ધુસ્કા (Dhuska recipe in Gujarati)

Suchi Shah
Suchi Shah @SuchiShah13
USA

#ઈસ્ટ
ઝારખંડનાં ફેમસ ધુસ્કા...

ધૂસ્કા, ધુસ્કા કે પછી દુષ્કા એ એક ઝારખંડ ( Jharkhand) નો ખુબ જ લોકપ્રિય તળેલો નાસ્તો છે. ધુસ્કા ઝારખંડ નું ફેમસ બધે જ મળતું સ્ટ્રીટ ફુડ છે. ધૂસ્કા ને ચોખા, ચણાની દાળ અને અડદની દાળ નો ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે. તેને બટાકા નાં શાક કે ચટણી કે મરચાં સાથે પીરસવામાં આવે છે.ધુસ્કા મોટે ભાગે બજારના નાના સ્ટોલ્સમાં તળી ને બનાવવામાં આવે છે જ્યાં લોકો તેનો નાસ્તા તરીકે આનંદ લે છે.

આજે મેં આ ઝારખંડ નો ખુબ જ ફેમસ નાસ્તો ધુસ્કા પહેલી વાર બનાવ્યો. બહુ જ સરસ બન્યા હતાં. બધાં જ સરસ ફુલ્યાં હતાં. મેં એને બટાકા નાં શાક અને આથેલાં મરચાં જોડે પીરસ્યાં હતાં. ઘરમાં બધાને ખુબ જ ભાવ્યાં. ઘરમાં જ હોય તેવાં ખુબ જ ઓછા સામાનમાં થી ધુસ્કા બની જતાં હોય છે, અને આલુ ની સબ્જી જોડે ગરમ ગરમ ખુબજ સરસ લાગે છે. હવે એક નાસ્તાની નવી વેરાયટી નો અમારા લિસ્ટ માં ઉમેરો થયો!

તમે જો, કોઈ પણ વાર આ ધુસ્કા ના ખાધા હોય તો, તમારે એ ખાવા માટે છેક ત્યાં જવાની જરુર નથી. તમે એ મારી રેસપી થી ઘરે બનાવો અને તેનો આનંદ લઈ શકો છો. જરુર થી બનાવજો, અને જણાવજો કે તમને એ કેવાં લાગ્યાં??

#ઇન્ડિયનક્યુઈઝીનચેમ્પિયન_ઈસ્ટ

#cookpad
#cookpadgujarati
#cookpadindia
#માઇઇબુક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૨-૩
  1. ધુસ્કા
  2. ૧ કપચોખા
  3. ૧/૨ કપચનાની દાળ
  4. ૧/૪ કપઅડદની દાળ
  5. ૨-૩ લીલાં મરચાં (તીખું ખાવું હોય તો વધારે લેવાં)
  6. ટુકડોનાનો આદુ નો
  7. ૧ ચમચીજીરું
  8. ૧/૪ ચમચીહળદર પાઉડર
  9. મીઠું
  10. ચપટીહીંગ
  11. તળવા માટે તેલ
  12. બટાકાનું શાક
  13. ૩-૪ બટાકા નાનાં
  14. ૨ ચમચીતેલ
  15. નાનો કાંદો (ઝીણાં સમારી લેવાં)
  16. ટામેટું (ઝીણાં સમારી લેવા)
  17. ૧/૪ ચમચીહળદર પાઉડર
  18. ૧/૨ ચમચીમરચું પાઉડર
  19. લીલું મરચું સમારેલું ઝીણું ( તીખું ખાવું હોય તો
  20. ૧ ચમચીઆદુ- લશણ ની પેસ્ટ
  21. ૧/૨ ચમચીધાણાં-જીરું પાઉડર
  22. ૧/૨ ચમચીગરમ મસાલો
  23. મીઠું
  24. સમારેલી કોથમીર
  25. આથેલા મરચાં

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    એક બાઉલમાં ચોખા, ચનાદાળ અને અડદની દાળ લો. મીક્ષ કરી સરસ ધોઈ લો. અને પાની નાંખી ૪-૫ કલાક પલરવા મુકો.

  2. 2

    હવે, ૬ કલાક પછી તેમાંથી વધારીનું બધું પાણી નીતારી લો. અને, તેને મીક્ષર ગા્ઈન્ડર માં નાંખો. તેમાં લીલાં મરચાં, આદુ નો ટુકડે અને જરાક જ પાણી નાંખી પીસી લો.

  3. 3

    હવે, એ પેસ્ટ ને એક બાઉલમાં કાઢો. તેમાં, મીઠું, હળદર, જીરું, હીંગ નાંખી સરસ મીક્ષ કરી લો. જો બહુ જાડું લાગે તો તેમાં જરા પાણી ઉમેરી સરખું કરો.

  4. 4

    હવે, તાવડી માં તેલ ગરમ કરવા મુકો. ગરમ તેલ માં ચમચાં ની મદદ થી નાના નાના માલપુડા પાડતાં હોય તેવું બેટર રેડો.એક સામટા બહુ ના પાડો. ૧-૨ જ કરો. એની ઉપર ઝારી થી તેલ ઝારો, એને સરસ તળાવા દો. વડા ની જેમ ફુલશે. બરોબર તળાય જાય એટલે બહાર કાઢી પેપર નેપકીન પર રાખો. આવી રીતે બધા તળી લો.

  5. 5

    આ ધુસ્કા આમ તો તળેલા જ ખવાય છે, પણ મેં એને નોનસ્ટીક પેન માં એકદમ ઓછા તેલ માં પણ કરી જોયાં. એ પણ સારા જ લાગ્યાં. જો કોઈ ને તેલ વાળું ના ખાવું હોય તો તેમનાં માટે આ સરસ ઓપ્સન છે.

  6. 6

    હવે, આલુ સબ્જી માટે, નાનાં કુકર માં તેલ લો. જીરું, હીંગ નાંખો. જીરું તતડે એટલે, સમારેલાં કાંદા અને ટામેટાં ઉમેરો. જરા વાર સાંતળો. આદુ- લસણ ની પેસ્ટ ઉમેરી હલાવી લો. પછી બટાકાનાં મોટા સમારેલા ટુકડા એમાં ઉમેરો. લીલું મરચું, મીઠું, મરચું, ધાણા-જીરું પાઉડર ઉમેરી મીક્ષ કરો. થોડું પાણી ઉમેરી ૨-૩ સીટી મારી લો.

  7. 7

    જરા વાર પછી ઠંડું પડે એટલે ખોલી, ગરમ મસાલો ઉમેરી હલાવી લો. કોથમીર સમારીને નાંખો. શાક તૈયાર છે. ધુસ્કા જોડે પીરશો.

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Suchi Shah
Suchi Shah @SuchiShah13
પર
USA

Similar Recipes