મુંગદાલ ઈડલી (Mung Dal Idli Recipe In Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

* મગની દાળમાં ફાઇબરનું પ્રમાણ ઊંચું છે. એક કપ કુક કરેલી દાળ ૨૮.૫૨% ફાઇબર આપે છે. મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોવાથી ઇમ્યુનિટી સિસ્ટમ સારી રહે છે. પ્રેગ્નન્સી દરમિયાન ફોલિક એસિડની કમી દૂર કરે છે.
* તલનું તેલ વાળ , દાંત હાડકાં અને ત્વચા માટે અકસીર છે. એનર્જીનો સારો સ્ત્રોત છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

ચાલીસ મિનિટ
ત્રણ વ્યક્તિ
  1. ૧ કપમગની દાળ (મોગર)
  2. ૨ ચમચીદહીં
  3. ૩ નંગલીલા મરચાં
  4. ૧ ઇંચઆદુનો ટુકડો
  5. ૨ ચમચીઝીણા સમારેલા લીલા ધાણા
  6. ૨ ચમચીતેલ
  7. ૧/૨ ચમચીહળદર
  8. ૧ ચમચીઈનો
  9. સ્વાદ અનુસારમીઠું
  10. ચપટી હિંગ

રાંધવાની સૂચનાઓ

ચાલીસ મિનિટ
  1. 1

    મગની દાળને ધોઈ અને તેમાં 3 કપ પાણી નાખી ચાર કલાક માટે પલાળી રાખો. ચાર કલાક બાદ દાળમાંથી પાણી નિતારી અને મિકસરના બાઉલમાં નાખો, દહીં, મરચાં, આદુ એડ કરો. કરકરી પીસી લો. હવે આ પીસેલી દાળમાં મીઠુ,હળદર અને હિંગ એડ કરો. બરાબર મિક્ષ કરી લો અને તેને ત્રણ થી ચાર મિનિટ માટે ફીણો.

  2. 2

    હવે ઈડલી મેકર ને પ્રિ હિટ થવા મૂકી દો. ઈડલી મેકર ની પ્લેટ ના દરેક ખાનામાં તેલ લગાવી દો. હવે આ પીસેલી દાળમાં ઈનો નાખી તેના ઉપર એક ટેબલસ્પૂન જેટલું પાણી રેડી અને ફરીથી બરાબર મિક્ષ કરી અને તરત જ દાળનું તૈયાર કરેલું ખીરૂં ઇડલી મેકર ના ખાનામાં યોગ્ય પ્રમાણમાં નાખો. ઈડલીને બફાતા ૧૦ મિનિટ લાગે છે.

  3. 3

    ઈડલી ઠંડી પડે એટલે તેને પ્લેટમાં કાઢી લેવી. તેના ઉપર ઝીણા સમારેલા ધાણા છાંટવા.ગરમા ગરમ ઈડલી તલના તેલ સાથે ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

Similar Recipes