મિક્સ વેજ પનીર ચીઝ પરાઠા (Mix veg paneer cheese paratha in Gujarati)

Falguni Swadia
Falguni Swadia @cook_26290547

#GA4 #WEEK 1

મે આ વાનગી સુરત ના એક ફૂડ સ્ટોલ ની જોઈ ને બનાવેલ છે.

મિક્સ વેજ પનીર ચીઝ પરાઠા (Mix veg paneer cheese paratha in Gujarati)

#GA4 #WEEK 1

મે આ વાનગી સુરત ના એક ફૂડ સ્ટોલ ની જોઈ ને બનાવેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૨ લોકો
  1. ૧ કપઝીણું સમારેલું ગાજર
  2. ૧ કપઝીણું સમારેલું કોબી
  3. ૧ કપઝીણા સમારેલા કેપ્સીકમ
  4. ૧ કપઝીણી સમારેલી ડુંગળી
  5. ૧ કપખમણેલું પનીર
  6. ૧/૨ કપખમણેલું ચીઝ
  7. ૩-૪ ચમચી આદુ મરચા ની પેસ્ટ
  8. ૧ નાની ચમચીહળદર
  9. ૧ નાની ચમચીધાણાજીરું
  10. ૧ નાની ચમચીલાલ મરચું પાઉડર
  11. સ્વાદ મુજબમીઠું
  12. જરૂર મુજબ તેલ - મોણ અને પરોઠા શેકવા માટે
  13. ૨ કપમેંદા નો લોટ
  14. સર્વ કરવા માટે
  15. અડદ નો શેકેલો પાપડ
  16. કોથમીર ની ચટણી
  17. ટોમેટો કેચઅપ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ મેંદા ના લોટ માં તેલ નુ મોણ અને સહેજ મીઠું નાખી પરોઠા નો લોટ બાંધી તૈયાર કરો.

  2. 2

    હવે એક બાઉલ માં ખમણેલા શાકભાજી - ગાજર,કોબી, કેપ્સીકમ,ડુંગળી,ચીઝ અને પનીર મિક્સ કરો.

  3. 3

    ત્યાર બાદ તેમાં આદુ મરચા ની પેસ્ટ,હળદર,ધાણાજીરું, લાલ મરચું પાઉડર અને સ્વાદાનુસાર મીઠું ઉમેરી પરોઠા માટે નુ પૂરણ તૈયાર કરો.

  4. 4

    હવે મેંદા નાં બાંધેલ લોટ ના લુઆ કરી લો. ત્યાર બાદ પરોઠું વણી ૨ ટેબલસ્પૂન જેટલું તૈયાર કરેલ પૂરણ મૂકી પરોઠુ તૈયાર કરો.

  5. 5

    હવે ગરમ તવા પર પરોઠું બંને બાજુ થી શેકી, જરુર મુજબ તેલ લગાવી ગોલ્ડન બ્રાઉન કલર નુ થાય ત્યાં સુધી તળો, આ દરમિયાન ગેસ ને મિડિયમ ફ્લેઇમ પર રાખવો.

  6. 6

    તૈયાર કરેલ ગરમાં ગરમ પરોઠું સર્વ કરવા માટે ડિશ માં લઇ, પિઝા કટર વડે કટ કરો, અને દરેક કટકા ના ઉપર નુ પડ ખોલી દો.

  7. 7

    આ સમયે શેકેલા પાપડ નો ભુક્કો અને ખમણેલા ચીઝ થી ગાર્નિશ કરો અને દરેક પડ ને બંધ કરી આ પરોઠા ને કોથમીર ની ચટણી - ટોમેટો કેચઅપ કે દહીં સાથે પીરસો...તો તૈયાર છે મિક્સ વેજ પનીર ચીઝ પરોઠા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Falguni Swadia
Falguni Swadia @cook_26290547
પર

Similar Recipes