દાબેલી પરાઠા (Dabeli Paratha recipe In Gujarati)

Komal Shah
Komal Shah @cook_25977605

#GA4
#Week1
પરાઠા & પોટેટો
જ્યારે બચ્ચા ને કંઈ નવું ખાવું હોય ત્યારે જે હોય એમાં જ થોડું ટ્વીસ્ટ કરી ને આપો એટલે બચ્ચા ભી ખુશ ને આપણે પણ ખુશ દાબેલી તો આપણે બધાં જ ખાતાં હોયે છે પણ હમણાં çovid ના લીધે પાવ ની જગ્યાએ આપણે એનાં પરાઠા બનાવીયે બહુ સરસ લાગે છે તમે ભી ટ્રાય કરો બહુ મજા આવશે ખાવાની taste ભી health ભી 😋

દાબેલી પરાઠા (Dabeli Paratha recipe In Gujarati)

#GA4
#Week1
પરાઠા & પોટેટો
જ્યારે બચ્ચા ને કંઈ નવું ખાવું હોય ત્યારે જે હોય એમાં જ થોડું ટ્વીસ્ટ કરી ને આપો એટલે બચ્ચા ભી ખુશ ને આપણે પણ ખુશ દાબેલી તો આપણે બધાં જ ખાતાં હોયે છે પણ હમણાં çovid ના લીધે પાવ ની જગ્યાએ આપણે એનાં પરાઠા બનાવીયે બહુ સરસ લાગે છે તમે ભી ટ્રાય કરો બહુ મજા આવશે ખાવાની taste ભી health ભી 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ લોકો માટે
  1. દાબેલી નું સ્ટફિંગ બનાવવા માટે
  2. ૭-૮ નંગ બટેટા
  3. જરૂર મુજબ મીઠી ચટણી
  4. જરૂર મુજબ દાબેલી મસાલો
  5. સ્વાદ અનુસારમીઠું
  6. ૩-૪ ચમચી તેલ
  7. જરૂર મુજબ કોથમીર
  8. ૧/૨ વાટકી દાડમ ના દાણા
  9. જરૂર મુજબ થોડું બારીક ક્રશ કરેલું ખોપરું
  10. પરાઠા બનાવવા માટે
  11. ૧ મોટી વાટકી ઘઉં નો લોટ
  12. સ્વાદ અનુસારમીઠું
  13. દાબેલી પરાઠા માટે
  14. ૧ કપ મસાલા શીંગ
  15. જરૂર મુજબ કોથમીર
  16. જરૂર મુજબ બારીક સેવ
  17. જરૂર મુજબ મીઠી ચટણી
  18. ૨ નંગ કાંદા બારીક સમારેલા
  19. જરૂર મુજબ લસણ ની ચટણી
  20. જરૂર મુજબ બટર

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    કૂકર માં ૩ થી ૪ સિટી કરી ને બટેટા બાફી લો

  2. 2

    હવે તેને ક્રશ કરી લો

  3. 3

    એક કડાઈ માં તેલ લો

  4. 4

    તેલ ગરમ થાય એટલે તેમાં દાબેલી મસાલો નાખો

  5. 5

    હવે તેમાં બાફેલા બટેટા નાખી મીઠું થોડી મીઠી ચટણી નાખી બરાબર મિક્સ કરો અને થાળી માં પથરી દો

  6. 6

    હવે એની પર ખોપરું નાખો

  7. 7

    એની પર કોથમીર અને દાડમ ના દાણા નાખો થોડી વાર ઠંડુ થવા દો

  8. 8

    હવે પરાઠા માટે ઘઉં ના લોટ માં મીઠું નાંખી રોટલી જેવો લોટ બાંધો

  9. 9

    હવે આ લોટ ના એક સરખા લૂઆ કરી લો

  10. 10

    હવે બધાં લૂઆ ની રોટલી બનાવી લો

  11. 11

    દાબેલી પરાઠા બનવા ચટણી, શીંગ,બારીક સમારેલાં, કાંદા, સેવ, કોથમીર બધું જ રેડી કરો

  12. 12

    હવે એક રોટલી લઈ એની પર મીઠી ચટણી અને લસણ ની ચટણી લગાવો

  13. 13

    હવે એની એક સાઇડ પર દાબેલી નો માવો મૂકો

  14. 14

    એની પર શીંગ, કાંદા,કોથમીર મૂકો

  15. 15

    હવે બાકી ની અરધી રોટલી ને વાળી લો અને હાથ થી જરા ચિપકાવી દો (ચટણી હોવા ના કારણે એમનેમ જ ચીપકી જશે)

  16. 16

    હવે નોનસ્ટિક પેન પર બટર લગાવી ને પરાઠા ને બંને બાજુ ક્રિસ્પી થાય એવા શેકી લો

  17. 17

    બસ તમારા દાબેલી પરાઠા શીંગ,કાંદા અને સેવ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komal Shah
Komal Shah @cook_25977605
પર

Similar Recipes