ગુજરાતી ભાળું (Gujarati Thali Recipe In Gujarati)

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575

#વેસ્ટ
#ગુજરાત
અમારા શહેરમાં એક ગીતા લોજ કરી ને છે.. અત્યારે બહાર ક્યાંય જવાય નહીં માટે મેં આજે "ગીતા લોજ"ની થાળી બનાવી છે.. જેમાં મેં રોટલી, થેપલું, પૂરી, કઠોળમાં મગ, દૂધીનું શાક, બટાકા ની સુકી ભાજી, તુવેરની દાળ અને બ્રાઉન રાઈસ, બટાકા વડા, કોથમીર ની ચટણી, રાજાપુરી કેરીનું અથાણું, સાથે ચોખાની ફરફર બનાવેલી છે....તો ચાલો જોઈએ તેની રેસિપી

ગુજરાતી ભાળું (Gujarati Thali Recipe In Gujarati)

#વેસ્ટ
#ગુજરાત
અમારા શહેરમાં એક ગીતા લોજ કરી ને છે.. અત્યારે બહાર ક્યાંય જવાય નહીં માટે મેં આજે "ગીતા લોજ"ની થાળી બનાવી છે.. જેમાં મેં રોટલી, થેપલું, પૂરી, કઠોળમાં મગ, દૂધીનું શાક, બટાકા ની સુકી ભાજી, તુવેરની દાળ અને બ્રાઉન રાઈસ, બટાકા વડા, કોથમીર ની ચટણી, રાજાપુરી કેરીનું અથાણું, સાથે ચોખાની ફરફર બનાવેલી છે....તો ચાલો જોઈએ તેની રેસિપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

