ગાર્લિક ચીઝ પરાઠા(cheese Garlic parotha Recipe in Gujarati)

Jishnu joshi
Jishnu joshi @cook_25888870

ગાર્લિક ચીઝ પરાઠા(cheese Garlic parotha Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ માટે
  1. અડધો કપ ઝીણું સુધારેલું લસણ
  2. ૧ કપઝીણી સુધારેલી કોથમીર
  3. 100 ગ્રામઘઉંનો લોટ
  4. 100 ગ્રામમેંદા નો લોટ
  5. 100 ગ્રામબટર
  6. ૧૦૦ ગ્રામ ચીઝ મોઝરેલા ચીઝ
  7. સ્વાદ અનુસારમીઠું
  8. ૧ ચમચીખાંડ
  9. ૩ ચમચીરિફાઇન ઓઈલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં 100 ગ્રામ મેંદાનો લોટ અને 100 ગ્રામ ઘઉંનો લોટ લેવો તેમાં સ્વાદ અનુસાર મીઠું તેમાં 3 ચમચી રિફાઇન્ડ ઓઇલ નાખું ૧ ચમચી ખાંડ નાખવી અને મિડીયમ સાઈઝ નો લોટ બાંધી લેવો અને તેને 15 મિનિટ માટે સેટ થવા માટે રાખી દેવો

  2. 2

    પછી 100 ગ્રામ બટર ને એક બાઉલમાં નાખી ગરમ કરો તેની અંદર ઝીણી સુધારેલી એક કપ કોથમીર ઉમેરી અને તેમાં અડધો કપ ઝીણી સુધારેલું લસણ નાખવું અને તેને સારી રીતે મિક્ષ કરી લેવું

  3. 3

    પછી આપણે રોટલી વણી એમ માં પનો એક લુવો લેવો અને તેની એકદમ પતલી રોટલી વણવી જેમાંથી આપણો હાથ પસાર થાય તો આપણે તેને સારી રીતે જોઈ શકીએ

  4. 4

    પછી એ રોટલી ઉપર આપણે બટર અને લસણનું પેસ્ટ તૈયાર કરેલી છે તેને સારી રીતે પાથરી દેવી અને બંને સાઈડથી અડધો અડધો ભાગ રોટલીનો વાળી લેવો અને પછી તેની ઉપર મોઝરેલા ચીઝ ઉમેરવું અને બાકીની બંને સાઇડ પણ સારી રીતે વાળી લેવી અને સાઈડમાં પણ સારી રીતે સીલ કરી દેવું જેનાથી આપણું ચીઝ બાર નીકળી જાય નઈ

  5. 5

    પછી તેને મીડીયમ ગેસ ઉપર એક નોન સ્ટીક તવી મૂકી અને મીડીયમ ગેસ ઉપર તેને બટર લગાવી બંને સાઇડ સારી રીતે શેકી લેવી અને શેકાઈ જાય ત્યારે તેની ઉપર ના ભાગમાં કોથમીર અને બટરનો એક લેયર લગાવવું

  6. 6

    આ રીતે આપણા ગાર્લિક ચીઝ પરાઠા તૈયાર છે અને આપણે કોઈપણ સબ્જી સાથે ચા સાથે કે ચટણી સાથે કે એમ નમ પણ એન્જોય કરી શકીએ છીએ ઘરમાં નાના મોટા બધાને ભાવે એવો એકદમ ટેસ્ટી ગાર્લિક ચીઝ પરાઠા તૈયાર છે તો ફ્રેન્ડ તમે કહો તમને આ મારી રેસીપી કેવી લાગી અને ફેમિલી સાથે એન્જોય કરો

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jishnu joshi
Jishnu joshi @cook_25888870
પર

Similar Recipes