મગની દાળ ના દાળવડા (Moong Dal Dalvada Recipe In Gujarati)

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410

#MRC
(ફોતરાવાળી મગની દાળ ના )

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ કપફોતરાવાળી મગની દાળ
  2. ૧ કપચણાની દાળ
  3. ૪ ટે સ્પૂનઆદુ-મરચા-લસણની પેસ્ટ
  4. ૧ ટે. સ્પૂન ચણાનો લોટ
  5. મીઠું સ્વાદ મુજબ
  6. ઈનો પાઉચ
  7. તેલ (દાળવડા તળવા માટે)
  8. તળેલા લીલા મરચા
  9. સમારેલા કાંદા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બન્ને દાળને ૫-૬ કલાક પલાળવી. ત્યારબાદ કોરી કરી, મિક્ષરમાં ક્રશ કરી લેવી. (થોડું કકરું રાખવું)

  2. 2

    હવે તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ, ચણાનો લોટ, મીઠું નાંખી સરસ રીતે મિક્ષ કરી દેવું.

  3. 3

    હવે ખીરામાં ઈનો નાખી, તેને સરસ રીતે હલાવી લેવું.ગેસ ચાલુ કરી તેના પર તાવડીમાં તેલ ગરમ કરવા મુકવું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં થોડું થોડું ખીરૂ ઉમેરતા જવું. મધ્યમ આંચ પર દાળવડા તળવા. (થોડા થોડા ફેરવતા રહેવું)

  4. 4

    થોડા બ્રાઉન રંગની થાય એટલે ઝારાની મદદથી કાઢી લેવા, અને ડીશમાં મુકવા.

  5. 5

    અંદરથી નરમ અને બહારથી ક્રીસ્પી એવા આપણા એકદમ સ્વાદિષ્ટ દાળવડા તૈયાર છે😋😋😋👌👌☺️ તળેલા મરચા અને કાંદા સાથે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
પર

Similar Recipes