બે કલાક
૩ લોકો માટે
  1. ..-------- રોટલી બનાવવા માટે---
  2. 1 ચમચોઘઉંનો લોટ
  3. 1 ચમચો તેલ
  4. જરૂર મુજબપાણી
  5. .. થેપલા બનાવવા માટે
  6. 1 મોટો ચમચોઘઉંનો લોટ
  7. 1 ચમચીમરચું પાઉડર
  8. 1/4 ચમચીહળદર
  9. 1 ચમચીધાણાજીરૂ
  10. સ્વાદમુજબમીઠુ
  11. 2 ચમચા તેલ
  12. જરૂર મુજબ પાણી
  13. શેકવા માટે
  14. જરૂર મુજબઘી (ઘરનું હાથે બનાવેલું)
  15. પૂરી બનાવવા માટે
  16. 1 ચમચો ઘઉંનો લોટ
  17. 1 ચમચીમરચું પાઉડર
  18. 1/4 ચમચી હળદર
  19. 1 ચમચીધાણાજીરૂ
  20. સ્વાદ મુજબમીઠું
  21. ચપટીહિંગ
  22. 2 ચમચા તેલ
  23. જરૂર મુજબ પાણી
  24. પૌષ્ટિક મગ બનાવવા માટે
  25. 1 કપ મગ
  26. વઘાર કરવા માટે
  27. 2 ચમચાતેલ
  28. 1 ચમચીનાની રાઈ
  29. 1 ચમચીનાની જીરૂ
  30. 1 નંગ તમાલપત્ર
  31. 1 નંગ સૂકું લાલ મરચું
  32. 5 નંગ મીઠા લીમડાના પાન
  33. સ્વાદ મુજબ આદુ
  34. ચપટીહિંગ
  35. 1 ચમચીટામેટા લસણ ની ચટણી
  36. 1/4 ચમચીમેગી મસાલો
  37. દુધી નું શાક બનાવવા માટે
  38. 50 ગ્રામદુધી ધોઈ છાલ ઉતારી કટકા કરી લેવા
  39. વઘાર કરવા માટે
  40. 2 ચમચા તેલ
  41. 1 નાની ચમચીરાઈ
  42. 1 નાની ચમચીજીરૂ
  43. 1 નંગ તમાલપત્ર
  44. 5 નંગ મીઠા લીમડા ના પાન
  45. 1 ચમચી ખમણેલું આદુ
  46. 1 ચમચીલસણ ટામેટા ની લાલ ચટણી
  47. ચપટીહિંગ
  48. ગાર્નીશિંગ માટે કોથમીર
  49. બટાકા ની સુકી ભાજી બનાવવા માટે
  50. 1 નંગ એકદમ મોટો બટેકુ - છાલ ઉતારી બાફી લેવા
  51. વઘાર કરવા માટે
  52. 2 ચમચા તેલ
  53. 1 નાની ચમચીનો
  54. 1 નંગ તમાલપત્ર
  55. 5 નંગ મીઠા લીમડાના પાન
  56. 1 ચમચી ખમણેલું આદુ
  57. 1 નાની ચમચીકાશ્મીરી મરચું
  58. 1/4 ચમચીહળદર
  59. ૧ નાની ચમચીધાણાજીરૂ
  60. સ્વાદ મુજબ મીઠું
  61. તુવેરની દાળ બનાવવા માટે
  62. 1 નાની વાટકીતુવેરની દાળ
  63. 1 નંગટામેટું
  64. 1 નંગ લીલું મરચું
  65. 1/2 નંગ આદુ ની કટકી
  66. વઘાર કરવા માટે
  67. 2 ચમચા તેલ
  68. 1/4 ચમચી રાઈ
  69. 1/4 ચમચી જીરૂ
  70. 1 નંગ તમાલપત્ર
  71. 1 નંગ સૂકું લાલ મરચું
  72. 5 નંગ મીઠા લીમડાના પાન
  73. 1 નંગ ખમણેલું આદુ
  74. ચપટીહિંગ
  75. 1 ચમચીમરચું પાઉડર
  76. 1/4 ચમચી હળદર
  77. સ્વાદમુજબ મીઠુ
  78. 1 ચમચીગોળ
  79. 1/4 ચમચી લીંબુનો રસ
  80. બ્રાઉન રાઈસ બનાવવા માટે
  81. 1/2 વાટકી બ્રાઉન રાઈસ
  82. જરૂર મુજબ પાણી
  83. બટાકા વડા બનાવવા માટે
  84. ચણાના લોટનું ખીરું બનાવવા માટે
  85. 1/2 ચમચો ચણાનો લોટ
  86. સ્વાદ મુજબ મીઠું
  87. 1/4 ચમચી હળદર
  88. ચપટીબેકિંગ સોડા
  89. જરૂર મુજબ પાણી
  90. બટાકાનો માવો બનાવવા માટે
  91. 1 નંગ મોટુ બાફેલુ બટાકુ
  92. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  93. 1/4 ચમચીહળદર
  94. 1 ચમચીધાણાજીરૂ
  95. સ્વાદ મુજબમીઠું
  96. 1/4 ચમચી આમચૂર પાઉડર
  97. 1/4 ચમચી ખાંડ
  98. ... કોથમીર ની ચટણી બનાવવા માટે
  99. 50 ગ્રામકોથમીર
  100. 10 ગ્રામસીંગદાણા
  101. 10 ગ્રામદાળિયા
  102. 1 ચમચી લાલ મરચું
  103. 5 નંગ મીઠા લીમડાના પાન
  104. સ્વાદમુજબ મીઠુ
  105. 1/4 ચમચીખાંડ
  106. 1/4 ચમચીલીંબુનો રસ
  107. ચોખા ની વેફર
  108. જરૂર મુજબ ચોખા ની વેફર(સીઝન માં ઘરે બનાવેલી)
  109. જરૂર મુજબતળવા માટે તેલ
  110. રાજાપુરી કેરીનો ખાટું અથાણું
  111. જે આપણે ઘરે સિઝનમાં બનાવીએ છીએ
  112. મસાલા છાશ
  113. 1 મોટો કપ દહીં
  114. સ્વાદ મુજબ સંચળ પાઉડર
  115. જરૂર મુજબપાણી

રાંધવાની સૂચનાઓ

બે કલાક
  1. 1

    1..સૌ પ્રથમ રોટલી બનાવવા માટે એક કથરોટમાં ઘઉંના લોટ તેલ અને પાણી લઈ લોટ બાંધી લો.... ત્યારબાદ તેને દસ મિનિટ માટે રેસ્ટ આપો... અને એક સરખા લૂઆ બનાવી તેને તાવડી પર શેકીને ફુલકો બનાવી લો.... અને ચોપડી લો....... આ રીતે બધી રોટલીઓ તૈયાર કરી લો.....

