રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક 30 મિનીટ
3 લોકો માટે
  1. (1) રેડ સોસ માટે ઘટકો
  2. 500 ગ્રામટામેટાં
  3. 3 નંગડુંગળી
  4. 2 ચમચીચીલી ફ્લેક્સ
  5. 2 ચમચીઓરેગાનો
  6. 3 ચમચીખાંડ
  7. 2 ચમચીમરી નો ભૂકો
  8. સ્વાદાનુસાર મીઠું
  9. 1 ચમચીઘી
  10. 1ચમચો બટર
  11. (2) વ્હાઈટ સોસ માટે ઘટકો
  12. 1વાટકો દૂધ
  13. 2 ચમચીમેંદા નો લોટ
  14. 1 ચમચીઘી
  15. 4 ચમચીબટર
  16. 1ચમચો ચીઝ
  17. 1 ચમચીચીલી ફ્લેક્સ
  18. 1 ચમચીઓરેગાનો
  19. 1/2 ચમચીમરી નો ભૂકો
  20. સ્વાદાનુસાર મીઠું
  21. (3) શાક માટે ઘટકો
  22. કોબી જીણી સુધારેલી, કેપ્સીકમ (રેડ, યલો, ગ્રીન)સુધારલા
  23. ફણસી, વટાણા, બ્રોકોલી, મકાઇ,2 ચમચા બટર
  24. ફણસી, વટાણા, બ્રોકોલી, મકાઇ ને બ્લાન્ચ કરી લેવા
  25. (4)લજાનીયા સીટ માટે ઘટકો
  26. 1 વાડકીઘઉં નો લોટ
  27. 1/2 વાડકીમેંદા નો લોટ
  28. 2 ચમચીતેલ
  29. મીઠું સ્વાદાનુસાર
  30. 200 ગ્રામચીઝ

રાંધવાની સૂચનાઓ

1 કલાક 30 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ રેડ સોસ તૈયાર કરવા માટે ટામેટાં અને ડુંગળી કૂકર મા બાફી લેવા મિકસર મા પીસીને પલ્પ તૈયાર કરો ત્યારબાદ એક પેનમાં ઘી મૂકો ઘી ગરમ થાય એટલે બટર નાખો પછી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી થોડીવાર સાતળો આ તૈયાર કરેલ વઘાર સોસ મા નાખો પછી તેમા ખાંડ, મરી નો ભૂકો અને મીઠું નાખીને ઉકળવા દો થોડો ઘટ્ટ થાય એટલે નીચે ઉતારી લો

  2. 2

    વ્હાઈટ સોસ માટે એક પેન મા ઘી મૂકો ઘી ગરમ થાય એટલે બટર નાખો પછી મેંદા નો લોટ નાખી શેકો પછી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી થોડીવાર સાતળો પછી એમા ગા઼ઠા ન પડે એ રીતે દૂધ નાખી દો બાદ મા ચીઝ નાખો પછી મરી નો ભૂકો અને મીઠું નાખીને ઉકળવા દો થોડો ઘટ્ટ થાય એટલે નીચે ઉતારી લો

  3. 3

    શાક માટે એક પેન મા બટર મૂકીને બધા શાક નાખી સાંતળવા મરી નો ભૂકો અને મીઠું નાખીને 3 થી 4 મિનીટ ચડવા દો પછી નીચે ઉતારી લો

  4. 4

    લજાનીયા સીટ માટે બન્ને લોટ મિક્સ કરી તેમા તેલ અને મીઠું નાખીને રોટલી જેવો લોટ બાંધી લેવો પછી એકદમ પાતળી રોટલી વણી કાચી પાકી શેકી લેવી અને પટ્ટી કાપવી

  5. 5

    એસેમ્બલી કરો:- નોન સ્ટિક પેનમાં રેડ સોસ પાથરો પછી લજાનીયા સીટ પાથરી પછી રેડ સોસ નાખો તેની ઉપર વ્હાઈટ સોસ મૂકો અને સ્પ્રેડ કરો તેની ઉપર શાક મુકો એની ઉપર ચીઝ ખમણી ને નાખો પછી લજાનીયા સીટ પાથરો પછી ઉપર મુજબ ના થર તૈયાર કરો 3 થર કરો સૌથી ઉપર ચીઝ વધારે નાખવુ ત્યારબાદ પેન ગેસ પર ધીમા તાપે ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી રાખો ગરમ ગરમ સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
jayshree Parekh
jayshree Parekh @cook_25505991
પર

Similar Recipes