સાબુદાણા - કેળા સ્ટીક(સુકવણી)(Sabudana-Banana Stick-sukvani recipe in gujarati)

Urvi Shethia
Urvi Shethia @cook_urvi1490s

#સાઈડ #cookpadindia #cookpadgujarati
શીરા કે લાપસી કે પછી દાળ-ભાત જોડે સાઈડ ડીશ તરીકે તો આ સેવ જેવી સ્ટીક તો તમે ખાઈ જ શકો તે ઉપરાંત નાસ્તા તરીકે પણ તમે તેને ખાઈ જ શકો એવી છે આ સ્ટીક... સાબુદાણાથી આવતી ક્રન્ચીનેસ અને કાચા કેળા સાથેનું કોમ્બીનેશન કોઈ કુરકુરે થી ઓછી નથી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 6કાચા કેળા
  2. 200-250 ગ્રામસાબુદાણા
  3. મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેળાને બાફી, છુંદી કે ખમણી માવો કરવો.

  2. 2

    સાબુદાણાને શેકી ને મિક્સીમાં પીસી લેવા

  3. 3

    સાબુદાણાને પાણીમાં પલાળી થાળી કે શાકના ડાબરીયામાં નાખી ઢોકળાની જેમ બાફી લેવું.

  4. 4

    પારદર્શક થાય ત્યારે તૈયાર સમજવું.

  5. 5

    સાબુદાણાને કેળાના માવામાં ઉમેરવું, મીઠું નાખી બરાબર મિક્સ કરવું.

  6. 6

    સાંચામાં ભરી, પ્લાસ્ટિક પર સ્ટાર જેવી સેવ પાડી તડકામાં સુકવી દો.

  7. 7

    એકદમ કડક - તોડીએ તો તડના અવાજ સાથે એક જ વારમાં ભાંગે તેવી થાય એટલે સૂકવણી તૈયાર.

  8. 8

    સૂકવણી તળો એટલે સાબુદાણા સ્ટીક ખાવામાં લઈ શકાય.

  9. 9

    નોંધ -
    - બહાર મળતી સ્ટીક સાબુદાણા અને બટાટાની હોય છે. તેમજ તેમાં સાબુદાણા આખા હોય છે. આ જૈન સ્ટીક છે એટલે કે બટાટાની જગ્યાએ કેળાનો ઉપયોગ કર્યો છે.
    - સાબુદાણા આખા જોઈએ તો સ્ટેપ 2 ને ફોલો કરવો નહી. એટલે કે સાબુદાણા શેકીને પીસવા નહી. એની જગ્યાએ સાબુદાણા ધોઈ માપસર પાણી નાખી આખી રાત પલાળી રાખવા પછી ઢોકળાની જેમ બાફવું.
    - સાબુદાણાનું પાતળું લેયર કરી બાફશો તો 10-15 મિનિટમાં પારદર્શક થઈ જશે. અને જાડો લેયર કરી બાફશો તો વધારે સમય લાગશે પારદર્શક થવામાં.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urvi Shethia
Urvi Shethia @cook_urvi1490s
પર

Similar Recipes