  2. 2

    2... થેપલા બનાવવા માટે -- કથરોટમાં ૧ ચમચો ઘઉંનો લોટ મરચું, હળદર, ધાણાજીરું, ચપટી હિંગ અને સ્વાદ મુજબ મીઠું લઇ 2 ચમચા તેલ અને જરૂર મુજબ પાણી લઇ લોટ બાંધી લો..... અને તેને દસ મિનિટ રેસ્ટ આપો...... ત્યારબાદ તેના એકસરખા લુઆ બનાવી લો...

  3. 3

    અને તવા પર ધીમા ગેસ પર બંને બાજુ ઘી લગાવી બદામી રંગના શેકી લો..... આ રીતે બધા થેપલા તૈયાર કરી લો....

  4. 4

    3,,,, પૂરી બનાવવા માટે---- કથરોટમાં ૧ ચમચો ઘઉંનો લોટ, એક ચમચી કાશ્મીરી લાલ મરચું, 1/4 ચમચી હળદર, 1 ચમચી ધાણાજીરૂ, સ્વાદ મુજબ મીઠુ, ચપટી હિંગ, 2 ચમચા તેલ અને જરૂર મુજબ પાણી લઈ થોડો કઠણ લોટ બાંધવો. દસ મિનિટ માટે રેસ્ટ આપો...... પછી તેના નાના લુઆ બનાવી તેલ ગરમ કરી એક એક કરીને તળી લો.. જેથી બધી સરસ ફુલસે....

  5. 5

    આ રીતે બધી પૂરી તૈયાર કરી લો....

  6. 6

    4... પૌષ્ટિક મગ બનાવવા માટે સૌપ્રથમ પ્રમાણસર મગ તેને બે વખત પાણીથી ધોઈ અને કુકરમાં, દૂધીનું શાક અને બટાકા સાથે બાફવા મુકી દો અને છ સીટી લઈ લો.. બફાઈ ગયા બાદ તેને બહાર કાઢી લો...

  7. 7

    મગ ના વઘાર કરવા માટે ની તૈયારી કરી લો.એક તપેલીમાં વઘાર તૈયાર કરી તેમાં ખમણેલું આદુ ઉમેરો. ટામેટા લસણ ની લાલ ચટણી ઉમેરો.પછી તેમાં બાફેલા મગ ઉમેરો.

  8. 8

    પછી મરચું, મીઠું, હળદર, ધાણાજીરૂ, ઉમેરી લો. ત્યારબાદ મેગી મસાલો ઉમેરો.અને બે મિનિટ માટે ચઢવા દો.તો તૈયાર છે આપણા પૌષ્ટિક મગ.

  9. 9

    5... દૂધીનું શાક બનાવવા માટે.સૌપ્રથમ દૂધીને સરખી રીતે ધોઈ કટકા કરી લેવા.પછી તેને મગ અને બટાકા સાથે કૂકરમાં છ સીટી લઈ લેવી.સીટી થઈ ગયા પછી કુકર ઠંડુ થાય પછી બહાર કાઢી લેવું.

  10. 10

    ત્યારબાદ દૂધીના શાકની વઘાર કરવાની તૈયારી કરવી..,. ત્યારબાદ એક તપેલીમાં વઘાર તૈયાર કરી તેમાં ખમણેલું આદુ ઉમેરો...

  11. 11

    ત્યારબાદ લસણ ટામેટા ની ચટણી ઉમેરો.પછી મીઠું ઉમેરો.અને શાકને પાંચ મિનિટ માટે ચઢવા દો.તો તૈયાર છે આપણું દુધી નુ શાક...

  12. 12

    6...... બટાકા ની સુકી ભાજી બનાવવા માટે બટાકાને દુધીના શાક, તુવેરની દાળ અને ભાત સાથે કુકર મા છ સીટી લઈ લો.પછી કુકર ઠંડો થાય પછીતેને બધું બહાર કાઢી લો...

  13. 13

    સુકી ભાજી ના વઘાર કરવા માટેની તૈયારી કરી લો. બટાકાના કટકા કરી લો..ત્યારબાદ એક તપેલીમાં વઘાર તૈયાર કરી..પછી તેમાં આદુ ખમણી ને ઉમેરો.

  14. 14

    ત્યાર બાદ મરચું, હળદર, ધાણાજીરું, મીઠું ઉમેરો અંદર બધું સરખી રીતે મિક્સ કરી લો તો તૈયાર છે બાળકોની મનપસંદ એવી સુકી ભાજી..

