ચાઈનીઝ નુડલ્સ (Chinese noodles recipe in Gujarati)

Neha
Neha @cook2104441

ચાઈનીઝ નુડલ્સ (Chinese noodles recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦-૧૨ મીનીટ
2 લોકો
  1. પેકેટ‌‌ નુડલ્સ,
  2. ડુંગળી,
  3. લીલું મરચું,
  4. કટકી આદુ,
  5. ૩_૪ કળી લસણ,
  6. કેપ્સિકમ સ્વાદ મુજબ,
  7. ગાજર,
  8. ૨ ચમચીસોયા સોસ,
  9. ૨ ચમચીચીલી સોસ,
  10. ૨ ચમચીગ્રીન ચીલી સોસ,
  11. 1 ચમચીનુડલ્સ મસાલો,
  12. મીઠું સ્વાદ અનુસાર,
  13. ૨_૩ ચમચી ‌તેલ,

રાંધવાની સૂચનાઓ

૧૦-૧૨ મીનીટ
  1. 1

    સૌ પહેલા તપેલીમાં ૩_૪ ગ્લાસ પાણી ગરમ‌ કરવા ગેસ‌ પર‌ મુકી દો. પછી તેમાં નુડલ્સ નાખી ૮૦% ચડે ત્યાં સુધી ચડવા દો.ઊકળવા મુકો એટલે મીઠું નાખી દેવું.

  2. 2

    હવે તેને એક‌ કાણા વાળા હવાલામા ગાળીને ઠંડુ પાણી નાખીને ગાળી લો.એક‌ ચમચી ‌તેલ‌ નાખી હળવે હાથે હલાવી લો.

  3. 3

    એક‌ લોયા માં ૨ ચમચી તેલ મૂકી તે ગરમ થાય એટલે તેમાં સમારેલું લસણ, આદુ લીલું મરચું નાખી સાંતળો.

  4. 4

    તેમાં સમારેલી ડુંગળી નાખી તે સતળાઈ એટલે સમારેલું કેપ્સીકમ અને ગાજર નાખી ૧ મીનીટ ચડવા દો.પછી રેડ‌ ચીલી સોસ અને સોયા સોસ ઉમેરી મિક્સ કરો.

  5. 5

    પછી ગ્રીન ચીલી સોસ અને નુડલ્સ મસાલો નાખી હલાવી નુડલ્સ નાખી ૨ બધૂ મીક્સ કરો અને ૨ મીનીટ ચડવા દો.થોડુ‌ મીઠું નાખી હલાવી લો.

  6. 6

    ૨ મીનીટ પછી નુડલ્સ તૈયાર.ગરમ‌ગરમ જ‌ ડીશ માં કાઢી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha
Neha @cook2104441
પર

ટિપ્પણીઓ

Similar Recipes