સેઝવાન ચોપ્સુઈ (Schezwan Chopsuey Recipe In Gujarati)

Shraddha Padhar
Shraddha Padhar @cook_22557127

સેઝવાન સોસ તથા રવા નુડલ્સ ઘરે જ બનાવી ચોપ્સુઈ બનાવો
#સપ્ટેમ્બર #myfirstRecipe

સેઝવાન ચોપ્સુઈ (Schezwan Chopsuey Recipe In Gujarati)

સેઝવાન સોસ તથા રવા નુડલ્સ ઘરે જ બનાવી ચોપ્સુઈ બનાવો
#સપ્ટેમ્બર #myfirstRecipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મીનીટ
  1. નુડલ્સ માટે
  2. ૧ કપદળેલી સુજી
  3. ૧/૪ કપઘઉનો લોટ
  4. ૧/૨ કપઠંડુ પાણી
  5. ૧/૨ ટીસ્પૂનમીઠું
  6. ૧ ટીસ્પૂનતેલ
  7. સેઝવાન સોસ માટે
  8. ૭-૮ નંગ સુકા લાલ મરચાં ડીટ્યા કાઢી લીધેલા
  9. ૧ ગ્લાસપાણી
  10. ૧ ટેબલસ્પૂનતેલ
  11. ૧૨ નંગ મધ્યમ કદની લસણની કળી પીસી લીધેલી
  12. ૧ ટુકડોમધ્યમ આદુની પેસ્ટ
  13. ૧ ટીસ્પૂનમીઠું
  14. ૧ ટીસ્પૂનકોથમીરના ડાળખા જીણાં સમારેલા
  15. ૧/૫ ટીસ્પૂન લીંબુનો રસ
  16. ચોપ્સુઈ સોસ માટે
  17. ૧/૨ કપકોબીજ
  18. ૧/૨ કપગાજર
  19. ૧/૨ કપફણસી
  20. ર નંગ લીલા મરચા
  21. ૧/૨ કપકેપ્સીકમ(સીમલા મરચું)
  22. ર ટીસ્પૂન તેલ
  23. ૧ ટીસ્પૂનટામેટા કેચપ
  24. ૧ ટીસ્પૂનખાંડ(મરજીયાત- ઑપ્શનલ)
  25. સ્વાદ અનુસારમીઠું
  26. જરૂર મુજબ ઘરે બનાવેલો સેઝવાન સૉસ
  27. ર ટીસ્પૂન કોર્ને ફ્લોર
  28. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

૪૦ મીનીટ
  1. 1

    નુડલ્સ બનાવવા માટેનાં બધા ઘટકો (તેલ સિવાયના) બરાબર મેળવી લોટ બાંધી લેવો. લોટને તેલ લગાવી ૧૫ મીનીટ રેસ્ટ આપવો. ૧૫ મીનીટ બાદ એક ઊંડા વાસણમાં પાણી, ૧ ચમચી મીઠું અને ૧ ચમચી તેલ નાંખી પાણી ઉકાળી લેવું. ત્યાર બાદ સંચાને તેલથી ગ્રીસ કરી લોટ ભરી ઊકળતા પાણીમાં નુડલ્સ બાફી લેવી ર મીનીટ માં જ કાઢી લઈ બરફનું પાણી રેડી દેવું.

  2. 2

    સેઝવાન સૉસ બનાવવા માટે સૌપ્રથમકુકરમાં સુકાં મરચાં અને પાણી ઉમેરી ર સીટી બોલાવી મરચાં બાફી લો. ત્યારબાદ મીક્ષર માં એ જ પાણી જરૂર મુજબ નાખી પેસ્ટ બનાવી લો(પેસ્ટ સ્મુધ કરવા ૧ ચમચી તેલ મીક્ષર જાર માં ઉમેરી શકાય).ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી લસણ અને આદુંની પેસ્ટ સાંતળી લો. (સાંતળતી વખતે ગેસની આંચ ધીમી પેસ્ટ બળી ન જાય તથા સતત હલાવતા રેવી જેથી આદુની પેસ્ટ નીચે ચોંટી ન જાય.).ત્યારબાદ મરચાં ની પેસ્ટ અને કોથમીર ના ડાળખાં અને મીઠું નાંખી હાઇ ફ્લેમ પર સતત હલાવતા જઈ કુક કરી લેવું. ગેસ બંધ કરી લીંબુ નાંખવું.

  3. 3

    ચોપ્સુઈ સોસ માટે કડાઈમાં તેલ લઈ બધા શાક લાંબા સમારી અધકચરાં સાંતળી લો. તૈયાર કરેલો સેઝવાન સોસ, ખાંડ, ટમેટો કેચપ નાંખી હાઇ ફ્લેમ પર સતત હલાવતા જઈ ૩૦ સેકંડ માટે કુક કરી લો. જરૂર મુજબ પાણી અને મીઠું ઉમેરો ત્યારબાદ પાણી માં ઓગળેલો કોર્નફ્લોર નાંખી ઘટ્ટ થાય ત્યા સુધી સોસ કુક કરી લો.

  4. 4

    ક્રિસ્પી નુડલ્સ બનાવવાં માટે એક નોન સ્ટીક પેન માં એક મોટો ચમચો તેલ લઈ તેમાં ગોળ આકારમાં એકબીજી થી અડીને બાફેલી નુડલ્સ પાથરો મધ્યમ આંચ પર એક બાજુ સરખી શેકી લો ત્યારબાદ ઉથલાવી બીજી બાજુ ફરી થોડું તેલ મૂકી શેકી લો.

  5. 5

    એક બાઉલમાં ક્રિસ્પી નુડલ્સ લઈ તેના ઉપર ચોપ્સુઈ સૉસ નાંખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shraddha Padhar
Shraddha Padhar @cook_22557127
પર

Similar Recipes