  15. 15

    7.. તુવેરની દાળ બનાવવા માટે.. સૌ પ્રથમ તુવેરની દાળ ૧ નાની વાટકી લઈ તેને બે વખત ધોઈ તેમાં ટમેટૂ સુધારેલો, લીલુ મરચું સમારેલુ, અને 2 કટકી આદુ ઉમેરી કુકરમાં ભાત સાથે છ સીટી લઈ લો.... પછી કૂકર ઠંડુ થાય ત્યારે એક તપેલીમાં લઈ લો....

  16. 16

    અને તેના હેન્ડ મિક્સરમાં ક્રશ કરી લો.. અને વઘાર કરવા માટેની તૈયારી કરી લો.

  17. 17

    ત્યારબાદ વઘાર તૈયાર કરી તેમાં ખમણેલું આદુ ઉમેરો.ત્યારબાદ ક્રશ કરેલી દાળ ઉમેરો, મરચું, હળદર, મીઠું અને એક ચમચી ગોળ ઉમેરો.પછી તેમાં મેગી મસાલો ઉમેરો.

  18. 18

    ત્યારબાદ દાળને ઉકળવા દો અને બે-ત્રણ ઉભરા આવે પછી તેમાં લીંબુનો રસ ઉમેરી એક મિનિટ ચડવા દો.. પછી ગેસ બંધ કરી દેવો..

  19. 19

    8... બ્રાઉન રાઈસ બનાવવા માટે--- પ્રમાણસર બ્રાઉન રાઈસ લઈ તેને બે વખત ધોઈ લો..પછી દાળ સાથે કૂકરમાં છ સીટી લઈ લો. પછી તેને કાણા વાળું બાઉલ લઈ લો

  20. 20

    અને ઉમેરી દો..જેથી ભાતનું વધારાનું પાણી નીકળી જશે.

  21. 21

    9.... બટાકા વડા બનાવવા માટે---- ચણાના લોટનું ખીરું બનાવવા માટે અડધો ચમચો ચણાનો લોટ, મીઠું અને હળદર, બેકિંગ સોડા, અને જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું બનાવી લો.બટાકાનો માવો બનાવવા માટે બટાકા ને કુકર માં દાળ અને ભાત સાથે છ સીટી લઈ બાફી લીધા છે. ૧ મોટો બાફેલો બટાકો લઈ તેમાં મરચું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, મીઠું, આમચૂર પાઉડર, 1/4 ચમચી ખાંડ, ઉમેરી લો.

  22. 22

    અને બધું મિશ્રણ મિક્સ કરી લો.અને મીડીયમ સાઈઝ ના ગોળા વાળી લો.

  23. 23

    પછી બધા ગોળા ને ખીરા માં પલાળી કડાઈમાં તેલ ગરમ કરી તેલ ગરમ થાય પછી તેમાં ગોળા ઉમેરી બદામી રંગના તળી લો.... આ રીતે બધા બટાકા વડા તૈયાર કરી લો.

  24. 24

    10.... કોથમીર ની ચટણી બનાવવા માટે--- થોડી કોથમીર(50 ગ્રામ) એક લાલ મરચું, થોડા લીમડાના પાન, 5 ગ્રામ દાળિયા, થોડા સીંગદાણા, સ્વાદ મુજબ મીઠું, 1/4 ચમચી ખાંડ, અને થોડું પાણી ઉમેરી મિક્સરમાં ક્રશ કરી લો. પછી તેમાં લીંબુનો રસ 1/4 ચમચી ઉમેરો. પછી તેને કાચની બોટલમાં ભરી લો..... જે તમે ચારથી પાંચ દિવસ ફ્રીઝમાં રાખી શકો છો અને ઉપયોગ કરી શકો છો...

  25. 25

    11..ચોખા ની વેફર બનાવવા માટે--- જરૂર મુજબ ચોખા ની વેફર લઈ તેને તેલમાં તળી લો..આ રીતે બધી વેફર તૈયાર કરી લો...

  26. 26

    12....અથાણું--- રાજાપુરી કેરીનું અથાણું.. જે એપ્રિલ મહિનામાં સિઝનમાં બનાવીએ છીએ...

  27. 27

    13... મસાલા છાશ બનાવવા માટે--- એક બોઘરડી માં જરૂર મુજબ દહીં લઈ તેમાં 1/4 ચમચી સંચળ પાઉડર ઉમેરી, જરૂરી પાણી ઉમેરી હેન્ડ મિક્ચર ફેરવી લો.

  28. 28
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
પર

Similar Recipes