ચીઝી લઝાનીયા (જૈન) (Jain Cheesy lasagna recipe in gujarati)

Riddhi Shah
Riddhi Shah @cook_886627
સુરેન્દ્રનગર

#GA4
#Week10
#cheese
#Lasagna
without Oven
આ ડિશને ને જરૂરથી એકવાર ટ્રાય કરજો....
આ ડિશ બનાવતા બહુ જ ઓછો સમય લાગે છે તેમજ બાળકો તથા મોટા લોકો બધાને બહુ જ ભાવે એવી ડીશ છે..

ચીઝી લઝાનીયા (જૈન) (Jain Cheesy lasagna recipe in gujarati)

#GA4
#Week10
#cheese
#Lasagna
without Oven
આ ડિશને ને જરૂરથી એકવાર ટ્રાય કરજો....
આ ડિશ બનાવતા બહુ જ ઓછો સમય લાગે છે તેમજ બાળકો તથા મોટા લોકો બધાને બહુ જ ભાવે એવી ડીશ છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૩ વ્યક્તિ
  1. શીટ બનાવવા માટે
  2. 1-1/2 કપ મેંદો
  3. સ્વાદ મુજબ મીઠું
  4. તેલ
  5. વેજીટેબલ કુક કરવા માટે
  6. 2કેપ્સીકમ
  7. 2ટમાટર
  8. 1મકાઈ
  9. કોથમીર
  10. 1 ચમચીચીલી ફ્લેક્સ
  11. 1 ચમચીઓરેગાનો
  12. મીઠું
  13. બે કપ પીઝા સોસ
  14. બે કપ વ્હાઈટ સોસ
  15. 400 ગ્રામ ચીઝ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ 1-1/2 કપ મેંદો લઈ ને તેમાં એક ચમચી તેલ ઉમેરો. તથા સ્વાદ મુજબ મીઠું ઉમેરી મીડીયમ કણક બાંધી લો.અને તેના બોલ બનાવી ૬ રોટલી વણી લો.આ રોટલી એકદમ પતલી હોવી જોઈએ અને તેની સાઈઝ આપણા કુકપેન કરતા સહેજ નાની હોવી જોઈએ. આ રોટલી ને હવે સ્વચ્છ જગ્યા પર સૂકવવા માટે મૂકી દો.1/2 કલાક પછી રોટલી ને બીજી બાજુ ફેરવીને સૂકવવા મૂકી દો અને એક કલાક પછી આ રોટલીને એક કપડાની અંદર કવર કરી લો.

  2. 2

    એક કડાઈ ને ગેસ પર મૂકી, કડાઈ ની અંદર એક ચમચી તેલ મૂકી ને તેમાં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો તથા સ્વાદ મુજબ મીઠું ઉમેરો. ત્યારબાદ તેમાં બારીક સમારેલા કેપ્સીકમ, બારીક સમારેલા ટામેટા તેમજ બાફેલી મકાઈ ઉમેરો. અને થોડીવાર માટે ચઢવા દો.ત્યારબાદ તેમાં કોથમીર ઉમેરો.

  3. 3

    હવે આપણે લઝાનીયા ની ડીશ ગોઠવણી તરફ જઈ રહ્યા છીએ.ત્યારે સૌ પ્રથમ એક નોનસ્ટીક પેનમાં એક ચમચી પીઝા સોસ એપ્લાય કરો. ત્યારબાદ તેના પર આપણે બનાવેલી એક સીટ ગોઠવો. ત્યારબાદ તેના પર પીઝા સોસ તથા વ્હાઈટ સોસ ઉમેરી આખી સીટ ઉપર પાથરી દો.હવે તેના પર કેપ્સીકમ, ટામેટા, મકાઈ નું લેયર પાથરો. હવે તેના પર ચીઝને ખમણીને નાખો. ત્યારબાદ થોડા ચીલી ફ્લેક્સ ભભરાવો.હવે પાછી બીજી શીટ મૂકી તેના પર પીઝા સોસ તથા વ્હાઈટ સોસ પાથરી ચીઝને ખમણીને નાખો. આવા ટોટલ ૫ લેયર બનાવો.

  4. 4

    જ્યારે પાંચ પ્લેયર બની ગયા પછી ઉપર છઠ્ઠી સીટ મૂકો. ત્યારબાદ તેના પર પીઝા સોસ તથા વ્હાઈટ સોસ ઉમેરો અને ચીઝને ખમણી ને ઉમેરો.અને આ ડિશને 20 મિનિટ માટે ધીમા તાપે બેક થવા માટે કવર કરીને મૂકી દો.

  5. 5

    20 મિનિટ પછી ગેસને બંધ કરી દો અને પેન પર ઢાંકેલું કવર ખોલો અને તેના પર ચીલી ફ્લેક્સ,ઓરેગાનો અને કોથમીરથી ગાર્નીશ કરી ગરમાગરમ ડીશ ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Riddhi Shah
Riddhi Shah @cook_886627
પર
સુરેન્દ્રનગર

Similar Recipes