થી ૪ મિનિટ સુધી ઉકાળવા દો.

  5. 5

    હવે એમાં પીસેલી દાળ નાખો અને બરાબર હલાવો.દાળ ને મધ્યમ તાપે ૫ થી ૭ મિનિટ ઉકાળવા દો. સંભાર બરાબર ઉકળી જાય પછી સ્ટોવ બંધ કરી દો.

  6. 6

    એમાં ઉપર લીલી કોથમીર ઉમેરી સજાવો અને ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidhi V Popat
Vidhi V Popat @cook_2407
પર
cooking is my hobby
વધુ વાંચો

Similar Recipes